Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા ઇન્ડિયા ટુડે માટે સી વોટરે સર્વો કર્યો હતો. સી વોટરે પોતાના સર્વેમાં જનતાનો મૂડ જાણવાની કોશિશ કરી હતી. જેમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે લોકસભાની ચૂંટણી આજે થાય તો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને કેટલી સીટો મળશે? આ સવાલના જવાબમાં જનતાએ પોતાની રાય વ્યક્ત કરી હતી. સર્વેના જે પરિણામ સામે આવ્યા છે તે પ્રમાણે દેશમાં એક વાર ફરીથી એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. સર્વેથી જાણવા મળે છે કે એનડીએ 272નો જાદુઈ આંકડો પાર કરી જશે. જે રાજકીય દળ અને ગઠબંધનને સરકાર બનાવવા માટે જોઈએ.
NDA અને I.N.D.I.A માં કેટલી મળશે સીટો?
દેશમાં જો આજે ચૂંટણી થાય તો NDAને 306, I.N.D.I.A ને 193 અને અન્યને 44 સીટો મળશે. આ સી વોટર સર્વેના રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર જો આજે વોટ પડે તો એનડીએને 43, ઇન્ડિયા ગઠબંધનને 41 અને અન્યને 16 ટકા વોટ મળશે. એનડીએ માટે જાન્યુઆરી 2023માં મૂડ ઓફ ધ નેશન સર્વેની તુલનામાં આઠ સીટોનો સુધારો થયો છે. જોકે, હજી પણ 2019માં સામાન્ય ચૂંટણીમાં એનડીએ દ્વારા જીતી ગયેલી 357 સીટોથી ઓછી છે.
આ વચ્ચે વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનની અનુમાનિત સીટ હિસ્સેદારીમાં ભારે ઉછાળો આવ્યો છે. જાન્યુઆરીના સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ગઠબંધન 153 સીટો જીતશે. હવે ઓગસ્ટ મહિનાના સર્વે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને 193 સીટો મળતી દેખાઈ રહી છે. જ્યાં સુધી વોટ શેરનો સવાલ છે તો આજ ચૂંટણી થાય તો એનડીએને 43 ટકા વોટ મળશે જ્યારે ભારતને 41 ટકા વોટ મળશે.
પાર્ટીઓ ક્યાં ઊભી છે.
મૂડ ઓફ ધ નેશન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 287 સંસદીય સીટો જીતવાનું અનુમાન છે. જે સામાન્ય બહુમત 272થી 15 વધારે છે. કોંગ્રેસને 74 સીટો જીતવાનું અનુમાન છે.
ભારત જોડો યાત્રા બાદ શું રાહુલ ગાંધીની છબી સુધારો આવ્યો છે?
મૂડ ઓફ ધ નેશન સર્વે જનતાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જનતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની છાપમાં કેટલો ફેરફાર થયો છે. આ પ્રશ્નના જવાબમાં 44 ટકા લોકોએ કહ્યું કે રાહુલની છાપમાં સુધારો આવ્યો છે. જ્યારે 33 ટકા લોકો એવા હતા કે જેમણે કહ્યું કે રાહુલ ગાંધીની છાપ પહેલા જેવી જ છે જેમાં કોઇ ફેરફાર થયો નથી. આ વચ્ચે 13 ટકા લોકો એવા હતા જેમણે રાહુલની છાપને લઇને કહ્યું કે યાત્રા બાદ તે વધારે ખરાબ થઈ છે.