scorecardresearch
Premium

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : સૌથી વધારે ફાયદામાં રહ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ જ નહીં કોંગ્રેસમાં ગયેલા સમર્થકોને પણ મળી ટિકિટ

Madhya Pradesh Assembly Election 2023 : જ્યોતિરાદિત્ય સિંધિયાના 25 મુખ્ય સર્મથકો જેઓ તેમની સાથે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા, તેમાંથી 18 વર્તમાન ધારાસભ્યોને આ ચૂંટણીમાં પાર્ટી દ્વારા ફરી ટિકિટ આપવામાં આવી છે, તેમના કેટલાક સમર્થકો જેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા તેઓ પણ તેની ટિકિટ મેળવવા સફળ રહ્યા છે

Jyotiraditya Scindia | Madhya Pradesh Assembly Election 2023
એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા (તસવીર – પીએમ મોદી ટ્વિટર)

Anand Mohan J :  કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 21 ઓક્ટોબરના રોજ ગ્વાલિયરમાં ધ સિંધિયા સ્કૂલના 125મા સ્થાપક દિવસની ઉજવણીમાં ધ્યાનનું કેન્દ્ર રહ્યા હતા, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ તેમના ભાષણના એક ભાગમાં સિંધિયાના વખાણ કરતા કર્યા હતા, તેમણે ગુજરાત કા દમાદ (જમાઈ) કહ્યા હતા.

તેના થોડાક કલાકો પહેલા શાસક ભાજપે 17 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની તેની પાંચમી યાદી બહાર પાડી હતી, જેમાં સિંધિયાના મોટા ભાગના અગ્રણી વફાદારો તેમના નામો હતા. મહિનાઓથી સિંધિયા કેમ્પ અંદરુની ઝઘડાથી ઝઝુમી રહ્યો હતો, જેનાથી જૂથવાદથી પ્રભાવિત રાજ્ય ભાજપ યુનિટ પરેશાન હતું. 2020ની શરૂઆતમાં સિંધિયા સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યો સહિત તેમના વફાદાર નેતાઓને ભાજપના જૂના નેતાઓ સાથે મતભેદ હતા. જેમણે તેમને ગંભીરતાથી લીધા ન હત, ભલે તે તત્કાલીન કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના પતનના કારણ બન્યા હતા.

તાજેતરના મહિનાઓમાં સિંધિયા સાથે જોડાયેલા ઘણા નેતાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. તેમ છતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપના દિગ્ગજોને તેમના વફાદારોને છોડીને ચૂંટણી ટિકિટ આપવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ હવે રાજ્યની 230 બેઠકો માટે તેમના લગભગ તમામ ઉમેદવારોની ઘોષણા કરી છે, ત્યારે જે ચિત્ર ઉભરી રહ્યું છે તે એ છે કે સિંધિયાના વફાદાર બંને પક્ષોની યાદીમાં સમાવિષ્ટ છે.

સિંધિયાના 25 મુખ્ય વફાદારો કે જે ભાજપમાં આવ્યા હતા, તેમાંથી 18 વર્તમાન ધારાસભ્યોને આ ચૂંટણીમાં ભગવા પક્ષ દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં 10 વર્તમાન મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં પ્રદ્યુમન સિંહ તોમર (ગ્વાલિયર), જળ સંસાધન મંત્રી તુલસી સિલાવત (સાનવેર, ઈન્દોર), ઔદ્યોગિક નીતિ અને રોકાણ પ્રમોશન મંત્રી રાજવર્ધન સિંહ દત્તીગોન (બદનાવર, ધાર), જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રભુરામ ચૌધરી (સાંચી, રાયસેન), મહેસૂલ મંત્રી ગોવિંદ સિંહ રાજપૂત (સુરખી, સાગર), ખાદ્ય મંત્રી બિસાહુલાલ સિંહ (અનુપપુર), પર્યાવરણ મંત્રી હરદીપ સિંહ ડાંગ (સુવાસરા, મનસૌર), પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા (બામોરી, ગુના), એમપી રાજ્ય નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ પ્રદ્યુમન સિંહ લોધી (મલ્હારા, છતરપુર), અને રાજ્યના PWD મંત્રી સુરેશ ધાકડ (પોહારી, શિવપુરી). સામેલ છે.

આ પણ વાંચો – મહારાજ જી વાળા તેવર આઉટ, શાહી અંદાજ પણ ગાયબ, ભાજપમાં જોવા મળી રહ્યો છે જ્યોતિરાદિત્ય સિંધિયાનો કાર્યકર્તા અંદાજ

પાંચ વર્તમાન સિંધિયા વફાદાર ધારાસભ્યોને ભાજપે ફરીથી મેદાનમાં ઉતર્યા છે જેમાં જયપાલ સિંહ જજ્જી (અશોક નગર), કમલેશ જાટવ (અંબાહ, મોરેના), બ્રજેન્દ્ર સિંહ યાદવ (મુંગાઓલી, અશોક નગર), મનોજ ચૌધરી (હાટપીપલિયા, દેવાસ) અને નારાયણ પટેલ (માંધાતા, નિમાદ) છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાના અસંતુષ્ટ જૂના નેતાઓની નારાજગીને જોખમમાં મૂકતા બીજેપી નેતૃત્વએ સિંધિયાના ત્રણ વફાદારને પણ ફરીથી મેદાનમાં ઉતાર્યા છે જે 2020માં પક્ષપલટા પછી પેટાચૂંટણીમાં હારી ગયા હતા. તેમાં ભૂતપૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ઈમરતી દેવી (ડાબરા, ગ્વાલિયર), આદલ સિંહ કંસાના (સુમાવલી, મોરેના) અને રઘુરાજ સિંહ કંસાના (મોરેના)નો સમાવેશ થાય છે.

સિંધિયાના સાત વફાદારોની ટિકિટ કાપવામાં આવી છે, તેઓ નવેમ્બર 2020ની પેટાચૂંટણી જીત્યા હતા. તેમાં શહેરી વિકાસ અને આવાસ મંત્રી ઓપીએસ ભદોરિયા (મહેગાંવ), મુન્ના લાલ ગોયલ (ગ્વાલિયર પૂર્વ), રક્ષા સનોરિયા (ભાંડેર) અને સુમિત્રા દેવી કાસડેકર (નેપાનગર)નો સમાવેશ થાય છે. ગોયલના સમર્થકોએ ગ્વાલિયરમાં સિંધિયાના જય વિલાસ પેલેસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિંધિયાએ ગુસ્સે ભરાયેલા લોકોને શાંત કરવા માટે બહાર આવીને જમીન પર બેસવું પડ્યું હતું.

ટિકિટની રેસમાં હારી ગયેલા અન્ય સિંધિયા વફાદારો મોટે ભાગે મૌન રહ્યા. તેમાંથી ગિરિરાજ દાંડોટિયા (ડિમ્ની), રણવીર જાટવ (ગોહાડ) અને જસવંત જાટવ (કરેરા) અગાઉની ચૂંટણીમાં તેમની બેઠકો હારી ગયા હતા.

રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના કેમ્પમાં પણ સિંધિયાના કેટલાક સમર્થકો, જેમણે ભાજપ છોડીને ફરી પાર્ટીમાં પાછા ફર્યા હતા, તેઓ ટિકિટ મેળવવામાં સફળ થયા છે. તેમાં બોધિ સિંહ ભગત (કટંગી, બાલાઘાટ), સમંદર પટેલ (જાવાદ, નીમચ), અને બૈજનાથ યાદવ (કોલારસ, શિવપુરી) નો સમાવેશ થાય છે.

બીજેપી હાઈકમાન્ડે સિંધિયાને વિધાનસભાની ચૂંટણી લડવાના પડકારથી બચાવ્યા છે. જ્યાં તેમના કેબિનેટ સાથીદારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં પ્રહલાદ પટેલ (નરસિંહપુર), નરેન્દ્ર સિંહ તોમર (ડિમ્ની) અને ફગ્ગન કુલસ્તે (નિવાસ)નો સમાવેશ થાય છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને પણ તેમના પુત્રના સ્થાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેના કારણે ઇન્દોર-3ના સીટિંગ ધારાસભ્ય આકાશને પડતો મુકવામાં આવ્યો છે.

સિંધિયાના એક વફાદારે કહ્યું કે સિંધિયાની ઈચ્છા પૂરી થઈ છે. તેઓ તેમના તમામ નજીકના સમર્થકોને ટિકિટ અપાવવામાં સફળ થયા હતા. કોઈ પણ મુખ્ય નેતાએ તેમનો કેમ્પ છોડ્યો નથી. તેઓ ચૂંટણીમાં ઉતરશે નહીં અને પોતાની રાજકીય કારકિર્દીને ખતરામાં મુકશે નહીં. તેમને મોદી અને અમિત શાહને પસંદ કરે છે, તેમની પાસે તેમના માટે મોટી યોજનાઓ છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે યાદી સંપૂર્ણપણે ઉમેદવારોની જીતની ક્ષમતા પર આધારિત હતી. અમે ઉંમર કે અન્ય કોઈ પરિબળ જોયા નથી. ગ્વાલિયર-ચંબલ પ્રદેશના એક કોંગ્રેસી નેતાએ કહ્યું કે સિંધિયા ખતરાની બહાર નથી. તેમના વફાદારોએ ચૂંટણી જીતવી પડશે અથવા તેમની રાજકીય કારકીર્દીમાં ઘટાડો થશે.

તેમની પ્રતિક્રિયામાં ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું કે કોંગ્રેસને ભાજપની વિચારધારાનો કોઈ ખ્યાલ નથી. તે રાજકારણને જૂથોના ચશમાથી જુએ છે. તેઓ (સિંધિયાના વફાદાર) બધા ભાજપના કાર્યકરો છે. સિંધિયા ભાજપના વરિષ્ઠ નેતા છે જેમણે પાર્ટીની મોટી જવાબદારી નિભાવી છે.

Web Title: Madhya pradesh assembly election 2023 jyotiraditya scindia loyalists across mp candidate lists ieart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×