scorecardresearch
Premium

Freebies : નરેગા, ન્યાય અને પીએમ-કિસાન: રાજકારણીઓ ગરીબોને સીધો લાભ (રોકડ) આપવામાં કેમ વિશ્વાસ રાખે છે?

Lok Sabha Elections 2024 : 28 ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ નાગપુરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે તો તે ‘ન્યાય યોજના’ લાગુ કરશે.

Freebies | Lok Sabha elections 2024
લોકસભા ચૂંટણી પહેલા બધી પાર્ટીઓ જનતાને ઘણા વાયદા કરે છે (Express Photo)

ઉદિત મિશ્રા : કોંગ્રેસે ફરી એકવાર ‘ન્યાય યોજના’ ના વચનનું પુનરાવર્તન કર્યું છે. જો આપણે 2019ની લોકસભાની ચૂંટણીઓને યાદ કરીએ તો આ શબ્દ સૌથી જૂની પાર્ટીના મેનિફેસ્ટોનો મુખ્ય મુદ્દો માનવામાં આવતો હતો. જોકે તેનો ફાયદો પાર્ટીને થયો ન હતો અને બીજેપી સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી હતી.

28 ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ નાગપુરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે તો તે ‘ન્યાય યોજના’ લાગુ કરશે. એક એવી યોજના જેના હેઠળ મહિલાઓને દર વર્ષે ઓછામાં ઓછા 60,000-70,000 રૂપિયા આપવામાં આવશે. 27 ડિસેમ્બરે કોંગ્રેસે એ પણ જાહેરાત કરી હતી કે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ વખતે 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી મણિપુરથી મુંબઈની યાત્રા શરૂ કરશે અને આ યાત્રાનું નામ ‘ન્યાય યાત્રા’ હશે.

2019 ની લોકસભા ચૂંટણીઓની આસપાસ 2018માં વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની વર્તમાન સરકારે PM-KISAN (પ્રધાનમંત્રી – કિસાન સન્માન નિધિ) યોજના શરૂ કરી હતી. ખેડૂતોને સીધો લાભ આપતી આ વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું કહેવાય છે. આ યોજના હેઠળ ભારતમાં તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક રૂ. 6,000/-ની આવક સહાય પૂરી પાડવાની જોગવાઈ હતી.

આ પણ વાંચો – શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, કહ્યું – રાજતિલક થતા-થતા વનવાસ પણ થઇ જાય છે

સરકારો કે રાજકીય પક્ષો ચૂંટણી પહેલા આવી યોજનાઓ પ્રજા સમક્ષ લાવે છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. છેવટે, આવી યોજનાઓનું આકર્ષણ શું છે? શું આવી યોજનાઓ રેવડીઓ અથવા મફત ભેટો નથી? શું આ યોજનાઓ યુનિવર્સલ બેઝિક ઈન્કમ (UBI) જેવી છે? જેમાં દરેકનું ભથ્થું નક્કી થાય છે.

NYAY શું છે, તે UBI જેવું કેમ નથી?

‘ન્યાય યોજના’નો સૌપ્રથમ ઉલ્લેખ જાન્યુઆરી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ પછી પાર્ટીએ નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી જેવા લોકો સાથે ચર્ચા કરીને મેનિફેસ્ટોના રૂપમાં આ વિચાર તૈયાર કર્યો. અન્ય કેટલાક પ્રખ્યાત અર્થશાસ્ત્રીને તેમાં સામલ કરવામાં આવ્યા અને લોકો સામે રાખવામાં આવી હતી.

ન્યૂનતમ આવક યોજના (NYAY) અથવા મિનિમમ ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામ (MISP) યોજના હેઠળ કોંગ્રેસે દેશના સૌથી ગરીબ લોકોને આર્થિક ન્યાય આપવાનું વચન આપ્યું હતું. આ યોજના હેઠળ દર વર્ષે 72,000 રૂપિયા (દર મહિને 6 હજાર) ગરીબોને આપવાના હતા. કોંગ્રેસનું માનવું હતું કે તેનાથી ભારતના સૌથી ગરીબ 20 ટકા (5 કરોડ પરિવારો)ને ફાયદો થશે.

હવે સવાલ એ ઊભો થાય છે કે ‘ન્યાય યોજના’ કે ‘PM કિસાન નિધિ યોજના’ યુનિવર્સલ બેઝિક ઈન્કમ (UBI) જેવી કેમ નથી? યુબીઆઈનો વાસ્તવમાં અર્થ એ છે કે સરકારે દેશના દરેક નાગરિકને મૂળભૂત આવક પૂરી પાડવી જોઈએ અને તેનાથી તેમની આર્થિક સમૃદ્ધિ થઈ શકે છે.

શા માટે UBI લાગુ કરવામાં આવતી નથી?

UBI વિશે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દેશને આ પોસાઇ શકે તેમ નથી કારણ કે તેને દેશના આર્થિક માળખામાં સાંકળી લેવાનો મોટો પડકાર છે. સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં જ્યાં UBIને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને તેને અપનાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યાં UBIની રકમ ઘણી વધારે છે ભલે ત્યા વસ્તી ઓછી હોય.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Explained nrega nyay and pm kisan why do politicians rush to give direct benefits to the poor jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×