scorecardresearch
Premium

ISRO space station : અવકાશમાં સુપર પાવર બનશે ભારત, 2030 સુધી સ્પેસ સ્ટેશન લોન્ચ કરશે ઈસરો

ISRO space station, India super power :અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજો દેશ થશે જે સ્પેસ સ્ટેશન બનાવશે. ભારતના સ્પેસ સ્ટેશન અમેરિકા અને ચીનના સ્પેસ સ્ટેશનની તુલનાએ ખુબ જ ખાસ રહેશે.

ISRO space station | ISRO News | Google news | Gujarati news
ઈસરો સ્ટેસ સ્ટેશન – photo – ISRO

ISRO space station: ચંદ્રયાન 3ની સપળતા બાદ ઈસરોએ પોતાના નવા મિશન પર કામ કરવાનું શરુ કરી દીધું છે. ઈસરો ટૂંક સમયમાં અંતરિક્ષમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યો છે. ઈસરો ખુદના સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજો દેશ થશે જે સ્પેસ સ્ટેશન બનાવશે. ભારતના સ્પેસ સ્ટેશન અમેરિકા અને ચીનના સ્પેસ સ્ટેશનની તુલનાએ ખુબ જ ખાસ રહેશે.

સ્પેસ સ્ટેશન શું હોય છે?

સ્પેસ સ્ટેશન એક ઉપકરણ હોય છે જેનાથી અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશન અંતરિક્ષથી પૃથ્વી પર સતત નજર રાખી શકાય છે. અંતરિક્ષમાં જનારા યાત્રી સ્પેસ સ્ટેશન પર રહીને અલગ અલગ પ્રકારના રિસર્ચ કરે છે. સ્પેસ સ્ટેશ ધરતીના આર્બિટમાં ચક્કર લગાવતા રહે છે. એક એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષમાં સામાન્ય રીતે છ મહિના રહે છે. સ્પેસ સ્ટેશન પર એક સમયમાં 6થી 7 એસ્ટ્રોનોટ્સ રહે છે. તેમના પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સના બીજા દળો મોકલવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને 15 દેશો સાથે મળીને બનાવ્યું હતું.

કેવું હશે ભારતનું સ્ટેસ સ્ટેશન?

ઇસરોએ જણાવ્યું હતું કે સ્પેટ સ્ટેશન 20 ટનનું હશે. જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું વજન 450 ટનથી વધારે છે. જ્યારે ચીની સ્પેસ સ્ટેશનનું વજન 80 ટનનું છે. ઇસરોએ જણાવ્યું કે ભારતીય સ્પેસ સ્ટેશનમાં એક સાથે 4-5 એસ્ટ્રોનોટ્સ રહી શકશે. ભારતીય સ્પેસ સ્ટેશનને પૃથ્વીની બહાર નીચલી ઓર્બિટમાં રખાશે. આ અર્બિટને એલઈઓ કહેવાય છે. જે આશરે 400 કિલોમીટર દૂર સ્થિત રહેશે.

આ પણ વાંચોઃ- આદિત્ય એલ-1 અત્યારે ક્યાં છે, લેગ્રેન્જ પોઈન્ટ પર ગ્રહણ કેમ નથી થતું? જાણો બધું

વર્ષ 2019માં ઈસરોના તત્કાલીન પ્રમુખ કે. સિવને મીડિયાને જણાવ્યું હતું કે ઈસરો ગગનયાન મિશન બાદ 2030 સુધી પોતાનું સ્પેસ સેન્ટર લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે ગગનયાન મિશન આ પહેલા ચરણના રૂપમાં જોઈ રહ્યા છે. ઈસરો આગામી વર્ષે પોતાનું પહેલું માનવ રહિત ગગનયાન મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગગનયાનને પૃથ્વીના લોઅર ઓર્બિટમાં મોકલવામાં આવશે. ત્યાં ઈસરો પોતાનું સ્પેસ સેન્ટર સ્થાપિત કરશે. જોકે, ભારત સરકારે ઇસરોની આ પરિયોજના માટે ફંડ રજૂ કર્યું છે.

આ પણ વાંચોઃ- Aditya L1 Solar Mission ISRO : આદિત્ય એલ1 સૂર્યની નજીક પહોંચ્યું, ત્રીજુ અર્થ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ : ઈસરો

જી 20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને મીડિાય સાથે વાત કરતા કહ્યું કે ભારત અને અમેરિકા અંતરિક્ષમાં ભાગીદારી કરશે સ્પેસ મિશનમાં એક બીજાની પરસ્પર મદદ કરશે. ઈસરોએ જણાવ્યું કે અમેરિકી સ્પેસ એજન્સી નાસા ભારતીય એસ્ટ્રોનોટ્સને પ્રશિક્ષણમાં જનારા એસ્ટ્રોનોટ્સને પણ હ્યુસ્ટનમાં સ્થિત જોનસન સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

Web Title: Isro space station india super power nasa chandrayaan 2 aditya l1 latest updates ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×