ભારત (india) ની ગણતરી હાલ વિશ્વના સૌથી ઝડપી વિકાસદર ધરાવતી અર્થવ્યવસ્થા (Economy)માં થાય છે. ભારત વર્ષ 2047 સુધીમાં વિકાસશીલ (developing countries) માંથી વિકસીત અર્થતંત્ર (Developed Nation) બની જશે તેવી મહત્વકાંક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) ‘ભારત @ 75: ઇન્ડિયા- યુએન પાર્ટનરશિપ ઇન એક્શન’ કાર્યક્રમને સંબંધોતિ કરતા જણાવ્યુ કે, 20મી સદીમાં ભારતની ગણતરી દુનિયાના સૌથી ગરીબ દેશોમાં થતી હતી.
અમેરિકાના ન્યુયોર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રીએ કહ્યુ કે, 18મી સદીમાં ભારત વિશ્વની કુલ અર્થવ્યવસ્થામાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવતુ હતુ. 20મી સદીના મધ્ય સુધી ગુલામીને પગલે ભારત (India) દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં ધકેલાઇ ગયુ હતુ.
તેમણે ઉમેર્યુ કે, જો કે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ હવે ભારત વિશ્વની પાંચમાં ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે અને આપણે ઝડપથી વિકાસ-પથ આગળ વધી રહ્યા છીએ. આપણો વિકાસ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એવી રીતે તૈયાર કરવામાં આવ્ય છે કે કોઇ પણ પાછળ રહી ન જાય.
વિદેશ મંત્રીએ જણાવ્યુ કે, ડિજિટલ ટેકનોલોજી (digital technology) ની મદદથી 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા હેઠળ રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે. ભારત વર્ષ 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. અમે અમારા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓને પણ ડિજિટલાઇઝ કરવાનો લક્ષ્ય ધરાવીયે છીએ અને ઝડપથી આ દિશામાં કામગીરી કરી રહ્યા છીએ.

2047 સુધી એક વિકસીત રાષ્ટ્ર બનવાનું લક્ષ્યઃ
વિદેશ મંત્રી જયશંકરે આ કાર્યક્રમમાં વધારે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે અમારો વિકાસ-પથ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેમાં તમામ લોકોનો સાર્વત્રિક વિકાસ થાય અને કોઇ પણ પાછળ ન રહે. ડિજિટલ ટેકનોલોજીએ તાજેતરના દિવસોમાં ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને સફળ સ્વરૂપ આપવામાં પ્રગતિ કરી છે. વિદેશ મંત્રીએ કહ્યુ કે, આજે ભારત દુનિયાનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને હવે વર્ષ 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમારું લક્ષ્ય દૂર-દૂરના ગામડાઓેને પણ ડિજિટલાઇઝ કરવાનો છે અને તેની માટે ઝડપથી કામગીરી કરી રહ્યા છીએ. કોરોના મહામારી સામેની લડાઇમાં અમે 2 અબજથી વધારે રસીકરણનો લક્ષ્ય પૂરો કર્યો છે.