India PM Narendra Modi and China Xi Jinping meet : બ્રિક્સ નેતાઓની સમિટ માટે દક્ષિણ આફ્રિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતના લગભગ એક અઠવાડિયા પહેલા ભારત અને ચીન સતત પ્રયાસોના ભાગરૂપે સોમવારે19માં રાઉન્ડની સૈન્ય મંત્રણા યોજશે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) અંગેની મડાગાંઠને ઉકેલવા માટે સતત ચોથા વર્ષે મંત્રણા યોજાશે.
લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 14 કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલી કરશે. છેલ્લા તબક્કાની મંત્રણા 23 એપ્રિલે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રક્ષા મંત્રીઓની મિટિંગની પહેલા યોજાઇ હતી. પૂર્વી લદ્દાખમાં LACની સાથે જૂના સંઘર્ષના પોઇન્ટ્સ અને બંને સેનાઓ વચ્ચેના વિશ્વાસના અભાવને દૂર કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે વિશ્વાસ નિર્માણના ઉપાયો, બોર્ડર પ્રોટોકોલના પાલનની ખાતરી કરવા, સૈનિકો વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે પેટ્રોલિંગની માહિતી શેર કરવી, અને LAC અને બફર ઝોન પર દળ સૈનિકો વચ્ચે પુરતા વાર્તાલાપની ખાતરી કરવા અંગે મંત્રણા કરવામાં આવશે.
ચીનના રાષ્ટ્રપતિ 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ માટે ભારત આવશે
આ મંત્રણા લગભગ ચાર મહિના બાદ થઇ રહી છે – ભારતીય અને ચીનના વિદેશ મંત્રણી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મુલાકાતના કેટલાંક અઠવાડિયાં પછી – જે એ વાતના સંકેત છે કે બેઠકની ખૂબ જ જરૂરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી આ વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ માટે ભારત આવવાના છે. તેમાં સહરદ વિવાદ મુદ્દે વધારે મંત્રણા આગળ વધારવાની તક પણ મળશે.
વાસ્તવમાં, 2017માં જ્યારે ડોકલામમાં ભારત અને ચીનના સૈનિકો સરહદે અથડામણ કરી રહ્યા હતા, ત્યારે મોદી અને શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં મળવાના હતા તેના થોડા દિવસો પહેલા જ બંને પક્ષોએ અઢી મહિના જૂનો અવરોધ તોડી નાખ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પહેલાથી જ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળી ચૂક્યા છે, જેમણે ગયા મહિને કિન ગેંગનું સ્થાન લીધું હતું.
ચીની વિદેશ મંત્રી વાંગે ભારતની સાથે જૂના અવરોધો અંગે મંત્રણા કરી
વાંગે ભારતની સાથે ચુમારથી ડોકલામ સુધી પાછલા વિવાદ અંગે વાતચિત કરી અને 2020થી આ વખતે પણ સરહદ વિવાદ મુદ્દે ભારત-ચીન રાજકીય મંત્રી સ્તરની મંત્રણા માટે મુખ્ય મંત્રણાકાર રહ્યા છે. ભારત સરકારે જુલાઇમાં આક્રમકતા વધારી દીધી જ્યારે ડોભાલે વાંગને કહ્યું કે 2020 બાદ એલએસી પર સ્થિતિેને કૂટનિતિ વિશ્વાસ અને સંબંધોને સાર્વજનિક અને રાજકીય આધારને નાબૂદ કરી દીધા છે.
આ પણ વાંચો | સ્વતંત્રતા દિવસને લઇ ગુપ્ચતર એજન્સીની ચેતવણી, 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે મણિપુરના જૂથો વિરોધ પ્રદર્શનની આશંકા
પરંતુ જુલાઈના છેલ્લા અઠવાડિયે, મે 2020 માં અથડામણ થયા બાદ જાહેરમાં પહેલીવાર વ્યક્તિગત બેઠકમાં પાછલા નવેમ્બરમાં બાલી ખાતે જી-20 સમિટમાં પીએમ મોદીની ચીનના શી જિનપિંગ સાથે મુલાકાતના સાત મહિના બાદ ભારતે પહેલીવાર પુષ્ટિ કરી કે બંને નેતાઓએ “દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવાની જરૂરિયાત” અંગે વાતચીત કરી હતી. નવેમ્બરમાં તેમની મંત્રણામાં કોઇ નક્કર પરિણામ આવ્યુ ન હતું, ત્યારે ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 રાત્રિભોજનમાં હાજરી આપી રહ્યા છે. ત્યારબાદ રાત્રિભોજનના અંતે તેઓએ શિષ્ટાચારની આપ-લે કરી.