ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી 8 નવેમ્બરે 95 વર્ષના થઇ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના જન્મ દિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી અને અડવાણીનો સાથ ઘણો જૂનો છે. જ્યારે અડવાણી ભાજપના કદાવર નેતા હતા ત્યારે નરેન્દ્ર મોદી પ્રદેશ સ્તર પર જવાબદારી સંભાળતા હતા. જોકે જ્યારે અડવાણીએ રથયાત્રા કાઢી ત્યારે નરેન્દ્ર મોદી પણ રથયાત્રામાં સક્રિય ભૂમિકામાં હતા. અડવાણીની રથયાત્રા હિમાચલ પ્રદેશ પહોંચવાની હતી ત્યારે મોદીએ એક એવો સ્વાગત દ્વાર બનાવ્યો હતો કે જેની ઘણી ચર્ચા થઇ હતી.
મોહિન્દ્ર નાથ સોફતે આપી જાણકારી
હિમાચલ પ્રદેશના ભાજપના નેતા અને પૂર્વ મંત્રી મોહિન્દ્ર નાથ સોફતે Modistory.in ને જણાવ્યું કે અડવાણીજી ની રથયાત્રા હિમાચલ પહોંચવાની હતી. તેના થોડાક દિવસો પહેલા નરેન્દ્ર મોદી તૈયારીનું નિરીક્ષણ કરવા માટે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા અને સલાહ આપી હતી કે કશુંક એવું કરો કે તેને લઇને મીડિયા એક સમાચાર બનાવે. તેમણે કહ્યું કે શું તમે સ્થાનીક શાકભાજી, ફળનો ઉપયોગ કરીને એક સ્વાગત દ્વાર બનાવી શકો છો?
આ પણ વાંચો – પીએમ મોદીએ G-20નો લોગો અને વેબસાઇટ લોન્ચ કરી, કહ્યું- અમારો મંત્ર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર
પીએમ મોદીએ આપ્યો હતો યૂનિક આઈડિયા
મોહિન્દ્ર નાથ સોફતે જણાવ્યું કે પીએમ મોદીએ સલાહ આપી હતી કે સ્થાનીય શાકભાજી કે ફળો, સ્થાનીય પહેરવેશ કે કોઇ સ્થાનીય મહાપુરુષના નામ પર સ્વાગત દ્વાર બનાવવામાં આવે. બધાએ અલગ-અલગ વિકલ્પ આપ્યા હતા. એક વિચાર એ પણ હતો કે કેમ ના આપણે સોલનના પ્રસિદ્ધ ટામેટાનો પ્રયોગ કરીએ. સોલનના ટામેટા આખા દેશમાં પ્રસિદ્ધ છે. જ્યારે દેશમાં ટામેટાનું સંકટ આવે છે તો સોલનના ટામેટા દેશની માંગ પુરી કરે છે.
પૂર્વ મંત્રીએ જણાવ્યું કે અમે મોદીજીના બતાવ્યા પ્રમાણે સોલનના ટામેટાથી એક સુંદર સ્વાગત દ્વાર બનાવ્યો હતો. રથયાત્રા ત્યાંથી પસાર થઇ ગઇ. જ્યારે બીજા દિવસે અખબારોમાં અડવાણીજીની રથયાત્રાને લઇને સમાચાર છપાયા તો બધા મોટા મીડિયા સંસ્થાઓએ ટામેટાના દ્વારનો પણ ઉલ્લેખ કર્યો હતો. ફ્રન્ટ પેજ પર સ્વાગત દ્વારની તસવીર છપાઇ હતી.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલા સંગઠનની જવાબદારી સંભાળતા હતા. હિમાચલ પ્રદેશમાં પણ મોદી પ્રભારી તરીકે કાર્ય કરી ચુક્યા હતા.