Neha Banka : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતને હિંદ મહાસાગર દ્વીપમાં તૈનાત પોતાના તમામ સૈન્ય કર્મચારીઓને 15 માર્ચ સુધી ભારત પરત બોલાવી લેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે માલેમાં જણાવ્યું હતું કે માલદીવે તેમને હટાવવાની માંગ કર્યાના લગભગ બે મહિના પછી આ ઘટના બની છે.
રાષ્ટ્રપતિના કાર્યલયમાં જાહેર નીતિના સચિવ અબ્દુલ્લા નાઝિમ ઇબ્રાહિમે કહ્યું હતું કે ભારતીય સૈન્ય કર્મીઓ માલદીવમાં રહી શકે નહીં. આ રાષ્ટ્રપતિ ડૉ.મોહમ્મદ મુઈજ્જુ અને તેમના પ્રશાસનની નીતિ છે.
માલદીવ અને ભારતે ડિસએન્ગેજમેન્ટ માટે વાટાઘાટો કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય કોર ગ્રૂપની રચના કરી છે. આ જૂથે રવિવારે સવારે માલેમાં વિદેશ મંત્રાલયના મુખ્યમથકમાં તેની પ્રથમ બેઠક યોજી હતી. માલદીવના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. જોકે ભારત સરકારે તત્કાળ મીડિયા રિપોર્ટની પુષ્ટિ કે કોઈ કોમેન્ટ કરી ન હતી.
હવે વાત કરીએ માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ શા માટે ભારતીય સૈનિકોને માલદીવ છોડવાનો આગ્રહ કરી રહ્યા છે? અને શા માટે ભારતીય સૈનિકો ટાપુઓ પર તૈનાત છે? તેમની તાકાત શું છે? તેને સમજવાનો પ્રયત્ન કરીએ.
માલદીવમાં કેટલા ભારતીય સૈનિકો છે?
માલદીવમાં ‘ભારત-વિરોધી’ નિવેદનબાજીથી વિપરીત ભારતીય સૈનિકોની કોઈ મોટી ટુકડી આ દ્વીપસમૂહ પર હાજર નથી. તાજેતરના સરકારી આંકડા મુજબ માલદીવમાં માત્ર 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ છે.
માલદીવની સેનાને તાલીમ આપવા માટે ભારતીય સૈનિકોને વિવિધ સ્થળોએ માલદીવ મોકલવામાં આવ્યા છે. તેમ છતાં, રાજકારણીઓ સહિત માલદીવના કેટલાક નાગરિકો છે જેમણે કોઈ પણ ક્ષમતામાં દેશમાં તેમની હાજરીનો વિરોધ કર્યો છે. માલદીવ અને ભારતના વિશ્લેષકોનું કહેવું છે કે ‘ઇન્ડિયા આઉટ’ અભિયાને માલદીવમાં આ સૈનિકોની ભૂમિકાને અતિશયોક્તિ કરી છે અને તેમની હાજરીને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા તરીકે રજૂ કરી છે.
તેમાં ઘણા ફેક્ટર કામ કરી રહ્યા છે. જેમાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન માલદીવમાં ભારત વિરોધી ભાવનાઓ ભડકી ઉઠી હતી. જ્યાં ભારત વિરુદ્ધ ખોટી માહિતી અને દુષ્પ્રચાર મોટા પાયે ફેલાવવામાં આવ્યો હતો. ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહની આગેવાની હેઠળની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી ભારતથી પ્રભાવિત રાજકીય પક્ષ છે તેવી કથાને આગળ ધપાવવા સહિત અનેક કારણોને કારણે આમ બન્યું છે. પીપલ્સ નેશનલ કોંગ્રેસ અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ પાર્ટીનું ગઠબંધન, જેના પ્રતિનિધિ પ્રમુખ મુઇજ્જુ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા. જેમને ચીનના સમર્થક માનવામાં આવે છે.
માલદીવમાં ભારતની સેના કેમ છે?
ભારત અને માલદીવ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારનો લાંબો ઇતિહાસ ધરાવે છે. નવેમ્બર 1988માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની સરકારની વિનંતીથી ભારતીય દળો સત્તાપલટાના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે વાસ્તવિક લશ્કરી કાર્યવાહી માટે ટાપુ પર પ્રવેશ્યા હતા. એક ઝડપી કાર્યવાહીમાં ભારતીય દળોએ રાષ્ટ્રપતિને સુરક્ષિત કરવામાં અને બળવાખોરોને પકડવામાં સફળતા મેળવી હતી. ત્યાર પછીના ત્રણ દાયકામાં માલદીવે સામાન્ય રીતે આ એપિસોડમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો – 100 ટકા મુસલમાન, પાકિસ્તાનનો પ્રભાવ, માલદીવ્સ્સ વિવાદ વચ્ચે શશિ થરુરે મોદી સરકારને કરી સાવધાન
“ભારત વિરોધી” અભિયાન 2020માં ઘણા સમય પછી શરૂ થયું હતું, પરંતુ 2013માં ચીન તરફી વલણ ધરાવતી પ્રોગ્રેસિવ પાર્ટી (પીપીએમ)ના અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી આ નારાજગી વધી રહી છે.
ભય અને શંકા પાછળનાં પાંચ મુખ્ય કારણો શું છે?
આનું એક મોટું કારણ ભારત દ્વારા 2010 અને 2015માં માલદીવને આપવામાં આવેલા બે ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ (એએલએફ) પર લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હતો. જેનો ઉપયોગ દરિયાઇ શોધ અને બચાવ કામગીરી, દરિયાઇ અને સુમુદ્રી મોસમ માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય ટાપુઓ વચ્ચે દર્દીઓનું મોનિટરિંગ અને એરલિફ્ટિંગ માટે હતો.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીની શરતો અનુસાર, ભારતીય અધિકારીઓને માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સને તાલીમ આપવા માટે માલદીવ મોકલવામાં આવ્યા હતા, જેમના આદેશ હેઠળ આ હેલિકોપ્ટર્સ કામ કરે છે.
ડો.મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના સંશોધન વિશ્લેષક ગુલબીન સુલ્તાના, જેમના સંશોધનના ક્ષેત્રમાં માલદીવનો સમાવેશ થાય છે. તેમણે 2021 માં Indianexpress.com જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર્સ ફક્ત માનવતાવાદી હેતુઓ માટે હતા, પરંતુ ભારત વિરોધી કેટલાક લોકો, ખાસ કરીને યામીનની પાર્ટી પીપીએમ, તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આ હેલિકોપ્ટર્સને ભેટ આપીને ભારત માલદીવમાં લશ્કરી હાજરી ઉભી કરી રહ્યું છે કારણ કે તે લશ્કરી હેલિકોપ્ટર હતા.
માલદીવની અંદરની ફરિયાદોનું બીજું મોટું કારણ સોલિહ સરકારે ભારત સાથેના તેના વ્યવહારમાં પારદર્શિતાનો કથિત અભાવ હતો. ત્યારે એક હકીકત એ છે કે માલદીવ સમુદ્રી સુરક્ષા માટે ભારત પર ભારે નિર્ભર છે. માલદીવના ઇતિહાસના નિષ્ણાંત રશીદા એમ દીદીએ 2022માં કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ માટે લખ્યું હતું કે ભારત, માલદિવ્સ અને શ્રીલંકા સામાન્ય દરિયાઇ સુરક્ષા જોખમો અને ગેરકાયદેસર તસ્કરી જેવા પડકારોનો સામનો કરવા માટે એકબીજા સાથે સહકાર આપે છે. જેમાં ચોરી, ગેરકાયદેસર માછીમારી આ દ્વીપસમૂહ માટે મોટી ચિંતાનો વિષય છે.
તેમણે લખ્યું હતું કે અન્ય એક ફ્લેશપોઇન્ટ માલદીવની નવી પોલીસ એકેડેમી હતી, જે ભારતની મદદથી બનાવવામાં આવી હતી અને નેશનલ કોલેજ ઓફ પોલીસિંગ એન્ડ લો એન્ફોર્સમેન્ટને આવાસ આપવામાં આવી હતી. વિપક્ષનો (હવે સત્તામાં છે) અવિશ્વાસ ઇમારત અને તેની આસપાસના સંકુલના કદને કારણે ઉદ્ભવે છે. જે અફવા ફેલાઈ રહી છે તે સૂચવે છે કે એકેડેમી આટલી મોટી છે તેનું એકમાત્ર કારણ ભારતીયો અને તેમના પરિવારોને એકેડેમી સાથે સંકળાયેલા રાખવાનું છે, જે અહેવાલ મુજબ તેને દેશમાં વધુ ભારતીયોને લાવવા માટે એક યોગ્ય સ્થળ બનાવે છે. જોકે આ અંદાજ પાયાવિહોણો છે.
પાંચમું સૌથી મોટું કારણ ફેબ્રુઆરી 2021માં ભારત અને માલદીવ્સ વચ્ચે યુટીએફ હાર્બર પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ભારતે રાજધાની માલે નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત ઉથુરુ થિલાફલ્હુ ખાતે કોસ્ટ ગાર્ડ બંદર અને ડોકયાર્ડ વિકસાવવાનું હતું અને તેને જાળવવાનું હતું. માલદીવના મીડિયાના વિભાગોએ અનુમાન લગાવ્યું હતું કે યુટીએફ પ્રોજેક્ટને ભારતીય નૌકામથકમાં રૂપાંતરિત કરવામાં આવશે. જોકે માલદીવના તત્કાલીન સંરક્ષણ દળોના વડા મેજર જનરલ અબ્દુલ્લાએ આ કરાર પર હસ્તાક્ષર થયા પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત સરકારે સંકેત આપ્યો હતો કે તે આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ સહાય પૂરી પાડશે, પરંતુ કોઈ પણ ભારતીય નૌકાદળના મથક માટે કોઈ યોજના નથી.