ED Raids : રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી રહી છે. હવે ઈડીએ તેમના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ મોકલીને હાજર થવા જણાવ્યું છે. અશોક ગેહલોતે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે 25 ઓક્ટોબરે અમે રાજસ્થાનની મહિલાઓને કોંગ્રેસ તરફથી પાંચ ગેરંટી આપી હતી. 26 ઓક્ટોબરે ઈડીએ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના આવાસ પર દરોડા પાડ્યા હતા.
તેમણે આ જ પોસ્ટમાં એવી પણ માહિતી આપી હતી કે તેમના પુત્ર વૈભવ ગેહલોતને ઇડીમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીએમ અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે હવે તમે સમજી શકો છો કે હું કહી રહ્યો છું કે ઇડીના દરોડા રાજસ્થાનમાં એટલા માટે થાય છે કારણ કે ભાજપ નથી ઇચ્છતી કે રાજસ્થાનમાં મહિલાઓ, ખેડૂતો, ગરીબ લોકોને કોંગ્રેસે આપેલી ગેરંટીનો લાભ મળી શકે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ગભરાવાની જરૂર નથી. અમે આવતીકાલે વધુ પાંચ ગેરન્ટીઓ આપવા જઈ રહ્યા છીએ. જો આવી સ્થિતિ હોય તો તમે કલ્પના કરી શકો છો કે આ લોકશાહીમાં દિલ્હીમાં એવી સરકાર બેઠી છે જે દિલ જીતવાને બદલે ગુંડાગીરી કરી રહી છે.
આ પહેલા તેમણે કહ્યું કે આજે પરિસ્થિતિ ચિંતાજનક છે, સવાલ કોઈનો નથી, સવાલ મારા પુત્રનો નથી. તેઓએ આખા દેશમાં આતંક ફેલાવ્યો છે. મેં સાંભળ્યું છે કે ઇડીના અધિકારીઓએ તેમના પરિવારોને એક વર્ષથી છત્તીસગઢ ટ્રાન્સફર કર્યા છે અને ત્યાં ભાડા પર રહે છે કારણ કે તેમને દરરોજ દરોડા પાડવા પડતા હતા.
વહેલી સવારે ગોવિંદસિંહ ડોટાસરાના પરિસર પર દરોડા
ગુરુવારે સવારે સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીએ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અને અપક્ષ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા હતા. જોકે ઈડીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ રેડ પેપર લીક મામલે કરવામાં આવી હતી. ગોવિંદસિંહ સામે ઈડીએ પ્રથમ વખત દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે ગોવિંદ સિંહ ડોટાસરા અને ઓમ પ્રકાશ હુડલાને કોંગ્રેસે ફરીથી મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે, આમંત્રણનો સ્વીકાર કર્યો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કથિત પેપર લીક મામલે ઈડીએ ગોવિંદ સિંહ ડોટાસરા અને મહુઆ વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ શાળા શિક્ષણ મંત્રી ડોટાસારાના સીકર અને જયપુર સ્થિત પરિસર અને દૌસાથી મહુઆ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હૂડલા તથા કેટલાક અન્ય સ્થળોએ તલાશી લેવામાં આવી રહી છે.
ડોટાસરાએ કહ્યું – સત્યમેવ જયતે
ઈડીના દરોડા શરૂ થયા બાદ તરત જ ગોવિંદસિંહ ડોટાસરાએ એક્સ પર જવાબ આપ્યો હતો. તેમણે પોસ્ટ કર્યું કે સત્યમેવ જયતે. રાજ્યના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ઇડી દ્વારા રાજસ્થાનમાં દરરોજ દરોડા પાડવામાં આવી રહ્યા છે કારણ કે ભાજપ નથી ઇચ્છતી કે કોંગ્રેસ પાર્ટીની ગેરંટી મહિલાઓ, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચે.
ડોટાસરા અને હૂડા ક્યાંથી લડી રહ્યા છે?
ગોવિંદસિંહ ડોટાસરા સીકરની લછમનગઢ બેઠક પરથી ભાજપના સુભાષ મહરિયા સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે જ્યારે હૂડલા અપક્ષ ધારાસભ્ય છે. કોંગ્રેસે આ વખતે હુડલાને મહુઆ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.