scorecardresearch
Premium

જ્ઞાનવાપી : વ્યાસજીના ભોંયરામાં દિવસમાં પાંચ વખત થશે આરતી, મુસ્લિમ પક્ષ હાઈકોર્ટ પહોંચ્યો

Gyanvapi Case : જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજાની શરૂઆત કરી દેવામાં આવી છે. આરતીનો સમય પણ સામે આવ્યો છે

Vyas Ka Tahkhana aarti, Gyanvapi Vyas Ka Tahkhana, Gyanvapi
જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજાની શરૂઆત કરી દેવામાં આવી છે (તસવીર – એએનઆઈ)

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. હિન્દુ પક્ષ હવે ભોંયરામાં પૂજા કરી શકશે. આ પછી મુસ્લિમ પક્ષ થોડો અસહજ છે. આ નિર્ણયને તેમના તરફથી અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તે જિલ્લા અદાલતના આદેશ પર કોઈપણ કિંમતે સ્ટે માંગે છે. આ દરમિયાન જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજાની શરૂઆત કરી દેવામાં આવી છે. આરતીનો સમય પણ સામે આવ્યો છે.

વ્યાસજીના ભોંયરામાં પાંચ વખત આરતી કરવામાં આવશે

જણાવવામાં આવી રહ્યું છે કે વ્યાસજીના ભોંયરામાં પાંચ વખત આરતી કરવામાં આવશે. મંગલા આરતી- સવારે 3:30 વાગ્યે, ભોગ આરતી – બપોરે 12 વાગ્યે, અપરાન્હ – સાંજે 4 વાગ્યે, સંધ્યા આરતી – સાંજે 7 વાગ્યે, શયન આરતી – રાત્રે 10:30 વાગ્યે. વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે હિન્દુ પક્ષને મોટી રાહત આપતા હિન્દુઓને પરિસરમાં હાજર ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે ડીએમને આદેશ આપ્યો હતો કે સાત દિવસની અંદર વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો – જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું શું છે? હિન્દુઓને 31 વર્ષ પછી મળ્યો પૂજાનો અધિકાર

1993 સુધી વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના કરવામાં આવતી હતી

વ્યાસજીનું ભોંયરું જ્ઞાનવાપી મસ્જિદની નીચે આવેલું છે. આ સ્થળે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ એએસઆઈએ પોતાનો વિસ્તૃત સર્વે કર્યો હતો ત્યારે પણ આ સ્થળે કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં ત્યાં એક મંદિરની હાજરીની પુષ્ટિ થઈ હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, જ્યાં નંદી સ્થિત છે તેની સામે જ વ્યાસજીનું ભોંયરું છે. 1993 સુધી આ સ્થળે પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ તત્કાલીન મુલાયમ સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.પરંતુ હવે 31 વર્ષ બાદ હિન્દુ પક્ષને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.

બુધવારે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે શૈલેન્દ્ર વ્યાસ અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલા પૂજારીએ વ્યાસજીના ભોંયરામાં આવેલી મૂર્તિઓની પૂજા માટે સાત દિવસની અંદર વ્યવસ્થા કરાવે.

Web Title: Gyanvapi vyas ka tahkhana daily aarti to be held 5 times ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×