scorecardresearch
Premium

Chandrayaan-3 : ચંદ્રયાન 3 માટે લોન્ચપેડ બનાવનાર કર્મચારીઓ ઇડલી વેચવા મજબૂર, 18 મહિનાથી પગાર નથી મળ્યો

Chandrayaan 3 Launchpad HEC Employees : ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક ચંદ્ર લેન્ડિંગ કરવાનીને ભારતે ઇતિહાસ રચ્યો છે જો કે ચંદ્રયાન 3 માટે લોન્ચપેડ બનાવનાર કંપનીના કર્મચારીઓને 18 મહિનાથી પગાર ન મળતા ઇડલી વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે

Chandrayaan 3 | Chandrayaan 3 ISRO | ISRO | Chandrayaan 3 Launch | Chandrayaan 3 Landing | Chandrayaan 3 landing on the moon | Chandrayaan 3 ISRO Moon Mission
ઈસરો દ્વારા ચંદ્રયાન-3નું લોન્ચિંગ. (Photo: @isro)

ISRO Chandrayaan 3 Launchpad HEC Employees : ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો. પરંતુ ચંદ્રયાન-3 માટે લોન્ચિંગ પેડ બનાવી રહેલા કર્મચારીઓ છેલ્લા 18 મહિનાથી તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. જ્યારે 18 મહિના વીતી ગયા અને તેમને પગાર મળ્યો નથી, ત્યારે ઘણા કર્મચારીઓ નાસ્તો વેચીને ગુજરાન કરવા મજબૂર છે.

બીબીસીના એક અહેવાલ મુજબ, ચંદ્રયાન 3 માટે લોન્ચિંગ પેડ, ફોલ્ડિંગ પ્લેટફોર્મ અને સ્લાઇડિંગ ડોર બનાવતા કામદારો આજે સ્ટ્રીટ ફૂડ વેચવા માટે મજબૂર છે. કારણ કે તેને 18 મહિનાથી પગાર મળ્યો નથી. તમને જણાવી દઈએ કે રાંચી સ્થિત હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડના 2800 કર્મચારીઓને છેલ્લા 18 મહિનાથી પગાર મળ્યો નથી.

ચંદ્રયાન-3ની માટે HEC એ જ લોન્ચપેડ બનાવ્યું હતું. હાલમાં HEC જ ઈસરો માટે બીજું લોન્ચપેડ બનાવી રહ્યું છે. HEC એ સરકારી માલિકીનું જાહેર ક્ષેત્રનું સાહસ છે. HECના ટેકનિશિયન દીપક કુમાર છેલ્લા કેટલાક દિવસોથી ઈડલી વેચી રહ્યા છે.

દીપક કુમારે દેવાદાર બન્યા, હવે ઇડલી વેચવા મજબૂર

બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું કે પહેલા મેં ક્રેડિટ કાર્ડથી મારા ઘરનું ગુજરાન ચલાવ્યું અને પછી મારા પર 2 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. ત્યારબાદ મને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો. પછી સગાસંબંધીઓ પાસેથી પૈસા લઈને ઘર ચલાવવાનું શરૂ કર્યું. અત્યાર સુધી મેં 4 લાખ રૂપિયાની લોન લીધી છે અને હું કોઈને પૈસા પરત કરી શક્યો નથી. ત્યારપછી તેણે તેની પત્નીના દાગીના ગીરવે મુકીને પોતાનું ઘર ખર્ચ ચલાવ્યું છે.

દીપકે વધુમાં જણાવ્યું કે, જ્યારે મને લાગ્યું કે હું ભૂખે મરી જઈશ ત્યારે મેં ઈડલીની દુકાન ખોલી. મારી પત્ની સારી ઈડલી બનાવે છે, તેથી હું દરરોજ ₹400 ની ઈડલી વેચું છું, ક્યારેક ₹100 નો નફો થઇ જાય છે અને એનાથી ઘર ચલાવું છું. દીપકે એમ પણ જણાવ્યું કે હું 2012 સુધી એક પ્રાઈવેટ કંપનીમાં ₹25000 પ્રતિ મહિને કામ કરતો હતો પણ પછી હેવી એન્જિનિયરિંગ લિમિટેડમાં એમ કહીને જોડાઈ ગયો કે આ એક સરકારી કંપની છે, ભવિષ્ય ઉજ્જવળ હશે પણ હવે બધું ધૂંધળું છે.

બીબીસીના રિપોર્ટ મુજબ દીપકનું કહેવું છે કે તેને બે પુત્રીઓ છે અને છેલ્લા એક વર્ષથી તે શાળાની ફી ચૂકવી શક્યો નથી. વર્ગમાં શિક્ષકો પણ કહે છે કે HECવાશા માતાપિતાના બાળકો કોણ છે, મારી દીકરીઓ રડતી રડતી ઘરે આવે છે.

આ પણ વાંચો | Chandrayaan 3 : શું પૃથ્વીને કારણે ચંદ્ર પર પાણી બને છે? ચંદ્રયાન 1 ના ડેટાથી મોટો ખુલાસો

બીબીસીના રિપોર્ટ અનુસાર, માત્ર દીપક જ નહીં પરંતુ કંપની સાથે જોડાયેલા અન્ય ઘણા કર્મચારીઓ પણ નાસ્તો વેચીને ઘર ચલાવવા મજબૂર છે. મધુર કુમાર નામનો કર્મચારી મોમોઝ વેચી રહ્યો છે જ્યારે પ્રસન્ના ભોઈ ચા વેચી રહ્યો છે. મિથિલેશ કુમાર ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા છે.

Web Title: Isro chandrayaan 3 launchpad hec workers selling idli no salary 18 months as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×