scorecardresearch
Premium

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું તો દિલ્હીમાં ફરી યમુનાનો ખતરો, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

India Weather News : ગુજરાત (Gujarat) સહિત ભારતમાં મહારાષ્ટ્ર (Maharashtra), દિલ્હી (Delhi) અને ઉત્તરાખંડ (Uttarakhand) માં પણ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં જૂનાગઢ (Junagadh) અને નવસારી (Navsari), તો મહારાષ્ટ્ર (Maharashtra) માં પણ કેટલાક સ્થળોમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાજુ દિલ્હી (Delhi)માં યમુના (Yamuna) નું સ્તર વધતા ચિંતા વધી છે, તો…

India | Gujarat | Maharashtra | Delhi | Uttarakhand | Rain News
ગુજરાત સહિત, ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ

Gujarat with India Rain update : દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. થોડા દિવસોથી દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત ઘટી રહ્યું હતું, રસ્તાઓ પર પાણી ભરાયેલી સ્થિતિમાં પણ સુધારો થયો હતો, પરંતુ ફરી એકવાર એ જ યમુના ખતરો ઉભી કરી રહી છે. યમુનાનું સ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. આ બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પાણીમાં તરતા વાહનોનો વીડિયો વાયરલ થયો છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરવાનું શરૂ કર્યું છે. પાલઘર તમાઈ જવાથી બે લોકોના મોત પણ થયા છે.

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે

ગુજરાતના જૂનાગઢમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 1983 પછી પહેલીવાર આટલો વરસાદ પડ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળી રહ્યા છે. કારણ કે કાલવા નદીના જળ સ્તરમાં પણ વધારો થયો છે, તેના કારણે પણ જમીન પર સ્થિતિ વધુ વિસ્ફોટક બની છે.

હાલમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે, લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કૃષ્ણભૂમિ દ્વારકામાં પણ ઈન્દ્રદેવે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે. સ્થિતિ એવી રીતે ચાલી રહી છે કે, અનેક વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. હજુ સુધી હવામાન વિભાગે ગુજરાતને લઈને કોઈ રાહતના સમાચાર આપ્યા નથી. આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવે ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે તો પડોશી મહારાષ્ટ્રમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાયગઢમાં ભૂસ્ખલનને કારણે 25 લોકોના મોત થયા છે. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર વાહનોની ગતિને બ્રેક લાગી છે. બાંદ્રા, કુર્લા અને અંધેરી જેવા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઘણા એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો પાણીથી પોતાની વસ્તુઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવી જ રીતે પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં પણ વરસાદને કારણે સ્થિતિ વિસ્ફોટક બની છે.

આ પણ વાંચોહવામાન વિભાગની તાજી આગાહી : સાત જિલ્લામાં આપ્યું રેડએલર્ટ, તો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

કહેવામાં આવી રહ્યું છે કે, 45 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે, તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. હવે એક તરફ આવા અકસ્માતો થઈ રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી ત્રણ દિવસ પણ વરસાદથી કોઈ રાહત નહીં મળે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોJunagadh Heavy Rain : જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર | રસ્તા નદીમાં ફેરવાયા, વાહનો-પશુઓ તણાયા – VIDEO

હવે મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે હાલત દયનીય છે તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં પણ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડના પુરોલા ગામમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક મકાનોને નુકસાન થયું છે. એ જ રીતે ભૂસ્ખલનને કારણે 250 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રસ્તાઓ બંધ હોવાનું કહેવાય છે. આ સમયે યમુનોત્રી હાઈવે પણ બંધ કરવો પડ્યો હતો, ભારે કાટમાળને કારણે ઘણા વાહનો ત્યાં ફસાઈ ગયા હતા.

Web Title: India weather and rain news update gujarat maharashtra delhi uttarakhand km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×