Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઇને વિપક્ષી પાર્ટીઓ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનમાં કેટલાક મતભેદના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ તેની સાથે જ સીટોની વહેંચણીને લઈને મનોમંથન પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરૂલ હસન ચંદે મોટું નિવેદન આપ્યું છે. આ વખતે સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં 65 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે.
અખિલેશ યાદવનો સંકેત, કોંગ્રેસની બેચેની?
સપા પ્રવક્તા ફખરૂલ હસન ચંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સપા યૂપીની સૌથી મોટી પાર્ટી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 35 ટકા મત મળ્યા હતા. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 65 સીટો પર ચૂંટણી લડશે. બાકીની 15 બેઠકો અન્ય સાથી પક્ષો માટે છોડી દેવામાં આવશે. હવે મોટી વાત એ છે કે આ નિવેદન સપાના પ્રવક્તા દ્વારા ત્યારે આપવામાં આવ્યું જ્યારે તેમને સીટ શેરિંગ ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવ્યું. તેમના વતી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે સપા મહત્તમ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – તાલિબાનનો ઇલાજ ફક્ત બજરંગબલીની ગદા છે
મોટી વાત એ છે કે સપા પ્રવક્તાએ આ નિવેદન આપ્યું છે તે માત્ર અખિલેશ યાદવના કહેવાથી જ આપ્યું હશે. સપા દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને યોજાયેલી બેઠકમાં અખિલેશ યાદવે કહ્યું કે તેમણે રાજ્યની તમામ 80 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી કરવી જોઈએ. ગઠબંધન થશે તો 65 બેઠકો પર સમાજવાદી પાર્ટી લડશે. સપાના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણીની તૈયારી કરવી જોઈએ કારણ કે સપાની મદદ વિના રાજ્યમાં કોઈ ગઠબંધન સફળ થઈ શકે નહીં. પાર્ટીનું લક્ષ્ય રાજ્યની તમામ બેઠકો પર ભાજપને હરાવવાનું છે.
મધ્ય પ્રદેશ સાથે વિવાદનું શું કનેક્શન છે?
યુપીમાં કોંગ્રેસ ઉપરાંત આરએલડી, જેડીયુ, આરજેડી જેવા પક્ષોને પણ કેટલીક બેઠકો પર ટિકિટ આપવી પડશે. આ કારણે કોંગ્રેસ માટે મુશ્કેલીઓ શરૂ થઇ શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને સપા બંને આમને સામને હતા. સપાને આશા હતી કે કેટલીક બેઠકો કોંગ્રેસ પાર્ટી માટે છોડશે પરંતુ કોંગ્રેસને એક પણ સીટ આપવી યોગ્ય ન લાગી અને ત્યારથી જ ઘર્ષણનો સમય શરૂ થઈ ગયો.