scorecardresearch
Premium

Independence Day Facts: ભારતને આઝાદી કઇ રીતે મળી? અંગ્રેજોને કેમ ભાગવું પડ્યું? સ્વતંત્રતા દિવસ પર વાંચો 10 રસપ્રદ વિગત

10 Interesting Facts Of India Independence Day : ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયો હતો. અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મેળવવા ભારતને ઘણો લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે. અહીં ભારતના સ્વતંત્રતા સંબંધિત 10 રસપ્રદ વિગત આપી છે, જે જાણી તમે આશ્ચર્ચચકિત થઇ જશો.

India Independence Day | Independence Day | 15 August India | 16 August Independence Day | India Independence Day Facts | India Flag
India 15 August Independence Day : ભારત વર્ષ 1947માં 15 ઓગસ્ટે આઝાદ થયો હતો. (Photo: Freepik(

India Independence Day Interesting Facts: ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ 14 ઓગસ્ટ, 1947ની મધ્ય રાત્રીએ દેશને સંબોધિત કરતા ભારત સ્વતંત્ર થવાની ઘોષણા કરી હતી. આમ 15 ઓગસ્ટ, 1947નો દિવસ ભારત માટે સોનેરી સવાર લઇને ઉગ્યો હતો. જો કે આઝાદી મેળવવા ભારતના ઘણા ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું હતું. ભારતને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મેળવવા ઘણો લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે. અહીં ભારતના સ્વતંત્રતા સંબંધિત 10 રસપ્રદ વિગત આપી છે, જે જાણી તમે આશ્ચર્ચચકિત થઇ જશો.

(1) અંગ્રેજો વિરુદ્ધ ભારતનું સ્વતંત્રતા આંદોલન

ભારતનું સ્વતંત્રતા આંદોલન આગની જેમ ઝડપી આગળ વધી રહ્યું હતું. વર્ષ 1940ના દાયકા સુધી ભારતમાં મોટી સંખ્યામાં લોકો દેશની આઝાદીની લડતમાં જોડાઇ ગયા હતા. અંગ્રેજો વિરુદ્ધ ભયંકર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા, જેનાથી બ્રિટિશરો પણ ડરી ગયા હતા.

(2) ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલન

ભારતના ક્રાંતિકારીના બલિદાન સાથે ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલનનું દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલનથી ભારતમાં બ્રિટિશ રાજના પાયા હચમચી ગયા હતા. દુનિયાભરના દેશોમાં ગાંધીજીના અહિંસક આંદોલનની નોંધ લેવાઇ હતી.

(3) બીજું વિશ્વ યુદ્ધ

બીજા વિશ્વ યુદ્ધે બ્રિટનને આર્થિક રીતે નબળો પાડ્યો હતો. બીજું વિશ્વ યુદ્ધ બ્રિટન માટે એક ખર્ચાળ અને લોહિયાળ સંઘર્ષ હતું. બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશની પ્રતિષ્ઠા પણ ખરડાઇ હતી. બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટન માટે દુનિયાભરના ગુલાબી દેશોમાં રાજ કરવું મુશ્કેલ બની ગયું હતું.

(4) અમેરિકાની સરકારનો સાથ

અમેરિકા બ્રિટન પર ભારતને આઝાદ કરવા દબાણ કરી રહ્યું હતું. અમેરિકા 1940ના દાયકામાં એક ઉભરતી મહાશક્તિ હતું અને તે બ્રિટિશના સામ્રાજ્યવાદનો વિરોધ હતા. અમેરિકાની સરકારે બ્રિટનને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, તેઓ ભારતમા બ્રિટિશ રાજને સમર્થન આપશે નહીં.

(5) સ્વતંત્રતા મુદ્દે મતભેદ

બ્રિટિશ સરકાર ભારતીય સ્વતંત્રતાના મુદ્દે વિભાજીત હતી. બ્રિટિશ સરકારના અંદરખાને એક મજબૂત બોલી હતી, જે ભારતને આઝાદી આપવાના વિરોધી હતા. અલબત્ત, ભારતને અનિશ્ચિત કાળ સુધી ગુલામ રાખવું શક્ય નથી તેવું પણ સ્પષ્ટપણે દેખાતું હતું.

(6) ખર્ચમાં વધારો

બ્રિટિશ સરકાર ગુલાબ દેશોમાં સામ્રાજ્ય ટકાવી રાખવાના ખર્ચથી પરેશાન હતી. ગુલાબ દેશોમાં રાજ ચલાવવાનો ખર્ચ પણ સતત વધી રહ્યો હતો. બીજા વિશ્વ યુદ્ધથી બ્રિટનને મોટો આર્થિક ફટકો લાગ્યો હતો.

(7) ભારતીય રાષ્ટ્રીય સેના

ભારતીય રાષ્ટ્રીય સેના (INA/ઇન્ડિયન નેશનલ આર્મી) એ ભારતમાં સ્વતંત્રતા આંદોલનને વેગ આફ્યો હતો. INA એક સૈન્ય દળ હતું, જેની રચના સુભાષ ચંદ્ર બોઝે કરી હતી. INA એ બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ વિરુદ્ધ લડાઇ લડી હતી, તેની ગતિવિધિઓ એ ભારતના સ્વતંત્રતા આંદોલનને દુનિયાભરમાં પવન આપવાનો કામ કર્યું હતુ.

(8) લેબર પાર્ટી

વર્ષ 1945માં બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી હતી. લેબર પાર્ટી ભારતને સ્વતંત્રત કરવા પ્રતિબદ્ધ હતી, નવી લેબર સરકારે લોર્ડ માઉન્ટબેટનને ભારતના અંતિમ વાયસરોય તરીકે નિમણૂક કર્યા અને તેમને બ્રિટનને ભારતનની સત્તા હસ્તાંતરીત કરવાની કામગીરી સોંપી હતી.

(9) અખંડ ભારતના ભાગલા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગે ભારતના વિભાજન પર સમજૂતી કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તે સમયે ભારતના બે મુખ્ય રાજકીય પક્ષ હતા. 1947માં બંને રાજકીય પક્ષ દ્વારા થયેલી સમજૂતી મુજબ અખંડ ભારત દેશના ભાગલા પડ્યા અને ભારત, પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) દેશ અસ્તિત્વમાં આવ્યા હતા.

આ પણ વાંચો | સૌથી મોટો ત્રિરંગો ક્યા ફરકે છે? 15 ઓગસ્ટે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા જાણો 10 રસપ્રદ વિગત

(10) શિક્ષણ અને આર્થિક વિકાસ

બ્રિટિશ સરકારને વિશ્વાસ હતો કે ભારત સ્વશાસન માટે તૈયાર હતું. ભારતીય લોકોએ શિક્ષણ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ મેળવી હતી.

(Disclaimer: અહીં આપેલી વિગતો સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઇ પણ બાબતે શંકા કે મૂંઝવણ હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરવો.)

Web Title: How to freedom india interesting facts of independence day 15 august as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×