scorecardresearch
Premium

કર્ણાટક કોંગ્રેસમાં હજુ પણ બધુ બરાબર નથી! મંત્રીઓ અને ડીકે શિવકુમારના ભાઈ વચ્ચે સત્તાની વહેંચણી પર ફરી ઝઘડો થયો

Karnataka Congress : આ દરમિયાન ડીકે સુરેશે કોંગ્રેસને દબાણમાં લેવા માટે નવી રણનીતિ બનાવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી

Karnataka Congres, Karnataka ,Congress
બુધવારે રાહુલ ગાંધી સાથે થનારી કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પહેલા પાર્ટી ફરી ગેરસમજોનો શિકાર બનતી દેખાઈ રહી છે (ફાઇલ ફોટો)

Akram M : બુધવારે રાહુલ ગાંધી સાથે થનારી કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પહેલા પાર્ટી ફરી ગેરસમજોનો શિકાર બનતી દેખાઈ રહી છે. આ ગેરસમજનું કારણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્યકાળનો સમયગાળો બતાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિદ્ધારમૈયાના અનેક મંત્રીઓએ દાવો કર્યો છે કે તેઓ પૂરા પાંચ વર્ષ સુધી સરકારનું નેતૃત્વ સંભાળશે. આ વાત રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ ડીકે સુરેશને પસંદ આવી નથી. ડીકે સુરેશ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને જે મંત્રીઓનું સમર્થન મળ્યું છે તેમાં ઉદ્યોગ મંત્રી એમબી પાટીલ, સમાજ કલ્યાણ મંત્રી એચસી મહાદેવપ્પા અને જાહેર બાંધકામ મંત્રી સતીશ ઝારકીહોલી સામેલ છે. આ તમામ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ખાસ માનવામાં આવે છે. એમબી પાટીલે તાજેતરમાં કહ્યું હતું કે એઆઈસીસીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સિદ્ધારમૈયા પૂરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. આ વાત ડીકે સુરેશને પસંદ ના આવી અને તેમણે વળતો જવાબ આપ્યો કે હું એમબી પાટીલને જવાબ આપી શકું છું. પણ તેમને કહો કે તે જરૂરી નથી.

તેમણે કહ્યું કે મને સમજાતું નથી કે તે આવી ટિપ્પણીઓ શા માટે કરી રહ્યા છે. તે એક પરિપક્વ નેતા છે. તેઓ હવે એક વરિષ્ઠ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. મને લાગે છે કે તેમને મંત્રી તરીકે કામ કરવા કરતાં અન્ય મુદ્દાઓમાં વધુ રસ છે. તેથી આવી વાતો કહેતો હશે. હું શું કહું?

આ પણ વાંચો – ગીતા પ્રેસને એવોર્ડ આપવા પર જયરામ રમેશનું વિવાદિત ટ્વિટ, કોંગ્રેસ નેતા પણ નારાજ

એવા પણ અહેવાલો છે કે કર્ણાટક વિધાનસભામાં તાજેતરમાં કેબિનેટની બેઠક બાદ બંને નેતાઓ વચ્ચે ચર્ચા પણ થઈ છે. પાટીલ ઉપરાંત મહાદેવપ્પાએ રવિવારે મૈસુરુમાં મીડિયાને જણાવ્યું હતું કે સિદ્ધારમૈયા સીએમ પદે ચાલુ રહેશે. તેઓ સીએમ છે. તેઓ સીએમ બન્યા રહેશે. સતીશ ઝારકીહોલીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું કે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે અને કોઈએ એવું કહ્યું નથી કે તેઓ માત્ર અડધા સમય માટે જ સીએમ રહેશે.

આ દરમિયાન ડીકે સુરેશે કોંગ્રેસને દબાણમાં લેવા માટે નવી રણનીતિ બનાવી છે. શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. મેં ચૂંટણી લડવાનો કોઈ નિર્ણય લીધો નથી. મેં પાર્ટીના કાર્યકરો અને નેતાઓને આ વિશે પૂછ્યું છે. જો સારો ઉમેદવાર હશે તો હું તેને ટેકો આપવા માટે તૈયાર છું.

આ દરમિયાન ડીકે સુરેશે એમ પણ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી રાજકારણ કરી રહ્યા છે અને હવે ઇચ્છે છે કે અન્ય નેતાઓને તક આપવામાં આવે. રવિવારે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતાના નિર્ણય વિશે પાર્ટીને જાણકારી આપી છે. તો તેમણે કહ્યું કે જો હું મારા મતદાતાઓને આ વિશે જાણ કરું છું તો તે પૂરતું છે. હું શા પાર્ટી નેતાઓના ધ્યાનમાં કેમ લાવું? જો હું એપ્લાય કરીશ તો પાર્ટીના નેતાઓ મને ટિકિટ આપશે. જો હું નહીં કરું તો તેઓ કોઈ બીજાને શોધી કાઢશે.

તાજેતરના વિવાદનો અર્થ શું છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીકે સુરેશનું આ નિવેદન અને કોંગ્રેસના વરિષ્ઠ મંત્રીઓ સાથેના તેમના તાજેતરના વિવાદથી તેમના ભાઈ ડીકે શિવકુમારના સીએમ પદના દાવાને આગળ વધારે છે. કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારની સત્તાની વહેંચણીની વાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી ન બનાવવાના વિરોધમાં ડીકે સુરેશનું રાજકારણને અલવિદા કહેવાનું નિવેદન આપવામાં આવ્યું છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના પાંચ દિવસ પછી કોંગ્રેસ સિદ્ધારમૈયાને સીએમ જાહેર કર્યા હતા. કોંગ્રેસના સિનીયર નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રાજ્યમાં ફક્ત કર્ણાટકના લોકો સાથે પાવર શેરિંગ કરવામાં આવશે. ડીકે સુરેશના મામલા પર જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે કોંગ્રેસ પાર્ટીના વર્કિંગ પ્રેસિડેન્ટ સલીમ અહમદને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે તે રાજ્યમાં અમારા એકમાત્ર સાંસદ છે. તે પાર્ટીના મહત્વપૂર્ણ નેતા છે. કોંગ્રેસ અવશ્ય ઇચ્છશે કે તે ચૂંટણી લડે.

Web Title: Karnataka congress siddaramaiah camp and shivakumar brother dk suresh fight

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×