scorecardresearch
Premium

Cloud Burst In Kathua: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું, મૃત્યુઆંક વધીને 7 થયો, ઘણા લોકો ઘાયલ

Cloud Burst In Kathua Jammu kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં ચાર લોકોના મોત થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Kathua Cloud burst | Cloud burst news in Kathua | jammu kashmir Cloud burst news
Kathua Cloud Burst News : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું છે. (Photo: Social Media)

Cloud Burst In Kathua Jammu kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાના સમાચાર છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુઆંક વધીને 7 થયો છે. ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દબાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું હતું, તે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટ્યું છે, અનેક મકાનોને નુકસાન થયું છે, જમ્મુ પઠાણકોટ નેશનલ હાઇવે પર પણ કાટમાળ પહોંચી ગયો છે તે ચિંતાનો વિષય છે. આજ તકના રિપોર્ટ મુજબ કઠુઆના રાજબાગ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, લોકોમાં ભયનો માહોલ છે.

દિલવાન હુતલી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી, પરંતુ ખાસ નુકસાન થયું નથી. હવે આ સમયે સમગ્ર જમ્મુ-કાશ્મીરને હવામાનનો માર પડી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ ચાલુ છે, ધારાલીમાં વાદળ ફાટવાના કારણે ઘણા લોકોના મોત થયા છે, ઘણા લોકો લાપતા હોવાના પણ અહેવાલ છે. હવે અહીં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાદળ ફાટવાથી શું થાય છે, વાદળ ફાટવાની ઘટનાઓ કેમ થાય છે.

વાદળ કેવી રીતે ફાટે છે?

વાદળ ફાટવું એ ભારે વરસાદની ઘટના છે. જો કે અતિભારે વરસાદની તમામ ઘટનાઓ વાદળ ફાટવા જેવી નથી હોતી. વાદળ ફાટવાની એક ખૂબ જ વિશિષ્ટ વ્યાખ્યા છે: લગભગ 10 કિ.મી.x 10 કિ.મી.ના વિસ્તારમાં એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદને વાદળ ફાટવાની ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ વ્યાખ્યા મુજબ, આ જ વિસ્તારમાં અડધા કલાકના સમયગાળામાં 5 સે.મી.ના વરસાદને પણ વાદળ ફાટવા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

વાદળ ફાટવાની ઘટના દરમિયાન, એક સ્થળ પર એક કલાકની અંદર વાર્ષિક વરસાદના લગભગ 10% વરસાદ પડે છે. ભારતમાં સરેરાશ કોઇ પણ જગ્યાએ એક વર્ષમાં લગભગ 116 સેમી વરસાદ પડવાની આશા રાખી શકાય છે.

ખાસ કરીને ચોમાસાના મહિનાઓમાં વાદળ ફાટવાની ઘટના અસામાન્ય નથી. આ ઘટનાઓ મોટે ભાગે હિમાલયના રાજ્યોમાં બને છે જ્યાં સ્થાનિક ભૂગોળ, પવન પ્રણાલીઓ અને નીચલા અને ઉપલા વાતાવરણ વચ્ચેના તાપમાનના ઢાળ આવી ઘટનાઓમાં ફાળો આપે છે. જો કે, દરેક ઘટના કે જેને ક્લાઉડબર્સ્ટ કહેવામાં આવે છે તે ખરેખર વ્યાખ્યા દ્વારા વાદળ ફાટવાની ઘટના નથી. આવું એટલા માટે છે કારણ કે આ ઘટનાઓ એકદમ સ્થાનિક હોય છે. આ ખૂબ જ નાના વિસ્તારોમાં થાય છે જ્યાં ઘણીવાર વરસાદ માપવાના ઉપકરણો હોતા નથી.

ભારતીય હવામાન વિભાગ અગાઉથી જ વરસાદની ઘટનાઓની આગાહી કરે છે, પરંતુ તે વરસાદની માત્રાની આગાહી કરતું નથી – હકીકતમાં, કોઈ હવામાન એજન્સી આવું કરતી નથી. આગાહીઓ હળવા, ભારે અથવા અતિ ભારે વરસાદની હોઈ શકે છે, પરંતુ હવામાનશાસ્ત્રીઓ પાસે કોઈ પણ સ્થળે કેટલો વરસાદ પડવાની સંભાવના છે તેની આગાહી કરવાની ક્ષમતા નથી.

Web Title: Jammu kashmir cloud burst in kathua four death and several injured as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×