scorecardresearch
Premium

ઇજાગ્રસ્ત બાળકનું દર્દ જોઇ રડી પડ્યા મહિલા IAS, ભાવુક કરી દે તેવો વીડિયો

IAS officer Roshan Jacob – IAS અધિકારીએ પોતાની સાથે રહેલા જિલ્લાના એડીએમ, સીડીઓ, સીએમઓ, આરડીએમને તાત્કાલિક બાળકની મદદ કરવાનો નિર્દેશ આપ્યો, તેમણે પરિવારજનોને આશ્વાસન આપ્યું કે પૈસાનો ખર્ચ કરવો પડશે નહીં. તેમની મદદ કરવામાં આવશે

આઈએએસ રોશન જૈકબનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે (ફોટો સોર્સ - સોશિયલ મીડિયા-સ્ક્રીનગેબ)
આઈએએસ રોશન જૈકબનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે (ફોટો સોર્સ – સોશિયલ મીડિયા-સ્ક્રીનગેબ)

ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળક સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને મળવા પહોંચેલા લખનઉ મંડલના કમિશ્નર આઈએએસ રોશન જૈકબનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે IAS રોશન જૈકબ એક બાળકની હાલત જોઈને રડવા લાગે છે. આ વાયરલ વીડિયોમાં લોકો રોશન જૈકબની પ્રશંસા કરતા કોમેન્ટ કરી રહ્યા છે.

રડી પડ્યા IAS અધિકારી

ઇજાગ્રસ્તોની હાલચાલ જોવા માટે હોસ્પિટલ પહોંચેલા આઈએએસ અધિકારી રોશન જૈકબે એક બાળકને લઇને બેસેલી માતાને રડતી જોઇ હતી. જે પછી આઈએએસ અધિકારી તે માતા પાસે જઇને બાળકની હાલચાલ પુછવા લાગ્યા હતા. તો માતાએ કહ્યું કે ઘરની દિવાલ વરસાદ દરમિયાન પડી હતી અને જેમાં તેના એક બાળકનું મોત થયું હતું અને બીજો બાળક દીવાલ નીચે દબાઇ ગયો હતો. જેના કારણે તેને કમર તુટી ગઇ હતી. આ સાંભળીને મહિલા અધિકારી ભાવુક બનીને રડી પડ્યા હતા.

અધિકારીઓને કર્યો આદેશ

બાળકની પરેશાની સાંભળી આઈએએસ રોશન જૈકબે ભાવુકતાથી બાળકની પીઠ પર હાથ રાખ્યો અને કહ્યું કે તુ જલ્દી ઠીક થઇ જશે. અમે તને જલ્દી ઠીક કરાવી દઇશું. આ દરમિયાન તેમણે પોતાની સાથે રહેલા જિલ્લાના એડીએમ, સીડીઓ, સીએમઓ, આરડીએમને તાત્કાલિક બાળકની મદદ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે પરિવારજનોને આશ્વાસન આપ્યું કે પૈસાનો ખર્ચ કરવો પડશે નહીં. તેમની મદદ કરવામાં આવશે.

યુઝર્સે કરી પ્રશંસા

સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા પછી લોકો જૈકબની પ્રશંસા કરવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે તેમાંથી બીજા અધિકારીઓ શીખવાની જરૂર છે. સૂર્ય શુક્લા નામના યુઝરે લખ્યું કે સંવેદના…મંડલાયુક્ત લખનઉ ડો. રોશન જૈકબ. રોહિત અગ્રવાલ નામના યુઝરે લખ્યું કે સારું લાગ્યું એ જોઇને કે તમે સંવેદનશીલ છો, બીજાનું દર્દ જોઈને તમને દર્દ થઇ રહ્યું છે. વિશ્વાસ રાખો તમારી પાસે સારી તાકાત છે. તમે આ વ્યવસ્થાને સુધારી શકો છો.

Web Title: Ias officer roshan jacob in tears after seeing injured child child in lucknow

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×