scorecardresearch
Premium

ISRO Mission 2024 : 2024 માં પણ ISRO રચશે ઈતિહાસ, આ મોટું મિશન 1 જાન્યુઆરીએ લોન્ચ કરશે

ISRO 2024 XPoSAT Mission : ઈસરો 2024 XPoSAT મિશન લોન્ચ કરશે, ઈસરો દ્વારા તારીખ (launching date) ની જાહેરાત કરવામાં આવી, તમને જણાવી દઈએ કે, આ ભારતનું પ્રથમ (India first) એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ મિશન છે.

ISRO 2024 XPoSAT Mission
ઈસરો એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ લોન્ચ કરશે

ISRO Mission 2024 : પહેલા ચંદ્રયાન અને પછી આદિત્ય L-1 લોન્ચ કર્યા બાદ ISRO 2024 માં પણ અજાયબીઓ કરવા જઈ રહ્યું છે. 1 જાન્યુઆરીના રોજ, ISRO અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના તીવ્ર ધ્રુવીકરણની તપાસ કરવા માટે તેનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (XPoSat) લોન્ચ કરશે. આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હશે. અગાઉ 2021 માં, નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું. તે મિશન પછી, આ વિશ્વમાં આ પ્રકારનું બીજું મિશન છે. માત્ર ભારત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે.

તે ક્યારે લોન્ચ થશે?

ઈસરોના જણાવ્યા અનુસાર, XPoSat મિશન 1 જાન્યુઆરીએ સવારે 9:10 વાગ્યે ઈસરોના વિશ્વસનીય પ્રક્ષેપણ વાહન PSLV થી લોન્ચ કરવામાં આવશે. આ મિશન સુપરનોવા વિસ્ફોટ જેવા બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યોને શોધી કાઢવામાં મદદ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોતોને ઉકેલવાનો રહેશે. આ ઉપગ્રહને પૃથ્વીથી 650 કિમીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ લગભગ 5 વર્ષ સુધી કામ કરશે. તેમાંના બે પેલોડ્સ બેંગલુરુ સ્થિત રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) અને ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ખાતે વિકસાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોChandrayaan 4 mission | ચંદ્રયાન 4 મિશન : ISRO અને જાપાનની JAXA સાથે મળી ચંદ્ર મિશન કરશે, શું છે લક્ષ્ય? ક્યારે થશે લોન્ચ?

ઈસરોએ 2023માં ઈતિહાસ રચ્યો હતો

ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. 42 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન-3 નું લેન્ડર મોડ્યુલ વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. આ પછી ભારતે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ જ્યાં આદિત્ય એલ-1 અવકાશયાન જઈ રહ્યું છે. ત્યાં આસપાસ કોઈ ગ્રહ નથી. 15 લાખ કિલોમીટરના અંતરે હોવા છતાં આદિત્ય અવકાશયાન પૃથ્વીની નજીક જ રહેવાનું છે. તમને જણાવી દઈએ કે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

Web Title: Isro 2024 xposat mission launching date india first x ray polarimeter satellite jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×