scorecardresearch
Premium

I.N.D.I.A. Seat Sharing : ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણીમાં ઘણી ખેંચતાણ, કોંગ્રેસ ઇચ્છે છે લીડરનો રોલ, ક્ષેત્રીય દળોનું આવું છે વલણ

Lok Sabha Election 2024 : બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદ છે. પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કોંગ્રેસ અને સપા વચ્ચે મતભેદ ઓછા થઇ રહ્યા નથી

india block | lok sabha election 2024
ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઇને ઘણી મુશ્કેલી જોવા મળી રહી છે (ફાઇલ ફોટો)

I.N.D.I.A. Block : લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્કલૂસિવ એલાયન્સ (આઈ.એન.ડી.આઈ.એ.)ના ઘટક દળો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. જોકે પાર્ટીઓ વચ્ચેનો અંદરોઅંદરનો ટકરાવ અને રાજ્યોમાં વિરોધના કારણે આ સ્થિતિ ઘણી મુશ્કેલ બની રહી છે. બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદ છે. પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કોંગ્રેસ અને સપા વચ્ચે મતભેદ ઓછા થઇ રહ્યા નથી.

બિહારમાં ઓછું મહત્વ મળવા પર નારાજગી

તો બીજી તરફ બિહારમાં જેડીયુ અને આરજેડી વચ્ચે અંતર વધવાના સંકેત મળી રહ્યા છે. ત્યાં નીતિશ અને તેજસ્વી વચ્ચેના વણસતા સંબંધો વચ્ચે કોંગ્રેસ પોતાના માટે કેટલી બેઠકો ઇચ્છે છે તેના પર સહમત થવાની શક્યતા ઓછી છે. ત્યાં કોંગ્રેસને પોતાને ઓછું મહત્વ મળતું દેખાય છે. કોંગ્રેસ પોતાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં નેતૃત્વની ભૂમિકામાં જોવા માંગે છે. અન્ય રાજ્યોમાં પણ તે પોતાને ઓછી આંકતી નથી.

કેરળમાં સીપીએમ વિરુદ્ધ નિવેદનબાજી

દક્ષિણ તરફ ઝડપથી વિસ્તરી રહેલા ભાજપનો સામનો કરવા માટે ઇન્ડિયા ગઠબંધન કોઈ મજબૂત તાકાત પેદા કરી શકતું નથી. સૌથી મોટી સમસ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજ્ય એકમો વચ્ચેના મતભેદની છે. એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ઇન્ડિયા ગઠબંધનમાં એકતાની વાત કરે છે, જ્યારે પ્રદેશ નેતૃત્વની ભાવનાઓ તેનાથી સાવ અલગ દેખાય છે. કેરળમાં કોંગ્રેસનું રાજ્ય એકમ સતત સત્તાધારી સીપીએમ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને સીપીએમ બંને ગઠબંધનનો ભાગ છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : કેબિનેટ મંત્રીઓની સાથે રાજ્યસભાના સાંસદો પણ ચૂંટણી લડે તેમ ભાજપ ઇચ્છે છે

પંજાબ અને દિલ્હીમાં આપ વચ્ચે મતભેદ

પંજાબમાં કોંગ્રેસનું રાજ્ય એકમ સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કે બેઠકોની વહેંચણીના પક્ષમાં નથી, ત્યારે પાર્ટીનું હાઈકમાન્ડ બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તેવો આગ્રહ રાખી રહ્યું છે.

આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણી અંગેના તમામ નિર્ણયો સૂર્ય ઉત્તરાયણમાં આવતાની સાથે જ લેવામાં આવશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે યુપીના બલિયા જિલ્લાના બિસુકિયા ગામમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે સપા અન્ય પક્ષોના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેશે. સૂર્યને ઉત્તરાયણમાં આવવા દો. સૂર્યના ઉત્તરાયણમાં આવતાની સાથે જ તમામ નિર્ણયો લેવામાં આવશે. ખુદ સપા યુપીમાં બસપાને પોતાની સાથે લેવાની વિરુદ્ધ છે, જ્યારે રાહુલ ગાંધી સતત બસપાને ગઠબંધનમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.

કોંગ્રેસ યુપીમાં 15-20, મહારાષ્ટ્રમાં 16-20 બેઠકો, બિહારમાં 4-8 બેઠકો, પશ્ચિમ બંગાળમાં 6-10 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માંગે છે. આ સિવાય તે ઝારખંડની 7, પંજાબની 6, દિલ્હીની 3 સીટ, તમિલનાડુની 8 સીટ, કેરળની 16 સીટ અને જમ્મુ-કાશ્મીરની 2 સીટ પર ચૂંટણી લડવા માંગે છે. જોકે આ તમામ રાજ્યોના પ્રાદેશિક પક્ષો આ વાત સાથે સહમત નહીં થાય. આવી સ્થિતિમાં ટકરાવ વધશે.

Web Title: Lok sabha election 2024 india block seat sharing congress regional parties ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×