scorecardresearch
Premium

ગગનયાન મિશન ને લઈ મોટું અપડેટ, ઈસરોને મળી મોટી સફળતા, આ ટેસ્ટ સફળ રહ્યો

ઈસરો ગગનયાન મિશનમાં CE20 ક્રાયોજેનિક એન્જિન ટેસ્ટ સફળ રહ્યો છે. તેને સુરક્ષા પ્રમાણપત્ર મળ્યું, ISRO નો ઉદ્દેશ્ય ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો છે

ISRO Gaganyaan mission
ઈસરો ગગનયાન મિશનનો એક ટેસ્ટ સફળ

ISRO Gaganyaan Mission : ઈસરો એ ‘મિશન ગગનયાન’ તરફ આગળ વધતી વખતે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય હાંસલ કર્યું છે. આ સિદ્ધિ CE20 ક્રાયોજેનિક એન્જિન સાથે સંબંધિત છે. તે LVM3 લોન્ચ વ્હીકલનો મહત્વનો ભાગ છે. ISRO એ માહિતી આપી છે કે, ISRO નું CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે માનવ-રેટેડ છે. અર્થ – CE20 ક્રાયોજેનિક એન્જિનને સુરક્ષા પ્રમાણપત્ર મળ્યું છે.

ISRO નો ઉદ્દેશ્ય ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો

LVM3 લોન્ચ વ્હીકલ ખાસ કરીને ISRO ના ગગનયાન કાર્યક્રમ સાથે સંબંધિત મિશન હાથ ધરવા માટે બનાવવામાં આવ્યું છે. ISRO નો ઉદ્દેશ્ય ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો છે.

ગગનયાન મિશન – CE20 એન્જિન લાયકાત ટેસ્ટ સફળ

CE20 એન્જિનના ગ્રાઉન્ડ ક્વોલિફિકેશન ટેસ્ટનો અંતિમ રાઉન્ડ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયો હતો. જે અંતર્ગત આ ક્રાયોજેનિક એન્જિનની માનવ રેટિંગ પ્રક્રિયાને સફળ ગણવામાં આવી છે. ઈસરોએ આજે ​​આની જાહેરાત કરી છે. એન્જિન યોગ્ય રીતે કામ કરશે કે નહીં, એન્જિનની સલામતી શું છે અને તે સંપૂર્ણપણે તૈયાર છે કે નહીં તે તપાસવા માટે આ ગ્રાઉન્ડ ક્વોલિફિકેશન ટેસ્ટ જરૂરી હોય છે. તે પ્રમાણિત કરવું પણ જરૂરી હોય છે કે, તે સચોટ સલામતી અને વિશ્વસનીયતાના મુદ્દાઓને પૂર્ણ કરે છે કે નહીં.

ગગનયાન મિશન – સાત પરીક્ષણ બાદ સલામત માનવામાં આવ્યું

આ પરીક્ષણ 7 પગલાઓમાંથી પસાર થયું હતુ, જે પછી CE20 એન્જિનને સલામત માનવામાં આવ્યું છે. વેક્યૂમ ઇગ્નીશન ટેસ્ટની શ્રેણીમાં છેલ્લી ટેસ્ટ, એ સાતમી ટેસ્ટ હતી. વેક્યૂમ ઇગ્નીશન ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે, તે LVM3 લોન્ચ વ્હીકલ ક્યારે ઉપડશે તેની સાથે સીધો સંબંધીત છે.

આ પણ વાંચો – એફિલ ટાવરથી પણ ઉંચો, બ્લાસ્ટ પ્રૂફ અને ભૂકંપ પ્રતિરોધક…, જાણો ચિનાબ રેલ બ્રિજની વિશેષતા

આ સાથે, ISRO એ પ્રથમ માનવરહિત ગગનયાન (G1) મિશન માટે નિયુક્ત LVM3 પ્રક્ષેપણ વાહનને પણ સ્વીકાર્યું છે. ઈસરોની આ સિદ્ધિઓ ભારતના ‘ગગનયાન મિશન’ સાથે જોડાયેલી છે.

Web Title: Isro gaganyaan mission ce20 cryogenic engine test success human rated lvm3 km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×