scorecardresearch
Premium

Indira Gandhi : ચામુંડા દેવી મંદિર સુધી ન પહોંચી શક્યા ઈન્દિરા ગાંધી, તો પૂજારીએ આપી દીધો શ્રાપ, પૂજારીની ભવિષ્યવાણી સાચી થઈ

Indira Gandhi Unknown things : ઈન્દિરા ગાંધી દેવી ચામુંડામાં ખુબ શ્રદ્ધા ધરાવતા હતા. તો જોઈએ સંજય ગાંધી (Sanjay Gandhi) ના મોત, ઈન્દિરા ગાંધી અને ચામુંડા મંદિર (Chamunda Temple) વચ્ચેની કઈ વાત ગાંધી પરિવાર માટે દુખનું કારણ બની હોવાનું માનવામાં આવે છે.

Indira Gandhi | chamunda temple | palampur | himachal pradesh
ઈન્દિરા ગાંધી – સંજય ગાંધીનું મોત અને ચામુંડા મંદિર વચ્ચેનું રહસ્ય

Unknown things of Indira Gandhi : ઈન્દિરા ગાંધીને 13 ડિસેમ્બર, 1980ના રોજ લઈ જતું હેલિકોપ્ટર કાંગડાના યોલ કેમ્પમાં ઉતર્યું હતું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રામ લાલ તેમની કેબિનેટ સાથે વડાપ્રધાનને આવકારવા માટે ત્યાં હાજર હતા. પાલમપુરમાં દેવી દુર્ગાના અવતાર મનાતા ચામુંડા દેવીના મંદિરમાં પ્રાર્થના કરવા ઈન્દિરા આવ્યા હતા. આ 16મી સદીના મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો આવતા હતા. ઈન્દિરા ગાંધીને દેવીમાં ખૂબ જ શ્રદ્ધા હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના કન્ટ્રી બટિંગ એડિટર નીરજા ચૌધરીએ તેમના નવા પુસ્તક ‘હાઉ પ્રાઈમ મિનિસ્ટર્સ ડિસાઈડ’માં જણાવે છે કે, 1984માં ઈન્દિરા ગાંધીના મૃત્યુ સુધી મંદિરમાં નિયમિત રીતે તેમના નામ પર પ્રાર્થના કરવામાં આવતી હતી અને તેમના નિવાસસ્થાને દિલ્હી પ્રસાદ આપવામાં આવતો હતો.

પુસ્તકમાં લખ્યું છે કે, ઈન્દિરા ગાંધી મોહન મીકીન ગ્રુપના કપિલ મોહનના ભત્રીજા અનિલ બાલીને દર બે મહિને એક પરબિડીયું આપતા હતા, જેમાં 101 રૂપિયા મુકવામાં આવતા હતા. બાલી આ પૈસા ચામુંડા દેવી મંદિરમાં લઈ જતા હતા.

ચામુંડા મંદિર અને સંજયનું મૃત્યુ

ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું 23 જૂન, 1980ના રોજ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. નીરજા ચૌધરીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે, આ દુર્ઘટનાના એક દિવસ પહેલા 22 જૂને ઈન્દિરા ગાંધી ચામુંડા દેવી મંદિર જવાના હતા.

વાસ્તવમાં, જ્યારે જાન્યુઆરી 1980માં ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી, ત્યારે અનિલ બાલીએ તેમને સૂચવ્યું હતું કે, વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, તેમણે વ્યક્તિગત રીતે ચામુંડા દેવીની મુલાકાત લેવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. 14મી જાન્યુઆરી, 1980ના દિવસે તેમણે શપથ લીધા હતા.

12, વિલિંગ્ડન ક્રેસન્ટ ખાતે તેમના નિવાસસ્થાને કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ તે કીર્તનમાં હાજરી આપવા ઘરે આવ્યા હતા. કિર્તન દરમિયાન જ બાલીએ ઈન્દિરા ગાંધીને યાદ અપાવ્યું હતું કે, મેડમ, તમારે ચામુંડા દેવી પાસે જવું પડશે. ઇન્દિરા ગાંધીએ સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું કે, મને ચાર-પાંચ મહિનાનો સમય આપો. મે 1980ના પહેલા સપ્તાહમાં બાલીને આરકે ધવનનો એક પત્ર મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન 22 જૂન (1980) ના રોજ ચામુંડાની મુલાકાત લેવા માંગતા હતા. ધવને પત્રમાં લખ્યું છે કે, તેઓ (વડાપ્રધાન) સાંજે 4.45 વાગ્યે ત્યાં ઉતરશે. તેઓએ બાલીને કાર્યક્રમનું આયોજન કરવા કહ્યું છે. ધવનનો પત્ર મળ્યા બાદ બાલી ચામુંડા મંદિર પહોંચ્યા. તેમણે વડાપ્રધાનના આગમન અને પૂજાની વ્યવસ્થા શરૂ કરી હતી.

જૂનની સાંજે ચામુંડા મંદિરે સંદેશો આવ્યો કે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેમના આગમનની રાહ જોઈને મુખ્યમંત્રી રામલાલ સહિત હિમાચલ પ્રદેશની આખી સરકાર ત્યાં પડાવ નાખી બેઠી રહી હતી. જ્યારે પૂજારીએ સાંભળ્યું કે તે આવતા નથી, ત્યારે તેમણે તીવ્ર પ્રતિક્રિયા આપી, “તમે ઈન્દિરા ગાંધીને કહો, આ ચામુંડા મા છે. કોઈ સામાન્ય પ્રાણી ન આવી શકે તો માતા માફ કરી દેષે. પરંતુ જો શાસક અપમાન કરે છે, તો દેવી માફ કરશે નહીં.

બાલી પૂજારીને શાંત કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, પંડિતજી જુઓ, કોઈ કારણ હશે, જેના કારણે તેઓ આવી શક્યા નથી. બાલીએ 22મી જૂનના રોજ નિયત કાર્યક્રમ મુજબ ચામુંડા મંદિરમાં કીર્તન અને પ્રાર્થના વગેરે કરાવ્યા. 23મીએ સવારે બાલીનું આખું ગ્રુપ ત્યાંથી રવાના થયું. નીરજાના પુસ્તક મુજબ, બાલી યાદ કરે છે કે, અમે 50 કિલોમીટર દૂર જ્વાલા મુખી મંદિર પહોંચ્યા હતા, ત્યારે મારા સેક્રેટરી મારી પાસે દોડી આવ્યા હતા. તેમણે કહ્યું, ‘સંજય ગાંધીનું પ્લેન ક્રેશ થયું છે. પાકિસ્તાન રેડિયો આ સમાચાર પ્રસારિત કરી રહ્યું છે.

મેનકા ગાંધીએ ઈન્દિરા ગાંધીને ચેતવણી આપી હતી

તેત્રીસ વર્ષના સંજય ગાંધીએ પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. સંજય તેમના નાના એરક્રાફ્ટથી ખતરનાક સ્ટંટ કરવા માટે જાણીતા હતા. અકસ્માતના એક દિવસ પહેલા સંજયે મેનકાને પોતાના પ્લેનમાં બેસાડ્યા હતા. તેણીની યાદ કરે છે કે, “મને ખબર છે કે મેં પ્લેનમાં બે કલાક સુધી ચીસો પાડી હતી.”

પ્લેનમાંથી નીચે ઉતરતા જ તે સીધી સાસુ ઈન્દિરા ગાંધી પાસે ગઈ. તેણે તેઓને કહ્યું, “મેં મારા જીવનમાં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી. હવે હું ઈચ્છું છું ,કે તમે સંજયને કહો ફરીથી ‘આ’ પ્લેન ક્યારેય ન ઉડાવે.”

શું આનો ચામુંડા મા સાથે કોઈ સંબંધ છે?

સંજયના મૃત્યુના સમાચારથી દેશને આઘાત લાગ્યો હતો. અનિલ બાલી અને કપિલ મોહન (જે ચામુંડા મંદિરમાં હતા)નો પરિવાર દિલ્હી પાછો ફર્યો. બાલી સીધો ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાન તરફ ગયો. તે પહોંચ્યો ત્યારે રાતના 2.30 વાગ્યા હતા. ઈન્દિરા ડેડ બોડી પાસે બેઠા હતા. બાલીને જોઈને તે વાત કરવા ઉભા થયા.

ઈન્દિરા ગાંધીએ બાલીને પૂછ્યું, ‘શું આનો મારા ચામુંડા ન જવા સાથે કોઈ સંબંધ છે?’ બાલીએ ઈન્દિરાને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ‘મૅડમ, આ વિશે વાત કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. હું પછી કહીશ.

સંજય ગાંધીના મૃત્યુના ચાર દિવસ પછી બાલી 1, અકબર રોડ પહોંચ્યો હતો. ઈન્દિરા ગાંધીની બાજુમાં સુનીલ દત્ત અને તેમની અભિનેત્રી પત્ની નરગીસ હતા. ઈન્દિરાએ બાલી તરફ ઈશારો કર્યો અને તેમને બાજુ પર લઈ ગયા. પછી તેમણે પૂછ્યું, ‘હવે બોલો શું થયું હતુ?’

જવાબમાં બાલીએ ઈન્દિરા ગાંધીને પૂછ્યું કે, જે દિવસે તેઓ ચામુંડા મંદિરમાં જવાના હતા તે દિવસે શું થયું હતું. ઈન્દિરા ગાંધીએ દિમાગ પર જોર નાખી યાદ કર્યું, ‘મને ખબર નથી કે મારો કાર્યક્રમ કોણે રદ કર્યો. મારે જમ્મુથી ચામુંડા આવવું હતું. સંજય મારી સાથે હતો. મારે તેની સાથે મંદિરે દર્શન માટે જવાનું હતું. મને કહેવામાં આવ્યું કે, હવામાન ખરાબ થઈ ગયું છે અને ચામુંડામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી થોડા કલાકો સુધી હેલિકોપ્ટર ત્યાં ઉતરી શકશે નહીં. તેથી, તેઓએ એક દિવસ પહેલા જ દિલ્હી પરત ફરવાનું નક્કી કર્યું.”

ઈન્દિરા ગાંધી વિશે સાંભળીને બાલીને આશ્ચર્ય થયું. તેઓએ ઈન્દિરાને કહ્યું કે, ચામુંડામાં હવામાન ખરાબ ન હતુ. તેમજ વરસાદ પણ પડતો ન હતો. બીજા કોઈએ નક્કી કરી દીધુ કે, ઈન્દિરા ગાંધી ચામુંડા ન જાય.

જ્યારે ઈન્દિરા ગાંધી રડતી ચામુંડા પાસે પહોંચી

સંજયના મૃત્યુના કેટલાક મહિનાઓ પછી, ઇન્દિરા ગાંધીના રાજકીય સહયોગી એમએલ ફોતેદારે બાલીને ફોન કર્યો. ફોતેદારે કહ્યું, ‘વડાપ્રધાન તમને મળવા માગે છે. સવારે સાડા સાત વાગે ચોક્કસ પહોંચી જજો.’ બાલી ઈન્દિરાના ઘરે પહોંચ્યો. બાલી યાદ કરે છે કે, વડા પ્રધાને તેમના વાળ રંગ્યા હતા. તે તરત જ મુદ્દા પર આવ્યા, તેમણે કહ્યું – મારે ચામુંડા જવું છે.

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ બાલીને જરૂરી વ્યવસ્થા કરવા કહ્યું. તે 13 ડિસેમ્બર, 1980ના રોજ ચામુંડા ગયા હતા. પૂજા શરૂ કરતાની સાથે જ પંડિતના હાથ ધ્રૂજવા લાગ્યા હતા.’ ઈન્દિરાએ કહ્યું – હું કટ્ટર હિંદુ છું…. તેમણે પૂર્ણાહુતિ માટે મંત્રોનો પાઠ કર્યો અને ગર્ભગૃહમાં પ્રણામ કર્યા.

આ દરમિયાન તે સતત રડી રહ્યા હતા. બાલીને યાદ આવ્યું કે, ‘પંડિતે તેમને કહ્યું હતું કે, તે અહીં રડતી રડતી આવશે.’ પૂજારીએ ઈન્દિરાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ‘હવે તમારી પાસે 60 કરોડ દીકરા-દીકરીઓ છે. તમે તેમને જુઓ અને આજ પછી રડશો નહી.

આ પણ વાંચોDhruvastra Missile : ધ્રુવસ્ત્ર મિસાઈલ ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે, શું છે તેની ખાસિયત અને કેટલી ખતરનાક છે?

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રામ લાલ પણ ત્યાં હાજર હતા. તેઓએ મંદિરની બહાર વૃક્ષારોપણ કર્યું. કટોકટી દરમિયાન સંજયના પાંચ મુદ્દાના કાર્યક્રમના મુખ્ય ઘટકોમાંનું આ એક હતું.

બાલી યાદ કરે છે કે, ઈન્દિરા પોતાની સાથે જગન્નાથ શર્માને પણ લઈ ગયા હતા, જેઓ એક સમયે તેમના પતિ ફિરોઝ માટે માળી તરીકે કામ કરતા હતા. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે, ચામુંડામાં સંજયના નામે ઘાટ બાંધવામાં આવે. “તેનો ખર્ચ રૂ. 80 લાખ હતો, જે કોંગ્રેસના નેતા સુખ રામે ઉઠાવ્યો હતો, જેઓ પાછળથી કેન્દ્રીય સંચાર મંત્રી બન્યા હતા.”

Web Title: Indira gandhi unknown things pujari chamunda temple palampur himachal pradesh km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×