scorecardresearch
Premium

Accident VIDEO : કારની અડફેટે એક વ્યક્તિનું મોત, કારની પાછળ ભાજપના ચૂંટણી ચિન્હ સાથે વિધાયક લખેલું

ghaziabad Accident VIDEO : ગાઝિયાબાદમાં એક અકસ્માતનો વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર ચાલક રસ્તા પર બેઠેલા એક વ્યક્તિને કચડી નાખ છે, જેમાં એક વ્યક્તિનું મોત થાય છે. કાર પાછળ ભાજપ ધારાસભ્યનું સ્ટીકર (BJP MLA Sticker) લગાવેલું છે, પોલીસે ગેરઈરાદે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

ghaziabad | Accident VIDEO | Road Accident
ગાઝિયાબાદમાં એક અકસ્માતનો વાયરલ વીડિયો (ફોટો – વીડિયો ગ્રેબ)

Ghaziabad Accident VIDEO : ગાઝિયાબાદમાં કારની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હ્યુન્ડાઈ કાર પણ જપ્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કારની પાછળ બીજેપીના ચૂંટણી ચિન્હ કમળનો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો. હિન્દીમાં વિધાયક પણ ત્યાં લખ્યું હતું. આ ઘટના કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ કારનો કોઈ રાજકારણી સાથે કોઈ સંબંધ છે કે કેમ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ મામલામાં પોલીસનું કહેવું છે કે, ગાઝિયાબાદના મહાગુણાપુરમનો રહેવાસી આરોપી સૌરભ શર્મા કાર ચલાવી રહ્યો હતો. કાર તેના મિત્રની હતી. જેની પાછળ ‘વિધાયક’નું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું અને તેની સાથે ભાજપનું ચૂંટણી ચિન્હ પણ ચોંટાડવામાં આવ્યું હતું. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી અને તે સમયે સ્થળ પર હાજર કોઈએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

કાર રોડ પર બેઠેલા વ્યક્તિને કચડી નાખે છે

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર બેઠો છે. એટલામાં એક હ્યુન્ડાઈ કાર આવી અને તેને ટક્કર મારી. અથડામણને કારણે, વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ થાય છે.

અકસ્માતનો વાયરલ વીડિયો જોવા અહીં ક્લિક કરી શકો છો – (નોંધ – વીડિયો તમને વિચલીત કરી શકે છે)

આ મામલામાં ગાઝિયાબાદના એસી પી કવિનગર અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ગેર ઈરાદે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી.

આ પણ વાંચોસનસનીખેજ સામુહિક હત્યાકાંડ: ઘરમાં ઘસી 6 મહિનાની બાળકી સહિત 4ની હત્યા કરી ઘર સળગાવી દીધુ

ભાજપના ચૂંટણી ચિન્હ સાથે વિધાયક શા માટે લખવામાં આવ્યું?

પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે, કાર પર ભાજપનું ચૂંટણી ચિન્હ કેમ ચોંટાડવામાં આવ્યું હતુ અને તેના પર વિધાયક કેમ લખવામાં આવ્યું છે? શું આ કાર બીજેપીના કોઈ ધારાસભ્યની છે, કે પછી કોઈએ દેખાડો કરવા માટે તેનો દુરુપયોગ કર્યો હતો.

Web Title: Ghaziabad accident video one person died hit by a car bjp mla sticker km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×