scorecardresearch
Premium

ઈસરોના વૈજ્ઞાનિક કે વલરામથીનું નિધન, ચંદ્રયાન-3 લોન્ચની અંતિમ કાઉન્ટડાઉનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

isro scientist K Valarmathi passes away : ISRO ના વૈજ્ઞાનિક કે વલરામથીનું શનિવારે સાંજે ચેન્નાઈમાં હાર્ટ એટેકથી અવસાન થયું, ડૉ. પી.વી. વેંકિતક્રિષ્નન, ISROના ભૂતપૂર્વ મટિરિયલ ડિરેક્ટર અને રોકેટ મેન્યુફેક્ચરિંગ નિષ્ણાત, X પરની તેમની પોસ્ટમાં લખ્યું છે કે, “શ્રીહરિકોટાથી ISROના ભાવિ મિશનના કાઉન્ટડાઉનમાં વલરામથી મેડમનો અવાજ નહીં હોય.

isro scientist K Valarmathi passes away
ISRO ના વૈજ્ઞાનિક કે વલરામથીનું નિધન

isro scientist K Valarmathi passes away : રિમોટ સેન્સિંગ RISAT-1 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ISRO ના વૈજ્ઞાનિક કે વલરામથીનું શનિવારે સાંજે ચેન્નાઈમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેણીએ રાષ્ટ્રીય અવકાશ એજન્સીના રોકેટ કાઉન્ટડાઉનને લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 14 જુલાઈના રોજ, ચંદ્રયાન-3 નું અંતિમ કાઉન્ટડાઉન તેમની હાજરીમાં થયું હતું. વૈજ્ઞાનિક કે. વલારામથી તમિલનાડુના અરિયાલુરના રહેવાસી હતા.

ડૉ. પી.વી. વેંકિતક્રિષ્નન, ISROના ભૂતપૂર્વ મટિરિયલ ડિરેક્ટર અને રોકેટ મેન્યુફેક્ચરિંગ નિષ્ણાત, X પરની તેમની પોસ્ટમાં લખ્યું છે કે, “શ્રીહરિકોટાથી ISROના ભાવિ મિશનના કાઉન્ટડાઉનમાં કે વલરામથી મેડમનો અવાજ નહીં હોય. ચંદ્રયાન 3 તેની અંતિમ કાઉન્ટડાઉન જાહેરાત હતી.

આ પણ વાંચોChandrayaan 3 : “ચંદામામા”ના ખોળામાં સુઈ ગયું પ્રજ્ઞાન! કેમ સ્લીપ મોડ કરવામાં આવ્યું એક્ટિવેટ, શું છે મતલબ? જો નહીં જાગે તો શું થશે?

ભારતનું ચંદ્રયાન 3 મિશન સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે. ઈતિહાસ રચતી વખતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, આ સિવાય પ્રજ્ઞાન રોવરે પણ ઘણી મહત્વની માહિતી એકત્રિત કરવાનું કામ કર્યું હતું. પણ હવે પ્રજ્ઞાન ઊંઘી રહ્યો છે, તેણે પોતાનું મિશન પૂરું કરી લીધું છે. તેણે જે માહિતી આપવાની હતી તે પૃથ્વી પર પહોંચી ગઈ છે. ખુદ ઈસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાત શેર કરી છે.

Web Title: Isro scientist n valarmathi passes away chandrayaan 3 mission played key role km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×