જમ્મુ કાશ્મીરા ડીજી જેલ હેમંત કે લોહિયાની તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમના શરીર ઉપર ઈજાના પણ નિશાન મળી આવ્યા છે. પોલીસને શક છે કે તેમના નોકરે તેમની હત્યા કરી હશે. નોકર જમ્મુ-કાશ્મીરના રામબનનો રહેનારો છે.
ઘરમાંથી મળી શંકાસ્પદ પરિસ્થિતિમાં લોહિયાની લાશ
પોલીસના જણાવ્યા પ્રમાણે લોહિયાની લાશ તેમના ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા થઈ છે. પોલીસને તેમના નોકર યાસિર ઉપર હત્યાની શંકા છે. ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે નોકરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે અત્યારે ફરાર છે.
લોહિયા 1992 બેચના આઈપીએસ અધિકારી હતા
દિલબાગ સિંહે જણાવ્યું કે આરોપીએ હેમંત કે લોહિયાની લાશને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. લોહિયાને ઓગસ્ટમાં જ જમ્મુ કાશ્મીરમાં મહાનિર્દેશક જેલનું પ્રમોશન મળ્યું હતું. જમ્મુના એડિશનલ પોલીસ મહાનિદેશક, મુકેશ સિંહે લોહિયાના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે લોહિયાના શરીર પર સળગવાના નિશાન અને તેમનું ગળું કપાયેલું હતું. લોહિયા 1992 બેચના આઈપીએસ અધિકારી હતા.
આ પણ વાંચોઃ- ભારતીય વાયુસેનાને મળ્યું ‘લાઇફ કોમ્બેટ હોલિકોપ્ટર’, દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે – જાણો તેની વિશેષતાઓ
હત્યા કરવા માટે કેચઅપની બોટલનો થયો હતો ઉપયોગ
પોલીસ પ્રમાણે ઘટના સ્થળની પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું હતું કે પહેલા લોહિયાની હત્યા કરવામાં આવી હતી. તેમનું ગળું કાપવા માટે કેચઅપની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. લોહિયાના ઘરની બહાર હાજર ગાર્ડે જ્યારે તેમના રૂમમાં આગ લાગેલી જોઈ તો તેમણે ગેટ તોડીને અંદર આવ્યો હતો. રૂમ અંદરથી બંધ હતો.
આ પણ વાંચોઃ- ગરબા રમી રહેલા 35 વર્ષના યુવકનું મૃત્યુ, આધાતથી પિતાનું પણ કરુણ મોત
ઘટના બાદ નોકર ફરાર
ADGPના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આ મર્ડર લાગી રહ્યું છે. નોકર ફરાર છે. જેની શોધ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે લોહિયાના મોત ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું.