scorecardresearch
Premium

G20 Summit Schedule: જી20 સમિટના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી 9 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

G20 Summit second day Full Schedule : જી20 સમિટના બીજા દિવસની શરૂઆત દિલ્હીમાં રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલી કાર્યક્રમ સાથે થઇ છે. જી20 સમિટના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી 9 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

g20 summit | g02 summit delhi | g20 summit schedule | G20 summit leaders | g20 summit 2023 | g20 summit pm modi
જી20 સમિટના બીજા દિવસે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ. (Photo – @narendramodi)

G20 Summit Delhi Full Schedule, PM Modi And Leaders Visit Rajghat : જી20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે સવારે જી20 સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર G20 નેતાઓનું સ્વાગત કર્યું હતું. તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અને ઘણા દિગ્ગજ નેતાઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા દિલ્હીના રાજઘાટ પર પહોંચ્યા હતા. PM મોદીએ G20 નેતાઓનું અંગરખા પહેરાવીને સ્વાગત કર્યું હતુ. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ G20 નેતાઓ ‘લીડર્સ લાઉન્જ’માં ‘પીસ વોલ’ પર હસ્તાક્ષર પણ કરશે.

તો જી20 સમિટના બીજા અને છેલ્લા દિવસના કાર્યક્રમની વાત કરીએ તો, બીજા દિવસે સવારે 9 થી 9.20 સુધી તમામ નેતાઓ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યુ હતુ. આ સમયગાળા દરમિયાન, મહાત્મા ગાંધીના પ્રિય ભક્તિ ગીતોનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવશે. સવારે 9.20 વાગ્યે નેતાઓ અને પ્રતિનિધિમંડળના વડા ભારત મંડપમના લીડર્સ લોન્જમાં ગયા હતા. આગેવાનો અને પ્રતિનિધિ મંડળના વડાઓ સવારે 9.40 થી 10.15 દરમિયાન ભારત મંડપમ ખાતે પહોંચ્યા હતા.

જી20 સમિટના બીજા દિવસે સવારે 10.15 થી 10.30 દરમિયાન ભારત મંડપમના દક્ષિણ પ્લાઝા ખાતે વૃક્ષારોપણ સમારોહ યોજાશે. આ પછી, સમિટનું ત્રીજું સત્ર ‘વન ફ્યુચર’ સવારે 10.30-12.30 વચ્ચે થશે. આ પછી નવી દિલ્હીના નેતાઓના ડિક્લેરેશન અપનાવવામાં આવશે.

પીએમ મોદીની વિવિધ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરે 9 દેશોના પ્રમુખોની સાથે જી20ની બેઠકોથી અલગ બેઠક કરશે. પ્રધાનમંત્રી આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. વડાપ્રધાન નાઈજીરીયાના રાષ્ટ્રપતિ અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. તે ઉપરાંત પીએમ મોદી આજે ભારતના મહત્વના ભાગીદાર દેશો UAE અને દક્ષિણ કોરિયા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પીએ મોદી જી20ના મહત્વપૂર્ણ સભ્ય યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.

આ પણ વાંચો | જી20ના પાયા પર બની રહી છે ભાજપની હિન્દુત્વની ઇમારત, દરેક જગ્યાએ ઇન્ડિયા બની રહ્યું છે ભારત, જાણો શું છે તેની પાછળની રણનીતિ

જી20 સમિટના સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે રવિવારે બપોરે 1 વાગે વર્કિંગ લંચ પર મુલાકાત યોજાશે. પીએમ મોદી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે અલગ બેઠક કરશે અને કોમોરોસ, તુર્કી, UAE, દક્ષિણ કોરિયા, EU/EC, બ્રાઝિલ અને નાઈજીરિયાના રાજ્યોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ આજે બપોરે 3 વાગ્યે ઈન્ટરનેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે.

Web Title: G20 summi 2023 delhi 2 day full schedule session pm modi leaders rajghat visit as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×