અવનિશ મિશ્રા : હલ્દવાની હિંસાના થોડા દિવસો પહેલા, જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા, નૈનીતાલ લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ આશંકા વ્યક્ત કરી હોવાનું માનવામાં આવે છે કે, જો કોઈ તોડફોડ અભિયાન ચલાવવામાં આવશે તો, વિસ્તારમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગુરુવારે વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી બાદ હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન બાનભૂલપુરા વિસ્તારમાં એક મસ્જિદ અને એક મદરેસાને તોડી પાડવામાં આવી હતી. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને માળખા નઝુલ જમીન પર ઉભી હતી – સરકારી જમીન જેનો મહેસૂલ રેકોર્ડમાં સત્તાવાર રીતે ઉલ્લેખ નથી. જેવો પથ્થરમારો કરવામાં આવ્યો, એવી કારને પણ આગ લગાડવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને ટોળાએ ઘેરી લીધું હતું, ત્યારે મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ગોળી મારવાના આદેશો જાહેર કર્યા હતા.
કહેવાય છે કે, 2 ફેબ્રુઆરીના રોજ, LIU એ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ને એક પત્ર મોકલીને સ્થાનિક લોકો દ્વારા વિરોધની સંભાવના વિશે ચેતવણી આપી હતી. એવું સમજવામાં આવે છે કે, વહેલી સવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવા અને આસ-પાસના ધાબાઓ પરથી યોગ્ય મોનિટરિંગ સુનિશ્ચિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઓપરેશન સાંજે 4.30 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રત્યક્ષદર્શીઓએ બાદમાં જણાવ્યું હતું કે, છત પરથી પથ્થરો વરસી રહ્યા હતા.
જ્યારે ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારને અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, એવા સમયે જ્યારે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે તેના પર ટિપ્પણી કરવી તે યોગ્ય રહેશે નહીં.
કુમારે કહ્યું, “LIU અને DM અને SSP ની કચેરીઓ વચ્ચેનો સ્થાનિક સ્તરનો પત્રવ્યવહાર એ જિલ્લા સ્તરની બાબત છે. તપાસ ચાલુ છે અને મેજિસ્ટ્રેટ તપાસ પણ ચાલી રહી છે. વિવિધ સ્તરે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે, તેની તપાસ કરવામાં આવશે અને અમે આ એપિસોડમાંથી યોગ્ય બોધપાઠ લઈશું. ટોળાની હિંસા શરૂ કરનારાઓને અમે બક્ષશું નહીં, અને જો અન્ય કોઈ દોષિત હશે, તો અમે તેની પણ તપાસ કરીશું.”
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, એક જિલ્લા અધિકારીએ કહ્યું, “જ્યારે પણ આવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અતિક્રમણ વિરોધી કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ સૂચનો આપવામાં આવશે.”
અહેવાલમાં જણાવાયું છે કે, અબ્દુલ મલિક નામના એક વ્યક્તિએ બગીચામાં અતિક્રમણ કર્યું હતો અને તે જમીન માટે કોઈ ફ્રી હોલ્ડ આપવામાં આવ્યું ન હોવાથી વહીવટીતંત્રે 30 જાન્યુઆરીએ આ વિસ્તારને કબજામાં લઈ લીધો. એક મસ્જિદ અને મદરેસા છે અને જો 1 ફેબ્રુઆરી સુધીમાં અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે તો તેને તોડી પાડવા નોટિસ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો – હલ્દવાની હિંસા : મદરેસા કાયદેસર છે કે ગેરકાયદે, કોણે ઉશ્કેર્યો, હવે કેવી સ્થિતિ છે, દરેક સવાલના જવાબ
“જો વહીવટીતંત્ર આ મસ્જિદ અને મદરેસાને તોડી પાડશે તો સ્થાનિક લોકો દ્વારા મોટા પાયે વિરોધ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી, અતિક્રમણ હટાવવાની વહીવટી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને… પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત, નીચેની ક્રિયાઓ સૂચવવામાં આવે છે… સવારે અતિક્રમણ દૂર કરવું વધુ સારું રહેશે જેથી ત્યાં ઓછામાં ઓછા લોકો હાજર રહે. ડ્રોન વડે આસપાસના વિસ્તારોની વિડીયોગ્રાફી કરવી જરૂરી રહેશે, જેથી ધાબા પર રાખવામાં આવેલ સામાન અને એકઠા થયેલા લોકો અગાઉથી જોઈ શકાય. ઉપરોક્ત સ્થળ અને તેની આસપાસના તમામ કનેક્ટિંગ રૂટ પર બેરિકેડિંગ કરીને પોલીસ અને પીએસીને તૈનાત કરવાનું મહત્વનું રહેશે. અતિક્રમણ હટાવતા પહેલા, સર્ચ ટીમોએ ધાર્મિક પુસ્તકો અને પ્રતીકો (મસ્જિદ અને મદરેસામાંથી) દૂર કરી, સંબંધિત મૌલવીને સોંપવા જોઈએ, અને તેની વિડિયોગ્રાફી કરવી જોઈએ.”અહેવાલમાં કહેવામાં આવ્યું છે, તે જાણવા મળ્યું છે.