Wehater updates, Rain forecast : થોડા દિવસોના વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય થયું છે. દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં એકવાર ફરીથી ચોમાંસુ એક્ટિવ થયું છે. હવામાન વિભાગ પ્રમાણે સોમવારે દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ થઈ શકે છે. જોકે, બાફ લોકોને પરેશાન કરશે. શનિવારે રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપવાના બદલે બાફ વાળી ગરમી વધારવાનું કામ કર્યું હતું. હવામાન વિભાગ પ્રમાણે 22 અને 23 ઓગસ્ટ કડાકાભડાકા સાથે વરસાદ પડશે.
ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આશા વ્યક્ત કરાઇ છે. બીજી તરફ ઉત્તરાંખડમાં વરસાદના કારણે સ્થિતિ વધારે ખરાબ છે. હવામાન વિભાગે સોમવારે 21 ઓગસ્ટ માટે રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓ ઉફાન પર છે. ઉત્તર પ્રદેશના પૂર્વી વિસ્તારમાં હવામાન બદલાયેલું છે. આગામી પાંચ દિવસો સુધી હળવાથી મૂશળધાર વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ- Luna 25 : રશિયાનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ: જાણો તેના વિશે બધી જ માહિતી, હવે ચંદ્રયાન 3 રચી શકે છે ઇતિહાસ
બીજી તરફ પશ્વિમી ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાઓ પર સારો વરસાદ જોવા મળી શકે છે. 21 ઓગસ્ટ પશ્વિમી ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ છે. સહારનપુર, મુઝફ્ફરનગર, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, બરેલી અને આસપાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ બંને ભાગમાં અનેક જગ્યાએ કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ- CWC માં આ નામોને સામેલ કરીને મલ્લિકાર્જૂન ખડગેએ વ્યક્ત કરી લોકસભા ચૂંટણી 2024ની રુપરેખા, શું છે આખો પ્લાન, સમજો
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં થોડા દિવસોથી વિરામ લીધા બાદ મેઘરાજા ફરીથી સક્રિય થતાં હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સોમાસું ફરી સક્રિય થઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આવતી કાલે એટલે કે 22 ઓગ્સટના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે.