G20 Summit Live Updates : G20 સમિટ માટે દુનિયાભરના દેશોના તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા શુક્રવારે દિલ્હી પહોંચી ગયા છે. બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનિક પણ શુક્રવારે નવી દિલ્હી પહોંચી ગયા છે. આજથી જી 20 સમિટના પ્રમુખ આયોજનની શરુઆત પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં થઈ રહી છે. જ્યાં 9 અને 10 સપ્ટેમ્બર વૈશ્વિક સમસ્યાઓ પર મંથન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ જી20 સમિટમાં સંબોધન શરુ કર્યું છે. મોરોક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં ઘાયલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આખું વિશ્વ મોરોક્કો સાથે છે.

G20 Dinner, President Droupadi Murmu : આ ડિનરમાં જી 20 દેશોથી આવેલા વિદેશી મહેમાનોની સાથે દેશની મોટી હસ્તીઓ અને તમામ નેતાઓને નિમંત્રણ આપ્યું છે. આ સાથે જ દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વધુ વાંચો

G20 Summit latest update, PM Narendra modi Bharat : પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં જી 20 શિખર સમ્મેલનના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગળ રાખેલી પ્લેટ પર ભારત લખ્યું હતું. આત્યારના દિવસોમાં ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય છે. વધું વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાષ્ટ્રાધ્યક્ષો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખોએ દિલ્હીના ભારત મંડપમમાં જી20 શિખર સમ્મેલનનો પ્રથમ સત્ર ભેગા થયા છે.
भारत में जी 20 शिखर सम्मेलन | प्रधानमंत्री नरेंद्र मोदी और अन्य राष्ट्राध्यक्षों, अंतरराष्ट्रीय संगठनों के प्रमुखों ने दिल्ली के भारत मंडपम में जी20 शिखर सम्मेलन के प्रथम सत्र में भाग लिया। pic.twitter.com/dPEdGlTyem
— ANI_HindiNews (@AHindinews) September 9, 2023
રાજધાની દિલ્હીમાં જી20 શિખર સમ્મેલન શરુ થયું છે. તમામ દેશોના નેતા દિલ્હી પહોંચી ચુક્યા છે. જી20 બેઠકની શરુ થતાં જ સૌથી મોટી ખબર આફ્રિકન યુનિયનને જી 20માં સ્થાયી સભ્યના રૂપમાં સામેલ થવાની આવી રહી છે. આ ભારતની પ્રાથમિક્તાઓમાંથી એક પગલું હતું. પીએમ મોદીએ અવિકસિત દેશોના વિકાસ પર મજબૂતીથી વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનને સત્તાવાર રૂપથી જી20 ગ્રૂપમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. હવે જી 20નું નામ બદલાઈને જી21 તરીકે જાણીતું થવાની આશા છે. આફ્રિકન યુનિયનમાં 55 દેશ સામેલ છે. અને જી20માં આનો સમાવેશ થવું એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે.જેનાથી આ યુરોપીયન સંઘ બાદ જી20ની અંદર દેશોનો બીજો સૌથી મોટો સમૂહ બની ગયો છે.
જી20 શિખર સમ્મેલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ-19 બાદ વિશ્વમાં એક મોટું સંકટ વિશ્વાસનો અભાવ આવ્યો છે. યુદ્ધે આને ઉંડો કર્યો છે. જ્યારે અમે કોવિડને હરાવી શકીએ છીએ તો તમારા વિશ્વાસમાં તમે આ સંકટ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આ વખતે સાથે ચાલવાનો સમય આવ્યો છે. એટલા માટે બધાનો સાથ બધાનો વિકાસ બધાના પ્રયતન્નો મંત્ર આપણા બધા માટે એક મંત્ર પથ પ્રદર્શક બની શકે છે.
G20 Summit : જી20 સમિટમાં ભાગ લેવા અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બિડેન (joe biden) ભારતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જોઈએ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેની બેઠકના મુખ્ય એજન્ડા શું હશે. વધુ વાંચો
PM Narendra Modi Joe Biden Meeting : જી20 સમિટ (G20 Summit) પહેલા યુએસ (US) ના રાષ્ટ્રપતિ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ છે, જેમાં ભારત-અમેરિકા વચ્ચે સંબંધો અને વેપાર, આંતરરાષ્ટ્રીય મુદ્દા જેવા મહત્તવના મુદ્દાઓ પર ચર્ચા અને સંહમતી બની. વધુ વાંચો

G20 Summit latest updates : તમામ પ્રકારના કાર્યક્રમ આજથી શરુ થશે. જેની શરુઆત સવારે 9.30 વાગ્યાથી થશે. દરેક મહેમાનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વેલકમ ફોટોગ્રાફી થશે. વધુ વાંચો