scorecardresearch
Premium

MSPની માંગણી પર અડગ ખેડૂતો, આ મુદ્દે 2022માં બનેલી સરકારી સમિતિએ અત્યાર સુધી શું કર્યું, જાણો

Farmers Protest : ખેડૂતોએ મંગળવારે અંબાલાની શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ હરિયાણા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા

Farmers Protest, Farmers Protest Updates
પોલીસે પ્રદર્શન કરી રહેલાી ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા (તસવીર – એક્સપ્રેસ)

Farmers Protest Updates : દિલ્હી ચલો વિરોધ કૂચમાં ભાગ લઈ રહેલા પ્રદર્શનકારી ખેડૂતો આજે શંભુ બોર્ડર પર રાત વિતાવશે. મંગળવારે ખેડૂતોએ અંબાલાની શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ હરિયાણા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. દિલ્હી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોનું સમર્થન કર્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પાર્ટીએ ખેડૂતોને આ કાયદાકીય ગેરંટી આપવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ખેડૂત ભાઈઓ આજે એક ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસે પાક પર સ્વામીનાથન આયોગ મુજબ દરેક ખેડૂતને એમએસપીની કાનૂની ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે.

આ એવા સમયે આવ્યું છે જ્યારે જુલાઈ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સમિતિ એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરી રહી છે. વડા પ્રધાનની કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત બાદ દિલ્હીની સરહદો પર એકઠા થયેલા ખેડુતોએ તેમના એક વર્ષ લાંબા વિરોધને પાછો ખેંચ્યાના સાત મહિના પછી આ પેનલની રચના કરવામાં આવી હતી. સમિતિની શરતોમાં એમએસપી માટેની કાનૂની ગેરંટી સામેલ નથી.

શું છે આ કમિટી?

આ સમિતિ ઝીરો બજેટ બીઆરડી ખેતીને પ્રોત્સાહન આપવા, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાકની પેટર્નમાં ફેરફાર કરવા અને એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે કરવામાં આવી હતી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 18 જુલાઈ 2022ના રોજ અધિસૂચિત કરી હતી.

આ પણ વાંચો – ખેડૂત વિરોધ પ્રદર્શન : આ વખતે કોણ કરી રહ્યું છે ખેડૂત આંદોલનની આગેવાની? ક્યાં છે રાકેશ ટિકૈત

26 સભ્યોની આ સમિતિની અધ્યક્ષતા પૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલ કરી રહ્યા છે. અન્ય સભ્યોમાં નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્ર, બે કૃષિ અર્થશાસ્ત્રી, એક પુરસ્કાર વિજેતા ખેડૂત, સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) સિવાય અન્ય ખેડૂત સંગઠનોના પાંચ પ્રતિનિધિઓ, ખેડૂત સહકારી મંડળીઓ/જૂથોના બે પ્રતિનિધિઓ, કૃષિ ખર્ચ અને ભાવ પંચ (સીએસીપી)નો એક સભ્ય, કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના ત્રણ વ્યક્તિઓ, ભારત સરકારના પાંચ સચિવોનો સમાવેશ થાય છે. ચાર રાજ્યોના ચાર અધિકારીઓ અને કૃષિ મંત્રાલયના એક સંયુક્ત સચિવ.

શું છે આ પેનલનો ઉદ્દેશ્ય

19 નવેમ્બર 2021ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. રદ કરવામાં આવેલા કાયદાઓમાં ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય ધારો, 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવની ખાતરી અને કૃષિ સેવાઓ પર સમજૂતી અને કૃષિ સેવાઓ ધારો, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) ધારો, 2020 સામેલ છે.

એમએસપી પરની સમિતિ પાસેથી આ વ્યવસ્થાને વધુ અસરકારક અને પારદર્શક બનાવીને દેશના ખેડૂતોને એમએસપી ઉપલબ્ધ કરાવવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. આ પેનલ દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર સ્થાનિક અને નિકાસની તકોનો લાભ લઈને ખેડૂતોને તેમના ઉત્પાદનના વળતરદાયક ભાવો દ્વારા ઊંચા દરો સુનિશ્ચિત કરવા કૃષિ માર્કેટિંગ પ્રણાલીને મજબૂત બનાવવા માટે ભલામણો પણ કરવાની છે. સમિતિને કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસ (સીએસીપી)ને વધુ સ્વાયત્તતા આપવાનાં પગલાં સૂચવવા અને તેને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

પેનલમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ

એમએસપી પર સમિતિની પ્રથમ બેઠક 22 ઓગસ્ટ 2022 ના રોજ મળી હતી. કૃષિ મંત્રાલયે કહ્યું કે સમિતિ તેને સોંપાયેલી બાબતો પર વિચાર-વિમર્શ કરવા માટે નિયમિત ધોરણે બેઠક કરી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સમિતિ દ્વારા અત્યાર સુધીમાં 6 મુખ્ય બેઠકો અને 31 પેટા-જૂથ બેઠકો / વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સંજય અગ્રવાલ સમિતિના કાર્યકાળનો ઉલ્લેખ 18 જુલાઈ 2022 ના જાહેરનામામાં કરવામાં આવ્યો ન હતો. તેથી સમિતિ પાસે આવી કોઈ સમયમર્યાદા નથી કે જેના દ્વારા તેને પોતાનો અહેવાલ રજૂ કરવાની જરૂર રહેશે.

Web Title: Farmers protest live updates farmers msp demand ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×