scorecardresearch
Premium

જી20 માં બાઈડેનની મોટી જાહેરાત, પાકિસ્તાન-ચીન મિત્રતાને મોટી લપડાક, ભારત સાથે બની રહેલો ઈકોનોમિક કોરિડોર ગેમ ચેન્જર સાબિત થશે

G20 Summit : જી20 સમિટમાં જો બાઈડને (Joe Biden) ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર (India Middle East Europe Connectivity Corridor) ને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) ની મિત્રનાને મોટી લપડાક પડી શકે છે.

G20 Summit | India Middle East Europe Connectivity Corridor
જી20 સમિટમાં જો બાઈડને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરને લઈ મોટી જાહેરાત કરવામાં આવી

G20 Summit : G20 સમિટમાં પહેલી મોટી જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની જાહેરાત કરી છે. તે ભારત, UAE, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે બનાવવામાં આવી રહ્યો છે. આ જાહેરાતને ચીન અને પાકિસ્તાન વચ્ચે સતત વધતી જતી મિત્રતા માટે એક ગંભીર ફટકો તરીકે પણ જોવામાં આવી રહી છે.

અહીં એ સમજવું જરૂરી છે કે, લાંબા સમયથી ભારત અને મધ્ય પૂર્વ વચ્ચે વેપાર વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ તેના માટે ન તો માર્ગ પાકિસ્તાનમાંથી પસાર થઈ શકે છે અને ન તો ચીનની મદદ લઈ શકાય છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પડકાર એ હતો કે, એક નેટવર્ક કેવી રીતે બનાવવું, જેના દ્વારા મધ્ય પૂર્વમાં સરળતાથી વેપાર ફેલાવી શકાય. આ દિશામાં આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તે બેઠક આ નવા પ્રોજેક્ટનો પાયો બની છે.

આ પણ વાંચોG-20 Summit : શું છે જી20? કયા-કયા દેશ છે સામેલ? ક્યારે થઈ રચના? કેવી રીતે કામ કરે છે? જાણો બધુ જ

આ પ્રોજેક્ટ દ્વારા વૈશ્વિક અર્થવ્યવસ્થાને એક તૃતીયાંશને સીધો ફાયદો થવાનો છે. મોટી વાત એ છે કે, આ યોજનામાં ડેટા, રેલ, વીજળી અને હાઈડ્રોજન પાઈપલાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એ સમજવું જરૂરી છે કે, આ યોજના દ્વારા ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર 40 ટકા વધશે.

Web Title: G20 summit joe biden india middle east europe connectivity corridor big announcement km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×