scorecardresearch
Premium

હિમાચલ પ્રદેશ જોડીદાર લગ્ન પ્રથા: બે સગા ભાઇઓએ એક સ્ત્રી સાથે કર્યા લગ્ન | Jodidara Himachal Tradition

હિમાચલ પ્રદેશની અનોખી જોડીદાર લગ્ન પ્રથા (બહુપતિત્વ) પરંપરા મુજબ બે સગા ભાઇઓએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. જાણો, શા માટે એક સ્ત્રી બહુવિધ ભાઈઓ સાથે લગ્ન કરે છે? આ પ્રાચીન પરંપરા, તેના કારણો અને હટ્ટી સમુદાયની અનન્ય સંસ્કૃતિની સંપૂર્ણ વિગતો મેળવો.

himachal pradesh News | jodidara Tradition | Two Brothers Marry Same Woman | hatti community wedding Tradition
jodidara Tradition In Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં સુનીતા ચૌહાણ નામની યુવતીએ 2 સગા ભાઇ પ્રદીપ અને કપિલ નેગી સાથે લગ્ન કર્યા છે. (Photo: Social Media)

Jodidara Tradition Himachal Pradesh : હિમાચલ પ્રદેશના શિલાઈ ગામમાં હટ્ટી જનજાતિના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કોઈથી છૂપાયેલા નહોતા, પરંતુ સંપૂર્ણ ઠાઠમાઠથી થયા, ત્રણ દિવસ સુધી ચાલેલી રીતિ-રિવાજો સાથે. કન્યા સુનીતા ચૌહાણ અને વરરાજા પ્રદીપ અને કપિલ નેગીએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ પણ પ્રકારના દબાણ વિના આ નિર્ણય લીધો છે. ત્રણેય લોકોએ દાવો કર્યો છે કે તેઓએ જૂની પરંપરાનું પાલન કર્યું છે. ચાલો હવે જાણીએ કે હટ્ટી સમુદાયમાં લગ્નની બહુપતિ પ્રથા શું છે, યુવતીએ એક સાથે બે ભાઈઓ સાથે લગ્ન કેમ કર્યા?

સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં 12 જુલાઈથી શરૂ થયેલા આ ત્રિદિવસીય મહોત્સવમાં સ્થાનિક લોક સંગીતે રંગ જમાવ્યો હતો. હિમાચલ પ્રદેશના મહેસૂલના કાયદા આ પરંપરાને માન્યતા આપે છે. ટ્રાંસ ગિરિના બાઢાણા ગામમાં છેલ્લા છ વર્ષમાં આવા પાંચ લગ્ન થયા છે. આ લગ્ન ઉજાલા પક્ષ એટલે કે, હટ્ટી સમાજની જૂની પરંપરા એવી જોડીદારા હેઠળ થયા છે. જોડીદારા પ્રથામાં એક સ્ત્રી બે કે તેથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે.

ત્રણેયે આ લગ્ન વિશે શું કહ્યું?

કુન્હાટ ગામની રહેવાસી સુનીતા ચૌહાણે જણાવ્યું હતું કે, તે પરંપરાથી વાકેફ છે અને તેણે કોઈ પણ દબાણ વિના આ નિર્ણય લીધો છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે, તે તેમની વચ્ચે બંઘાયેલા લગ્ન સંબંધનો આદર કરે છે. શિલાઈ ગામનો વતની પ્રદીપ સરકારી વિભાગમાં નોકરી કરે છે, જ્યારે તેનો નાનો ભાઈ કપિલ વિદેશમાં નોકરી કરે છે. “અમે આ પરંપરાને સાર્વજનિક રીતે અનુસરી હતી કારણ કે અમને તેના પર ગર્વ છે. “તે વિદેશમાં રહે છે, તેમ છતાં, આ લગ્ન દ્વારા અમે સંયુક્ત કુટુંબ તરીકે મારી પત્ની માટે ટેકો, સ્થિરતા અને પ્રેમની ખાતરી આપી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમે હંમેશા પારદર્શિતામાં વિશ્વાસ કર્યો છે.

જોડીદારા એટલે કે બહુપતિ પ્રથા શું છે?

હટ્ટી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સરહદ પર એક નજીકનો સમુદાય છે અને ત્રણ વર્ષ પહેલાં તેને અનુસૂચિત જનજાતિ જાહેર કરવામાં આવી હતી. આ જનજાતિમાં સદીઓથી બહુપતિ પ્રથા પ્રચલિત હતું, પરંતુ મહિલાઓમાં વધતી જતી સાક્ષરતા અને આ વિસ્તારના સમુદાયોના આર્થિક ઉત્થાનને કારણે બહુપતિ પ્રથાના કિસ્સા પ્રકાશમાં આવ્યા ન હતા.

સરળ ભાષામાં કહીયે તો, જોડીદારા એટલે કે બહુપતિ પ્રથામાં એક સ્ત્રી 2 કે તેથી વધુ પુરુષો સાથે લગ્ન કરે છે. આ પ્રથાને જોડીદારા અથવા ઉજાલા પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોડીદારા પ્રથામાં મોટાભાગે એક જ કુટુંબના સગા ભાઇઓ એક જ મહિલા સાથે લગન્ કરે છે. જો કે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે.

સગા ભાઈઓ સાથે લગ્ન કરવા પાછળના કારણો શું છે?

ગામના વડીલોએ જણાવ્યું હતું કે આવા લગ્ન ગુપ્ત રીતે કરવામાં આવતા હતા અને સમાજ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવતો હતો. જો કે, આવા કિસ્સા ઓછા છે. નિષ્ણાતોના મતે આ પરંપરા પાછળનું સૌથી મહત્વનું કારણ એ હતું કે પૈતૃક જમીનનું વિભાજન ન થવું જોઈએ, જ્યારે પૂર્વજોની સંપત્તિમાં આદિવાસી મહિલાઓનો હિસ્સો હજુ પણ એક મોટો મુદ્દો છે.

સિરમૌર જિલ્લાના ટ્રાંસ ગિરી વિસ્તારના આશરે 450 ગામોમાં હટ્ટી સમુદાયના લગભગ ત્રણ લાખ લોકો રહે છે અને કેટલાક ગામોમાં હજી પણ બહુપતિ પ્રથા પ્રચલિત છે. તે ઉત્તરાખંડના જૌનસર બાબર અને હિમાચલ પ્રદેશના આદિજાતિ જિલ્લામાં કિન્નૌરના આદિવાસી વિસ્તારમાં પણ પ્રચલિત હતું. હટ્ટી સમુદાયની મુખ્ય સંસ્થા કેન્દ્રીય હટ્ટી સમિતિના મહાસચિવ કુંદન સિંહ શાસ્ત્રીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, એક પરિવારની ખેતીની જમીનના ભાગલા થતા અટકાવવા માટે આ પ્રથા હજારો વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી.

કુંદન શાસ્ત્રીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, સંયુક્ત કુટુંબમાં ભાઈચારો અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું એક કારણ હતું. ત્રીજું કારણ છે સુરક્ષાની ભાવના. “જો તમારું કુટુંબ મોટું હોય, વધુ પુરુષો હોય, તો તમે આદિવાસી સમાજમાં વધુ સુરક્ષિત છો.

Web Title: Himachal pradesh one bride two grooms wedding hatti community jodidara tradition as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×