ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદના કારણે પૂર અને ભુસ્કલન આવવાના કારણે એક ડઝનથી વધારે લોકો ગુમ થયો છે. રુદ્રપ્રયાગ જિલ્લા આપદા પ્રબંધન કાર્યાલયમાંથી મળતી જાણકારી અનુસાર ગુરુવારે મોડી રાત્રે ગૌરીકુંડથી થોડા મિટર દૂર ભારે વરસાદના કારણે એક વરસાદી નાળામાં પૂર આવ્યું અને ભૂસ્કલન બાદ ત્રણ દુકાનો કાટમાળમાં દબાઈ ગઈ હતી. તેમાં રહેતા લોકો હજી લાપતા છે. આ ઘટના કેદારનાથ યાત્રા માર્ગ પર થઇ છે.
જિલ્લા આપદા પ્રબંધ કાર્યાલયના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં લાપતા 12 લોકોની ઓળખ થઇ ગઈ છે. જેમાંથી 14 વર્ષની ઉંમરના પાંચ કિશોરોનો સમાવેશ થાય છે. કાર્યાલય અનુસાર માહિતી મળતા રાતમાં જ રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. ગૌરીકુંડના સેક્ટર અધિકારીએ જણાવ્યું કે મલબામાં અનેક લોકો દબાઇ ગયા છે. જ્યારે એસડીઆરએફને મળેલી માહિતી અનુસાર આશરે 13 લોકો લાપતા થયા છે. જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો પણ સમાવેશ થયો છે.
ઘટનાસ્થળ પર હાજર પોલીસ ક્ષેત્રાધિકારી વિમલ રાવતના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે બચાવ અને રાહત કાર્યમાં તકલીફ પડી રહી છે. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળની આસપાસ પહાડથી અત્યારે પણ રોકાઇ રોકાઇને પથ્થરો પડી રહ્યા છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉફાન પર આવી ગઈ છે.
ભારે વરસાદના કારણે ત્રણ દુકાનો ક્ષતિગ્રસ્ત
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી દલિપ સિંહ રજવારે જણાવ્યું કે જિલ્લા પ્રશાસનની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, પોલીસની ટીમ, એસડીઆરએફ, એનડીઆરએફ સહિતની ટીમો ઘટના સ્થળે હાજર છે. અમને જાણકારી મળી છે કે ચટ્ટાનોમાં પડવાથી અને ભારે વરસાદના કારણે ત્રણ દુકાનો ક્ષતિગ્રસ્ત થઇ છે. તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું ચે. માનવામાં આવી રહ્યું છે કે 10-12 લોકો હતા જોકે અત્યારે તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.
ઉત્તરાખંડમાં વરસાદનું યલો યેલર્ટ
હવામાન વિભાગ અનુસાર રુદ્ર પ્રયાગમાં આજ દિવસભર ભારે વરસાદ થઇ શકે છે. અહીં 5 ઓગસ્ટે હળવો વરસાદ પડી શકે છે. 6 ઓગસ્ટે ફરીથી ભારે વરાસદનું અનુમાન છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં છ ઓગસ્ટ સુધી વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મૌસમ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળતા પૂર્વાનુમાન અનુસાર 7 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં યલો એલર્ટ આવામાં આવ્યું છે. કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે કહ્યું કે 5 ઓગસ્ટ સુધી આખા દેશમાં સારો વરસાદ થવાની સંભાવના છે.