IMD Monsoon Rain Return Update : ચોમાસાના વરસાદ અંગે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. વર્ષ 2023ની ચોમાસની સિઝનમાં વરસાદની સ્થિતિ અત્યંત અવ્યવસ્થિત રહી છે. ભારતમાં ચોમાસની સિઝન જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાની હોય છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે, ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સમાપ્ત થઇ રહી છે અને આ ચાર મહિનાની સિઝન દરમિયાન ભારતમાં ‘સામાન્ય’ વરસાદ થયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ વિસ્તારોના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે અને દેશના મોટાભાગના ભાગોમાં ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી થોડુંક વધારે રહેશે અને લઘુત્તમ તાપમાન સામાન્ કે સામાન્ય કરતા વધુ સમય રહી શકે છે.
હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લઇ રહ્યું છે. શનિવારે સમગ્ર પંજાબ અને હરિયાણા-ચંદીગઢ-દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાના વરસાદની વિદાય થઇ ગઇ છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે વિદાય થશે? (Gujarat Monsoon Rain Return Update)
હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો, મધ્યપ્રદેશના કેટલાક ક્ષેત્રો, રાજસ્થાનના બાકીના વિસ્તારો અને ગુજરાતના કેટલાક ક્ષત્રોમાંથી આગામી દિવસથી ત્રણ દિવસ ચોમાસાની વિદાય થઇ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં પૂર્વોત્તર ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. મતલબ કે આ વિસ્તારમાં લાંબા ગાળાના સરેરાશ 334.13 મીમીની સામે 88 ટકાથી 112 ટકા વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ચોમાસાની અસરને કારણે દક્ષિણ દ્વીપકલ્પના ભારતના પાંચ હવામાન ઉપખંડ – તમિલનાડુ, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા, રાયલસીમા, કેરળ અને કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે લાંબા ગાળાનો વરસાદ સરેરાશ 868.6 મિલીમીટર હતો. આ વખતે આ આંકડો 820 મીમી નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સકારાત્મક પરિબળોને લીધે અલ નીનોની દેશમાં ચોમાસાના વરસાદ પર ઉંડી અસર કરી શકશે નહીં. લાંબા ગાળાના સરેરાશ 94 ટકા અને 106 ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે.
આઇએમડીના ડાિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અલ નીનોની અસર સામે સકારાત્મક પરિબળો સાથે, 2023ના ચોમાસાની સિઝન 94.4 ટકા વરસાદ સાથે સમાપ્ત થઇ છે, જેને “સામાન્ય” ગણવામાં આવે છે. સમગ્ર દેશમાં માસિક વરસાદ જૂનમાં લાંબા ગાળાના સરેરાશ 91 ટકા, જુલાઈમાં 113 ટકા, ઓગસ્ટમાં 64 ટકા અને સપ્ટેમ્બરમાં 113 ટકા નોંધાયો હતો.
મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ‘હવામાન સંબંધિત 36 પેટા વિભાગોમાંથી, ત્રણ (કુલ વિસ્તારના નવ ટકા)માં વધુ વરસાદ પડ્યો છે, 26માં સામાન્ય વરસાદ (કુલ વિસ્તારના 73 ટકા) અને સાતમાં ઓછો વરસાદ થયો છે. ઓછા વરસાદવાળા સાત પેટાવિભાગોમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.’
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય 1367.3 મીમીની સરખામણીમાં 1115 મીમીની વરસાદ નોંધાયો છે, જે 18 ટકા ઓછો છે.. તેમણે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં લાંબાગાળાના સરેરાશ 587.6 મીમી સામે 593 મીમી વરસાદ નોંધાયો હતો. મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ 978 મીમીની તુલનાએ 981.7 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ દ્વીપકલ્પમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેણીએ ઉમેર્યુ હતું કે, હવામાન વિભાગે ભારત માટે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી હતી, ભલે તે સામાન્ય કરતાં ઓછું હોય.
ઓગસ્ટ 2023માં સદીનો સૌથી ઓછો વરસાદ
જોકે તેમણે ચેતવણી આપી હતી કે, અલ નીનો (દક્ષિણ અમેરિકા નજીક પેસિફિક મહાસાગરમાં પાણીનું ગરમ થવું) દક્ષિણપશ્ચિમ ચોમાસાના પાછળના સમયગાળામાં પ્રભાવિત કરી શકે છે. ઑગસ્ટ 2023 એ 1901 પછીનો સૌથી સૂકો મહિનો હતો અને અલ નીનો મજબૂત થવાને કારણે ભારતમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે.