કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (enforcement directorate) એ ચાઈનીઝ મોબાઇલ એપ્લિકેશન (chinese application) વિરુદ્ધ ફરીવાર કડક કાર્યવાહી શરૂ કરી દીધું છે. યુવાનોને પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે છેતરપિંડી કરતી ચીની એપ પર EDએ કાર્યવાહી તેજ કરી છે. ભારતમાં ચાલતી આ તમામ એપ્સને ચીનથી સંચાલિત કરવામાં આવી રહી છે.
આ ચીની એપ ભારતના યુવાનોને પાર્ટ ટાઈમ જોબ (job application) આપવાના બદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media apps) પર ‘સેલિબ્રિટીઝ’ના વીડિયો અપલોડ કરવા માટે મજબૂર કરી રહી હતી. આ ચાઈનીઝ એપ્સ (chinese app) પર કાર્યવાહી કરતા EDએ બેંગલુરુમાં ચાઈનીઝ એપ્સ સાથે સંબંધિત 12 કંપનીઓના સ્થળો પર EDએ દરોડા (enforcement directorate raid) પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ દરોડામાં 5.85 કરોડ રૂપિયાની રકમ જપ્ત કર્યા છે.
EDએ કહ્યું કે તપાસ દરમિયાન એવી વાત સામે આવી છે કે ચાઈનીઝ નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી આ મોબાઈલ એપ્સ (mobile app) દ્વારા નોકરી આપવાના નામે યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ લોકોને પાર્ટ ટાઈમ જોબ (part time job) માટે રજીસ્ટ્રેશન કરવા કહેવામાં આવ્યું હતું. આ રજીસ્ટ્રેશન માટે લોકો પાસેથી પૈસા વસુલવામાં આવતા હતા.
EDએ કહ્યું કે આ ચાઇનીઝ એપ કંપનીઓએ ભારતમાં ઘણા બધા ડિરેક્ટર, ટ્રાન્સલેટર, એચઆર મેનેજર અને ટેલી-કોલર તરીકે પણ નિયુક્ત કર્યા છે. એટલું જ નહીં, આ કંપનીઓએ તેમના દસ્તાવેજોના આધારે ભારત સ્થિત બેંકોમાં ખાતા પણ ખોલાવ્યા છે. આ એપ કંપનીઓ વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) દ્વારા પણ પોતાની એપની જાહેરાત કરતી હતી. EDના જણાવ્યા અનુસાર, આ ચાઇનીઝ એપ્લિકેશનો એક ઇન્વેસ્ટમેન્ટ એપની જેમ કામ કરે છે, જેમાં યુઝરને પહેલા એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ રીતે આ એપ કંપનીઓ યુવાનો પાસેથી પૈસા પડાવી લે છે. આ સાથે આ કંપનીઓએ રોકાણના નામે પણ છેતરપિંડી કરી છે.
એજન્સીએ કહ્યું કે આ કંપની રજિસ્ટર્ડ થયેલા યુવકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટીઝના વીડિયો શેર કરવા માટે 20 રૂપિયા પ્રતિ વીડિયોના દરે તેમના વોલેટમાં પૈસા જમા કરાવતી હતી. આ રીતે કંપની યુવાનોને પોતાના જાળ ફસાવી દેતી અને થોડા સમય પછી આ એપ્સને ‘પ્લે સ્ટોર’ પરથી હટાવી દેવામાં આવતી હતી.
EDએ કહ્યું કે તપાસમાં ખુલાસો થયો છે કે છેતરપિંડીથી એકત્ર કરાયેલા નાણાને ક્રિપ્ટો કરન્સીમાં (cryptocurrency) કન્વર્ટ કરીને ચીન ખાતે આવેલા ક્રિપ્ટો એક્સચેન્જ (cryptocurrency exchange)માં મોકલવામાં આવ્યા છે. પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટ મુજબ, 92 આરોપીઓમાંથી 6 ચીનના જ્યારે એક તાઈવાનનો નાગરિકો છે, આ લોકો જ સમગ્ર કૌભાંડનું સંચાલન કરી રહ્યા હતા.