scorecardresearch
Premium

Indian Army : ભારતીય સેના બનશે વધુ સશક્ત, સૈનિકો માટે નવા ફિઝિકલ ફિટેનસ નિયમો લાગુ, વજન વધ્યું તો રજા કપાશે

Indian Army New Physical Fitness Standards : ભારતીય સેના સૈનિકોની ઘટી રહેલી શારીરિક સક્ષમતાને ધ્યાનમાં રાખી નવા ફિઝિટલ ફિટનેસ નિયમો લાગુ કરી રહી છે. જે અંતર્ગત વધુ વજનવાળા સૈનિકોને 30 દિવસ અપાશે, જો નહીં કરશે તો કડક પગલાં લેવામાં આવશે.

Indian Army | Indian Army jobs | Indian Army recruitment | indian army fitness standards | indian army fitness exam
Indian Army Fitness Standards Policy : ભારતીય સેના સૈનિક માટે નવા ફિઝિકલ ફિટનેસ નિયમો લાગુ કરી રહી છે. (Express Photo by Vishal Srivastav)

(Hina Rohtaki) Indian Army New Physical Fitness Standards : ભારતીય સેના સૈન્ય અધિકારીઓની ઘટી રહેલી શારીરિક માપદંડોને ધ્યાનમાં રાખીને નવી ફિટનેસ પોલિસી લાવી રહી છે. જે અંતર્ગત હાલના ફિટેનસ ટેસ્ટમાં નવા ટેસ્ટની સાથે, દરેક વ્યક્તિ માટે આર્મી ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ કાર્ડ (એપીએસી) પણ જરૂરી રહેશે. હવે સેનામાં નવી નીતિ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણી નવી તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે જે સૈનિકો નવા શારીરિક માપદંડોને પૂરા નહીં કરે તેમને સુધારવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે અને જો આમ નહીં થાય તો રજાઓમાં ઘટાડો કરવા જેવા પગલાં લેવામાં આવી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર નવા ફેરફારો અનુસાર એક કમાન્ડિંગ ઓફિસરના બદલે બ્રિગેડિયર રેન્કના અધિકારી ક્વાર્ટર ફાઇનલમાં પ્રિસાઇડિંગ ઓફિસર હશે. જો 30 દિવસમાં કોઈ સુધારો ન થાય તો આ નવી નીતિ વધુ વજનવાળા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામં આવે છે. તેમાં હાલના ફિઝિટલ ફિટનેસ ટેસ્ટ સાથે વધારાના ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે દરેક વ્યક્તિ માટે આર્મી ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ કાર્ડની પણ જરૂર પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ કમાન્ડરને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ નવી નીતિનો હેતુ ફિટનેસ ટેસ્ટ પ્રોસેસમાં એકરૂપતા લાવવાનો છે, કોર્સ, પોસ્ટિંગ અને પોસ્ટિંગ દરમિયાન અધિકારીઓના શારીરિક રીતે અયોગ્ય અથવા મેદસ્વી થવાના જોખમને ઘટાડવાનો છે. લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે જીવનશૈલી સંબંધિત બીમારીઓ જેવા પ્રકારની સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે.

indian army day | indian army | Today history 15 January | Today History | 15 January history
ઈન્ડિયન આર્મી ડે દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. (Photo – ieGujarati.com)

ભારતીય સેના માટે હાલ શું નિયમો છે?

હાલ, ભારતીય સેના દર ત્રણ મહિને બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (BPET) અને ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ (PPT) કરે છે. BPET હેઠળ, સૈનિક માટે નિર્ધારિત સમયમાં 5 કિમી દોડ, 60 મીટર સ્પ્રિન્ટ, દોરડા પર ચઢવું અને 9 ફૂટનો ખાડો પાર કરવો પડે છે. અહીં ઉંમરના આધારે સમય નક્કી કરવામાં આવે છે.

તો PPTમાં 2.4 કિમી દોડ, 5 મીટર શટલ, પુશ અપ્સ, ચિન અપ્સ, સીટ અપ્સ અને 100 મીટર સ્પ્રિન્ટ છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ સ્વિમિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટના રિઝલ્ટ એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ (ACR) માં સામેલ કરવામાં આવે છે, જેની જવાબદારી કમાન્ડિંગ ઓફિસરની છે.

ભારતીય સેના માટે નવા નિયમો શું છે?

ભારતીય સેના માટે નવા નિયમો હેઠળ બે કર્નલ અને મેડિકલ ઓફિસર સાથે બ્રિગેડિયર રેન્કના અધિકારી દર ત્રણ મહિને મૂલ્યાંકન કરશે. સૈનિકોને BPET અને PPT ઉપરાંત અન્ય કેટલાક ટેસ્ટ પણ આપવા પડશે. તેમાં 10 કમીની સ્પીડ માર્ચ અને દર 6 મહિનામાં 32 કિમીની રૂટ માર્ચ સામેલ છે. તેમજ 50 મીટરનું સ્વિમિંગ ટેસ્ટ પણ આપવું પડશે.

આ પણ વાંચો | ભારતીય સેનાનો સાથી છે આ ખાસ ડ્રોન, હથિયારોની ડિલિવરીથી લઇ દુશ્મનોના ઠેકાણા નષ્ટ કરશે, જુઓ વીડિયો

સૈનિક ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થશો તો શું પગલાં લેવાશે?

રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાના જે સૈનિકો આ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટને પૂર્ણ કરતા નથી અથવા વધુ વજન ધરાવતા હશે તેમને તેમની સ્થિતિ સુધારવા માટે 30 દિવસનો સમય મળશે. જો આ સમયગાળા દરમિયાન પણ તેમાં કોઈ સુધારો નહીં થાય તો રજાઓ અને ટીડી કોર્સેઝમાં કાપ મૂકવામાં આવશે.

Web Title: Indian army introduces new physical fitness standards policy bpet ppt tests apac as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×