વડાપ્રધાન આવાસ ઉપરથી ડ્રોન ઉડવાની માહિતી મળતાં જ હડકંપ મચી ગયો હતો. દિલ્હી પોલીસ સહિત એસપીજી અને અન્ય સુરક્ષા એજન્સીઓ તપાશમાં લાગી ગઈ હતી. સમાચાર એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે સવારે 5 વાગ્યે પોલીસને વડાપ્રધાનની સુરક્ષા કરનાર વિશેષ દળના અધિકારીઓને ડ્રોન દેખાવાની માહિતી મળી હતી. એલર્ટ રજૂ થયા બાદ દિલ્હી પોલીસે ડ્રોનને ટ્રેક કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે પીએમ મોદીનું આવાસ રેડ નો ફ્લાઈ ઝોન અથવા નો ડ્રોન અંતર્ગત આવે છે. અત્યાર સુધી ડ્રોન અંગે કોઈ જાણકારી હાથ નથી લાગી.
પોલીસે અત્યાર સુધી શું જાણકારી આપી?
ઉલ્લેખનીય છે કે અન્ય સુરક્ષા એજન્સીઓએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એર ટ્રાફિક કંટ્રોલને પણ કંઈ મળ્યું નથી. દિલ્હી પોલીસ પ્રમાણે એનડીડી નિયંત્રણ કક્ષમાં પીએમ નરેન્દ્ર મોદીના આવાસ પાસે એક શંકાસ્પદ વસ્તુ અંગે માહિતી મળી હતી. આસ-પાસના વિસ્તારોમાં ખુબ શોધખોળ કરવામાં આવી પરંતુ કંઈ મળ્યું નથી. હવાઈ યાતાયાત નિયંત્રણ કક્ષ (એટીસી) સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો. એટીસીને પણ વડાપ્રધાન આવાસ પાસે આવી કોઈ ઉડતી વસ્તુ મળી નથી.
વડાપ્રધાન આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે જે પહેલા 7 રેસ કોર્સ રોડ હતો. અહીં દેશના સૌથી મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહે છે અને પોતાનું કામ કરે છે.
વડાપ્રધાન આવાસનું સત્તાવાર નામ પંચવટી છે અને આ સામાન્ય જનતા માટે બંધ રહે છે. માનવામાં આવે છે કે રાજીવ ગાંધી 1984માં આ આવસમાં રહેનારા પહેલા હતા અને 2014થી આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પીએમ હાઉસ બનેલું છે.
ડ્રોન ઉડાડવા અંગે શું છે નિયમ
એ જાણકારી હોવી ખુબ જ જરૂરી છે કે પીએમ આવાસ રેડ નો ફ્લાય ઝોન અથા નો ડ્રોન ઝોન અંતર્ગત આવે છે. આ ઉપરાંત ડ્રોનના ઉપયોગને લઇને કેટલાક નિયમ-કાયદા હોય છે.જેનું પાલન થવું ખુબ જ જરૂરી છે. જો કોઈપણ વ્યક્તિ આ નિયમનું પાલન ન કરે તો તો કાયદાકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ડ્રોન ઉડાવવા માટે સંસ્થાન અથવા વ્યક્તિને ડ્રોન સર્ટિફિકેટ લેવું જરૂરી છે. જેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા કેન્દ્ર સરકાર તરફતી રજૂ કરવામાં આવે છે.