scorecardresearch
Premium

MPs bungalows : સાંસદોને આવાસ કેવી રીતે મળે છે? ટાઈપ 8 બંગલો સૌથી મોટો છે, રાહુલ ગાંધીનું ઘર કયા પ્રકારનું? કેવી સુવિધાઓ હોય છે?

MP bungalows facilities and Types : સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે.

MP bungalows facilities and Types
સાંસદોના બંગલા કેવા હોય છે? શું સુવિધા હોય છે?

MP bungalows facilities and Types : સોમવારે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ, તેમને તેમનું જૂનું નિવાસસ્થાન પાછું મળ્યું. નિવાસસ્થાન પરત મળવા પર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આખો દેશ મારું ઘર છે. તમને જણાવી દઈએ કે, મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. આ પછી લોકસભા હાઉસિંગ કમિટીએ તેમને સત્તાવાર નિવાસ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એપ્રિલ મહિનામાં 12 તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ઘર રાહુલ ગાંધીને વર્ષ 2004માં ફાળવવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી લગભગ 19 વર્ષથી આ આવાસમાં રહેતા હતા.

સરકારી આવાસ કેવી રીતે મળે છે?

વર્ષ 1992 માં, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ (DoE) નામનો વિભાગ બનાવવામાં આવ્યો હતો. આ વિભાગ સાંસદોને સરકારી બંગલા ફાળવે છે. ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન એક્ટ હેઠળ બંગલા ફાળવે છે, ટૂંકમાં GPRA એક્ટના નિયમ હેઠળળ બંગલા આપવામાં આવે છે. આ નિયમમાં દર્શાવેલ શરતો અને નિયમો અનુસાર દિલ્હી અને બહારના ઘણા સ્થળો પર સરકારી લોકોને એટલે સાંસદોને બંગલા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, DoE સિવાય, લોકસભા અને રાજ્યસભાની હાઉસિંગ કમિટી સાંસદોને આવાસ પ્રદાન કરવાની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

લોકસભા પૂલમાં કુલ 517 ગૃહો છે

લોકસભા પૂલમાં કુલ 517 ઘરો છે, જેમાં ટાઇપ-8 બંગલાથી માંડીને નાના ફ્લેટ અને હોસ્ટેલનો સમાવેશ થાય છે. ગૃહ સમિતિ આવાસ ફાળવવા માટે જવાબદાર છે. હાઉસ કમિટી સાંસદો દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓના આધારે બંગલા ફાળવે છે. લોકસભા પૂલ માટે ઉપલબ્ધ રહેણાંક આવાસમાં 159 બંગલા, 37 ટ્વીન ફ્લેટ, 193 સિંગલ ફ્લેટ, 96 બહુમાળી ફ્લેટ અને સિંગલ હાઉસના 32 યુનિટનો સમાવેશ થાય છે.

ટાઇપ 8 બંગલો કેવો છે?

ટાઈપ 8 બંગલો સૌથી વધુ વર્ગ ફૂટનો આવાસ ગણાય છે. આ શ્રેણીનો બંગલો લગભગ ત્રણ એકરમાં ફેલાયેલો હોય છે. આ બંગલોની મુખ્ય ઇમારતમાં 5 બેડરૂમ, 1 હોલ, 1 મોટો ડાઇનિંગ રૂમ અને એક સ્ટડી રૂમ હોય છે. આ સિવાય રેસિડેન્શિયલ કેમ્પસમાં એક લિવિંગ રૂમ અને નોકર ક્વાર્ટર પણ હોય છે. ટાઈપ 8 બંગલો કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, પૂર્વ વડા પ્રધાનો/રાષ્ટ્રપતિઓ/ઉપ-રાષ્ટ્રપતિઓ અને વરિષ્ઠ સંસદસભ્યોને ફાળવવામાં આવે છે. ટાઇપ 8 બંગલા જનપથ ત્યાગરાજ માર્ગ, કૃષ્ણ મેનન માર્ગ, અકબર રોડ, સફદરજંગ રોડ, મોતીલાલ નહેરુ માર્ગ અને તુગલક રોડ પર સ્થિત છે.

ટાઇપ 7 બંગલો

ટાઈપ 7 બંગલો લગભગ એકથી દોઢ એકરમાં ફેલાયેલો હોય છે. તેમાં 4 બેડરૂમ, 1 હોલ, 1 મોટો ડાઇનિંગ રૂમ અને એક સ્ટડી રૂમ હોય છે. આવા બંગલા અશોકા રોડ, લોધી રોડ, કેનિંગ રોડ, તુગલક લેન વગેરેમાં આવેલા છે. ટાઈપ 7 બંગલા રાજ્યના મંત્રીઓ, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો અને ઓછામાં ઓછા પાંચ ટર્મથી સંસદના સભ્ય રહી ચૂકેલા લોકોને ફાળવવામાં આવે છે. રાહુલ ગાંધીને પણ આવો જ બંગલો ફાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચોData Protection Bill : ડેટા પ્રોટેક્શન બિલ શું છે? લોકસભામાં પાસ, જો કંપનીઓએ નિયમ તોડ્યો તો થશે ભારે દંડ

ટાઈપ 5 બંગલો

પ્રથમ વખતના સાંસદોને ટાઇપ 5 બંગલા આપવામાં આવે છે. ટાઈપ ફાઈવ રહેઠાણમાં ચાર શ્રેણીઓ છે. ટાઈપ ફાઈવ (A) હેઠળ ડ્રોઈંગ રૂમ અને બેડરૂમ સેટ ફાળવવામાં આવે છે. જ્યારે ટાઈપ ફાઈવ (બી)માં ડ્રોઈંગ રૂમ અને બે બેડરૂમ સેટ હોય છે. જ્યારે ટાઈપ ફાઈવ (C)માં ડ્રોઈંગ રૂમ અને ત્રણ બેડરૂમ સેટ આપવામાં આવ્યા છે. તો, ડ્રોઇંગ રૂમ અને ચાર બેડરૂમ સેટ ટાઇપ ફાઇવ (ડી) માં ઉપલબ્ધ છે.

Web Title: How mp get bungalows accommodation what are the facilities how many types type 8 7 5 bungalow km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×