scorecardresearch
Premium

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં મોટી જીત, હિન્દુ પક્ષને મળ્યો વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર

Gyanvapi Case : જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે કહ્યું કે કોર્ટે જિલ્લા પ્રશાસનને સાત દિવસની અંદર વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે

gyanvapi case, gyanvapi
જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે કહ્યું કે કોર્ટે જિલ્લા પ્રશાસનને સાત દિવસની અંદર વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. કેટલીક મહિલાઓ વતી વ્યાસના ભોંયરામાં પૂજા-અર્ચના કરવાની અરજી કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો હતો.

એડવોકેટ વિષ્ણુ શંકરે વધુમાં જણાવ્યું હતું કે હું એ કહેવા માંગુ છું કે જે જસ્ટિસ કે.એમ.પાંડેએ રામ મંદિરનું તાળું ખોલવાનો આદેશ આપ્યો હતો. આ તેવો જ આદેશ છે, આ ટર્નિંગ પોઇન્ટ છે. ખૂબ જ ઐતિહાસિક ઓર્ડર છે.

વ્યાસજીનું ભોંયરું શું છે?

વ્યાસ ભોંયરા અંગે વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે નંદી ભગવાનની સામે જ વ્યાસ પરિવારનું ભોંયરું છે. 1993 સુધી અહીં આ મસ્જિદના ગ્રાઉન્ડ ફ્લોર પર પૂજા થતી હતી. પરંતુ નવેમ્બર 1993માં મુલાયમ સિંહ યાદવ સરકારે અહીંની પૂજા ગેરકાયદેસર રીતે બંધ કરી દીધી અને ત્યાંથી પૂજારીઓને હટાવી દેવામાં આવ્યા.

આ પણ વાંચો – નીતિશ કુમારના યૂ ટર્ન પર રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, કહી આવી વાત

શ્રૃંગાર ગૌરી અને વ્યાસજી ભોંયરાનો અલગ-અલગ છે કેસ

18 ઓગસ્ટ 2021ના રોજ પાંચ મહિલાઓએ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) સમક્ષ દાવો દાખલ કર્યો હતો. મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દૈનિક પૂજાની માંગ કરી હતી.

મહિલાઓની માંગ પર જજ રવિ કુમાર દિવાકરે મસ્જિદ પરિસરના એએસઆઈ સર્વેનો આદેશ આપ્યો હતો. એએસઆઈએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ ત્યાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા જૂના મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. શ્રૃંગાર ગૌરી કેસ અને વ્યાસજી ભોંયરાની પૂજાની માંગ એ બે જુદા જુદા કેસ છે.

Web Title: Gyanvapi case hindu plaintiffs allowed to offer prayers in vyas basement ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×