scorecardresearch
Premium

Gyanvapi Survey : જ્ઞાનવાપી સર્વે અંગે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન – જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, તે મંદિર છે

Gyanvapi is Mosque or shiv Temple: જ્ઞાનવાપી સર્વે વિશે નિવેદન આપનાર બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વારંવાર કહી ચૂક્યા છે કે તેમનો ઉદ્દેશ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે

gyanvapi survey | gyanvapi | bageshwar dham dhirendra shastri | bageshwar dham | dhirendra shastri
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્ર (Photo- Facebook), જ્ઞાનવાપી (File photo)

Bageshwar Dham Dhirendra Shastri On Gyanvapi Survey : જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે ચાલી રહ્યો છે. આ દરમિયાન બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, તે શિવ મંદિર છે . તેમણે જ્ઞાનવાપીને શિવ મંદિર ગણાવ્યું અને તેને મસ્જિદ કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ દરમિયાન નૂહ હિંસા પર પ્રતિક્રિયા આપતા તેમણે આ ઘટનાને દેશ માટે કમનસીબી ગણાવી. નોંધનિય છે કે, બાગેશ્વર ધામ બાબા તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ ધીરેન્દ્ર શાસ્ત્રી વારંવાર કહેતા આવ્યા છે કે તેમનો ઉદ્દેશ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે.

હકીકતમાં ,જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્ઞાનવાપી સર્વે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘જ્ઞાનવાપી એ મસ્જિદ નથી. સૌથી પહેલા તો તેને મસ્જિદ કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે.ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શબ્દો યાદ આવ્યા. સીએમ યોગીએ હાલમાં જ જ્ઞાનવાપીને મસ્જિદ કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદ અંગે શું કહ્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, જ્ઞાનવાપીને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે જેંમને ભગવાને દ્રષ્ટિ આપી છે તેમણે તે ન જોવું જોઈએ. યોગી આદિત્યનાથે કહ્યું ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? તે અમે તો નથી મૂક્યો.

યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે જ્યોતિર્લિંગ છે, દેવતાઓની મૂર્તિઓ છે, સંપૂર્ણ દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે? યોગીએ કહ્યું કે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબ, એક ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે તે ભૂલનું સમાધાન ઈચ્છીએ છીએ. વાસ્તવમાં, સ્થાનિક કોર્ટ, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટની પરવાનગી મળ્યા બાદ જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો | અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની

નૂહ હિંસા અંગે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું – દેશનું દૂર્ભાગ્ય છે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હરિયાણાની નૂહ હિંસા અંગે પણ પ્રશ્ન કર્યો છે. આ વિશે તેમણે કહ્યુ કે, તે દેશનું દુર્ભાગ્યપૂર્ણ છે કે સનાતની હિન્દુઓ આવા પ્રકારની ઘટનાઓ જોઇ રહ્યા છે. બધા લોકો જાગી જજો. હકીકતમાં 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં બ્રજ મંડળ યાત્રા પર હુમલો થયો હતો, ત્યારબાદ નૂહમાં હિંસા ફાટી નીકળી હતી. નૂહ હિંસામાં કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ પહેલેથી જ ખુલ્લે આમ બોલી ચૂક્યા છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે.

Web Title: Gyanvapi survey bageshwar dham dhirendra shastri gyanvapi is shiv temple not mosque as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×