scorecardresearch
Premium

ભારતીય સેનાનો સાથી છે આ ખાસ ડ્રોન, હથિયારોની ડિલિવરીથી લઇ દુશ્મનોના ઠેકાણા નષ્ટ કરશે, જુઓ વીડિયો

Indian Army Uses Drone Technology: ભારતીય સેનાને ડ્રોનની મદદથી એકે-47 વડે સચોટ નિશાન પર હુમલો કરવામાં સફળતા મળી છે. યુદ્ધ દરમિયાન સૈનિકોને હથિયારોની ડિલિવરી અને માલસામાનની ડિલિવરી પણ કરી શકાશે.

Indian Army Drone Technology | Indian Army | Drone Technology | Indian Army uses Drone Technology | army operations | sambhav ecosystem
ભારતીય સેનાએ ડ્રોન વડે હથિયારોની સપ્લાય કરતો એક વીડિયો વાયરલ પોસ્ટ કર્યો છે. (Photo – ANI Video)

Indian Army Uses Drone Technology: ભારતીય સેના સ્વદેશી ટેક્નોલોજી અપનાવવા પર સતત કામગીરી કરી રહી છે. તેની માટે ભારતીય સેના તરફથી પ્રયાસો ચાલુ છે. સૈનિકો ડ્રોનનો વધુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકે? તેનું ઉદાહરણ બતાવવા માટે સેનાએ ડ્રોનની મદદથી અલગ-અલગ ઓપરેશનનું પ્રદર્શન કર્યું હતું.

ડ્રોનની મદદથી એકે-47થી સટીક હુમલો કરવામાં સફળતા હાંસલ કરી છે. તે ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને ઉંચાઇ પર આવેલા મોરચા પર સૈનિકો સુધ જરૂરી હથિયાર અને માલસામાનની ડિલિવરી કરી શકાય છે. ભૌગોલિક રીતે જટિલ વિસ્તારોમાં હથિયારોની સપ્લાયની સાથે, ડ્રોનનો ઉપયોગ કેબલ નાખવા જેવા પડકારજનક કામગીરી માટે પણ કરવામાં આવી રહ્યો છે.

ડ્રોનનો સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગ

ભારતીય સેનાએ AK-47 વડે ટાર્ગેટ પર હુમલોકરવા, દુશ્મનના ઠેકાણાંને ઓળખવા અને તેનો નાશ કરવા માટે ગ્રેનેડ છોડવા અને આગળના મોરચા પર તૈનાત સૈનિકોને શસ્ત્રો, દારૂગોળો અને પુરવઠો પૂરો પાડવા જેવી કામગીરીમાં ડ્રોનની અસરકારકતા દર્શાવી છે.

આ પણ વાંચો | ચીન-પાક ને મળશે જડબાતોડ જવાબ, નેવીને મળ્યું અત્યાધુનિક ડ્રોન, જાણો શું છે તેની ખાસિયત

5G ટેકનોલોજી સાથે કામગીરી કરશે SAMBHAV ઇકોસિસ્ટમ

ઇન્ડિયન આર્મીએ રાષ્ટ્રીય શિક્ષણ અને શ્રેષ્ઠતાના ઉદ્યોગ કેન્દ્રો સાથે મળીને સ્વદેશી રીતે વિકસિત ઇકોસિસ્ટમ વિકસાવી છે – સિક્યોર આર્મી મોબાઇલ ભારત એડિશન એટલે કે સંભવ. SAMBHAV અત્યાધુનિક સમકાલીન 5G ટેકનોલોજી પર કામ કરે છે.

Web Title: Indian army drone technology sambhav ecosystem army operations watch video as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×