scorecardresearch
Premium

Gurpatwant Singh Pannun : ખાલિસ્તાની પન્નુની હત્યાના ષડયંત્ર પર ભારતે કહ્યું – આ ચિંતાનો વિષય, આ ભારતની નીતિની વિરુદ્ધ

Gurpatwant Singh Pannun : ખાલિસ્તાનના અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં અમેરિકાએ ભારતીય પર આરોપ લગાવ્યો છે

Gurpatwant Singh Pannun | Khalistan
ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંતસિંહ પન્નુ (ફાઇલ ફોટો)

Gurpatwant Singh Pannun : યુ.એસ. ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય ગુપ્તચર અધિકારી પર ન્યૂયોર્કમાં ખાલિસ્તાનના અલગાવવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની કથિત રીતે હત્યા કરવાના કાવતરાની યોજના અને નિર્દેશ આપવાનો આરોપ લગાવ્યા પછી ભારતની ટિપ્પણી સામે આવી છે. ભારતે ગુરુવારે કહ્યું હતું કે તે ચિંતાનો વિષય છે અને તે ભારત સરકારની નીતિની વિરુદ્ધ છે.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકન કોર્ટમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, કથિત રીતે તેને ભારતીય અધિકારી સાથે જોડવામાં આવ્યો છે, આ ચિંતાનો વિષય છે. આ સરકારની નીતિથી પણ વિપરીત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત અપરાધ, તસ્કરી, બંદૂકધારી અને ઉગ્રવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ કાયદાના અમલીકરણ, એજન્સીઓ અને સંગઠનો માટે વિચારવા માટે એક ગંભીર મુદ્દો છે. તે જ કારણોસર એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અમે દેખીતી રીતે તેના પરિણામો દ્વારા માર્ગદર્શન આપીશું. બાગચીએ સીઓપી-28 સમિટ માટે વડાપ્રધાનની દુબઇની મુલાકાત અંગે પત્રકારોને માહિતી આપતી વખતે આ સવાલનો જવાબ આપ્યો હતો.

કથિત હત્યાના કાવતરામાં કથિત રીતે અન્ય એક ભારતીય નાગરિક અને બે વ્યક્તિઓ, એક સ્ત્રોત અને એક હિટમેન સામેલ હતા. જે અમેરિકાના ગુપ્ત અધિકારીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપો યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા મેનહટનની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપનામામાં છે.

આ પણ વાંચો – કોણ છે એ ભારતીય નાગરીક, જેના પર અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો

આરોપનામા અનુસાર ભારતીય અધિકારી 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સાથે કામ કરી રહ્યો હતો, જેને નિક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની આ વર્ષે 30 જૂને ચેક સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર હત્યા-ફોર-હાયર અને હત્યા-ફોર-હાયર કરવા માટે કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થાય છે.

આરોપનામામાં આરોપ મુકવામાં આવ્યો છે કે જે અધિકારીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને તેને સીસી-1 તરીકે ઓળખવામાં આવે છે, તે ભારત સરકારની એજન્સીનો કર્મચારી છે. જેણે પોતાને સુરક્ષા વ્યવસ્થાપન અને ઇન્ટેલિજન્સમાં જવાબદારીઓ સાથે સિનિયર ફિલ્ડ ઓફિસર તરીકે દર્શાવ્યો છે. તેમને અગાઉ ભારતના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા અને બેટલ ક્રાફ્ટ અને શસ્ત્રોમાં અધિકારી તાલીમ પ્રાપ્ત કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Web Title: India reacts to us accusing indian in foiled plot to kill khalistan gurpatwant singh pannun ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×