scorecardresearch
Premium

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ : અજિત પવારને મળ્યું વિત્ત મંત્રાલય, જાણો અન્ય મંત્રીઓને કયા-કયા ખાતા મળ્યા

maharashtra cabinet expansion : અજિત પવાર જૂથ દ્વારા મંત્રી બનાવવામાં આવેલ અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હસન મુશરીફને આરોગ્ય અને શિક્ષણનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો

Ajit Pawar | maharashtra cabinet expansion | Ajit Pawar finance ministry
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે (ફાઇલ ફોટો)

maharashtra cabinet expansion : મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. શિવસેના, એનસીપી (અજિત પવાર જૂથ) અને ભાજપ વચ્ચે મંત્રાલયોની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણાં અને યોજના વિભાગ આપવામાં આવ્યા છે. છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આપવામાં આવ્યા છે, જ્યારે ધનંજય મુંડેને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ પહેલા કૃષિ મંત્રાલય મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે હતું.

હસન મુશરીફ આરોગ્ય મંત્રી

અજિત પવાર જૂથ દ્વારા મંત્રી બનાવવામાં આવેલ અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હસન મુશરીફને આરોગ્ય અને શિક્ષણનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. દિલીપ વાલસે પાટીલને સહકારી ખાતું આપવામાં આવ્યું છે. સંજય બનસોડેને રમત ગમત અને યુવા કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે. અનિલ ભાઈદાસને પુનર્વસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ મળ્યો છે.

મંત્રાલયના વિભાજન બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, પરિવહન સહિત આઠ મંત્રાલયો રહેશે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગૃહ, કાયદો અને ન્યાય, જળ સંસાધન અને લાભ ક્ષેત્ર વિકાસ, ઉર્જા અને રાજશિષ્ટાચારના વિભાગો સંભાળશે. ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાર પાસે વન, સાંસ્કૃતિક કાર્ય અને મત્સ્યપાલનનો પોર્ટફોલિયો છે.

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં ભાજપ કાપી શકે છે એક ચતુર્થાંશ સાંસદોની ટિકિટ! કયા આધારે બનાવવામાં આવી રહ્યું છે લિસ્ટ

અજિત પવાર જૂથ નાણાં મંત્રાલય અને સહકારિતાની માંગ કરી રહ્યું હતું

અજિત પવાર જૂથ પહેલાથી જ નાણાં મંત્રાલય ઉપરાંત સહકાર મંત્રાલયની માંગ કરી રહ્યું હતું. એનસીપી માટે આ મંત્રાલય ખૂબ મહત્વનું છે, કારણ કે એનસીપીના ઘણા નેતાઓ સહકારી અને ખાંડની મિલો ચલાવે છે. આ ઉપરાંત એનસીપીની નેતાઓનું સહકારી બેંકો ઉપર પણ નિયંત્રણ છે. એનસીપીના નેતાઓનું માનવું છે કે તેમને મંત્રાલય મળવાથી તેમની સમસ્યાઓ હલ થઈ જશે.

ઉદ્ધવ સરકાર દરમિયાન નાણાં મંત્રાલય અજિત પવાર પાસે હતું અને ત્યારે એકનાથ શિંદે અને તેમના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ફંડની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. શિંદે જૂથે આરોપ લગાવ્યો હતો કે તેઓ શિવસેનાના મતવિસ્તારમાં એનસીપીના નેતાઓને વધુ ભંડોળ આપી રહ્યા છે અને આમ કરીને તેઓ સેનાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Web Title: Maharashtra cabinet expansion ajit pawar gets finance portfolio ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×