scorecardresearch
Premium

Chandrayaan 3 Launch LIVE: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ, સફળ મિશન મુન માટે નિર્ણાયક રહી 15 મિનિટ

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ઇસરો દ્વારા ચંદ્રયાન 3 મિશન મુન લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ થયાના 286 સેન્કડમાં ચંદ્રયાને 400 કિમી જેટલુ અંતર કાપ્યું. ચંદ્રયાન 3ની સફળતા માટે આ 15 મિનિટ નિર્ણાયક હોય છે.

Chandrayaan 3 Launch Live | ISRO | Mission Moon | Chandrayaan 3 Launch Photos
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ઈસરોના હેવીલિફ્ટ લોન્ચ વ્હિકલ એલવીએમ 3 દ્વારા ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું

Chandrayaan 3 Launch LIVE: ઇસરો ચંદ્રયાન 3 મિશન મુન લોન્ચ કરીને ફરીવાર લોન્ચ કરવા જઇ રહી છે. 14 જુલાઇ, 2023ના રોજ બપોરે 2.35 વાગે શ્રીહરીકોટા સ્પેસ સેન્ટર પરથી ઇસરો ચંદ્રયાન 3 લોન્ચ કરાયુ છે. ચંદ્રયાન 3 લોન્ચ થયાના પ્રથમ 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ હોય છે. ઇસરોએ આ અગાઉ ત્રણ વખત ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કરી ચૂક્યુ છે જો કે કમનસીબે સફળતા મળી નથી. આ વખતે ફરી મક્કમ મનોબળ સાથે ઇસરો અંતરિક્ષમાં ઇતિહાસ રચવા જઇ રહ્યુ છે અને સમગ્ર દુનિયાની નજર તેના પર છે.

ચંદ્રયાને 400 સેકન્ડમાં 800 કિમી જેટલુ અંતર કાપ્યું

ઇસરો દ્વારા 14 જુલાઇ બપોરે 2.35 વાગે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 3 એ લોન્ચ થયાના શરૂઆતના 1 મિનિટમાં લગભગ 150 કિમી જેટલું અંતર કાપ્યુ હતુ. ત્યારબાદ રોકેટનની સ્પીડ વધી અને 286 સેકન્ડમાં 400 કિમી અને 400 સેકન્ડમાં 800 કિમી જેટલું અંતર કાપ્યું હતું.

ડર, આશા, ખુશી અને દુઃખની એ 15 મિનિટ

ઇસરો દ્વારા ચંદ્રયાન 3 મિશન મુનની કામગીરી વર્ષ 2020માં શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં વૈજ્ઞાનિક અને એન્જિનિયરો તેની ડિઝાઇન અને યોજના પર કામ કરી રહ્યા હતા. પરંતુ કોવિડ -19 મહામારી ફેલાયા બાદ ચંદ્રયાન 3 નિર્માણ કરવામાં વધારે સમય લાગ્યો છે.

વર્ષ 2019ના 6 સપ્ટેમ્બરની એ રાત, ભારત ઇતિહાસ રચવામાં ચૂકી ગયું

વર્ષ 2019ના 6 સપ્ટેમ્બરની એ રાત, જ્યારે સમગ્ર દેશ ચંદ્રયાન 2ના સફળ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ છેલ્લી 15 મિનિટમાં કંઈક એવું બન્યું કે આ સપનું પૂરું થઈ શક્યું નહીં.

47 દિવસમાં 3 લાખ 84 હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પણ એ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું હતું જ્યાં રશિયા, અમેરિકા અને ચીન પહેલાથી જ હાજર છે, પરંતુ આ આશા પર છેલ્લી 15 મિનિટમાં પાણી ફરી વળ્યું.

આ પણ વાંચોઃ ઈસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મૂન મિશન વિષે અહીં જાણો વિગતવાર

છેલ્લી 15 મિનિટમાં શું થયું

6 સપ્ટેમ્બર 2019ની રાતે જ્યારે ચંદ્ર પર વિક્રમ લેન્ડરના ઉતરાણ માટે થોડોક સમય બાકી હતો, તે સમયે પીએમ મોદી પણ ISRO હેડક્વાર્ટરમાં હાજર હતા. બધાની નજર તે ક્ષણ પર હતી કે જેની દેશ વર્ષોથી રાહ જોઈ હતો. વચ્ચે વરિષ્ઠ વૈજ્ઞાનિકો પીએમ મોદીને માહિતી આપી રહ્યા હતા. જ્યારે પ્રથમ રફ બ્રીફિંગનો તબક્કો પૂરો થયો, ત્યારે તાળીઓનો ગડગડાટ સરળતાથી સાંભળી શકાતો હતો.

હવે લેન્ડર વિક્રમની સપાટીથી માત્ર 7.4 કિલોમીટર દૂર હતું. બીજા તબક્કામાં, જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 300 મીટર દૂર હતું, ત્યારે અચાનક ટીવી પર જોઈ રહેલા વૈજ્ઞાનિકોના ચહેરા નિસ્તેજ થઈ ગયા, સમાચાર આવ્યા કે વિક્રમ ચંદ્ર પર હાર્ડ-લેન્ડ થઈ ગયો છે. પીએમ મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને હિંમત આપી અને ફરી એકવાર ભારત આ સપનું સાકાર કરવા તૈયાર જણાય છે.

Web Title: Isro chandrayaan 3 launch live updates photos news in gujarati know more details of india third lunar mission

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×