scorecardresearch
Premium

જોશીમઠ ની જમીન કેમ ધસી રહી છે? તપાસ એજન્સીઓના રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

Joshimath Landslide : જોશીમઠની કુલ વસ્તી લગભગ 16,700 હતી અને તેની ગીચતા 1,454 પ્રતિ ચોરસ કિલોમીટર હતી. જે હવે વધીને 25 હજાર થઈ ગઈ છે. એટલે કે, વસ્તી વધી, પરંતુ જગ્યા વધી નથી, જેના કારણે પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Land and houses Cracks
જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે ઘરોમાં તિરાડો પડી. (ફોટો-ઇન્ડિયન એક્સપ્રેસ).

ગયા વર્ષે જોશીમઠ સહિત ઉત્તરાખંડના કેટલાક શહેરોમાં જમીન ધસી પડવાની અને મકાનો ધરાશાયી થવાની ઘણી ઘટનાઓ બની હતી. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હતા. જેના કારણે લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. સરકારે આ મામલાની તપાસની જવાબદારી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એનડીઆરએફ, સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જીઓલોજિકલ સર્વે સહિત અનેક એજન્સીઓને સોંપી હતી.

અનેક જગ્યાએ નો ન્યૂ કન્સ્ટ્રક્શન ઝોન જાહેર કરવાની માંગ

NDRF એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એવું શહેર છે જ્યાં ઓછી જગ્યામાં વધુ લોકો વસે છે. ત્યાંની માટી પણ ઢીલી છે. આ કારણે ત્યાં વધુ ઘસારો જોવા મળે છે. જોશીમઠને નો ન્યુ કન્સ્ટ્રક્શન ઝોન એટલે કે નવું બાંધકામ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે.

પ્રતિ ચોરસ કિલોમીટર લોકોની સંખ્યા વધવાને કારણે જોખમો વધ્યા

હકીકતમાં, 2011 માં છેલ્લી વસ્તી ગણતરી સમયે, જોશીમઠની કુલ વસ્તી લગભગ 16,700 હતી અને તેની ગીચતા 1,454 પ્રતિ ચોરસ કિલોમીટર હતી. જે હવે વધીને 25 હજાર થઈ ગઈ છે. એટલે કે, વસ્તી વધી, પરંતુ જગ્યા વધી નથી, જેના કારણે પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યાંની જમીન તેમને ટેકો આપવા સક્ષમ નથી.

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પણ પોતાના રિપોર્ટમાં આવી જ સમસ્યાઓ દર્શાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જ્યાં ગીચ વસ્તી અને મોટી ઇમારતો છે, ત્યાં આવા જોખમો વધુ છે.

બીજી તરફ સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પણ રિપોર્ટ સોંપ્યો છે. 180 પાનાના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરાખંડમાં તમામ પ્રકારના બાંધકામની તપાસ થવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પર્વતીય શહેરોના ઘણા શહેરોમાં આ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. કુલ 2364 મકાનોની તપાસ કર્યા બાદ રિપોર્ટમાં જણાવાયું છે કે, જોશીમઠમાં 20 ટકા મકાનો બિનઉપયોગી છે. માત્ર 37 ટકા મકાનો જ રહેવા યોગ્ય છે. એક ટકા મકાનો તોડી પાડવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય 42 ટકા ઘરોમાં વધુ તપાસની જરૂર છે.

Web Title: Joshimath land collapsing why is shocking revelations report of investigating agencies jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×