દિલ્હીમાં એક આધેડ વ્યક્તિની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો એપ્રિલ મહિનાનો હતો, પરંતુ ફરિયાદ હવે નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો ખુલાસો ઘરમાં લગાવેલા કેમેરાથી થયો છે. જેમાં પુત્રએ પિતા કાળો જાદુ કરતા હોવાની શંકામાં ઘરમાં વીડિયો લગાવ્યો હતો, જેના ફૂટેજ સામે આવતા આખો મામલો સામે આવ્યો અને હવે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પુત્રએ ઘરમાં ગુપ્ત કેમેરો લગાવ્યો હતો
એપ્રિલમાં તેના પડોશીઓમાંની એક 16 વર્ષની છોકરી પર કથિત રીતે જાતીય હુમલો કરવા બદલ એક 68 વર્ષીય વ્યક્તિની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ બાબત પ્રકાશમાં ત્યારે આવી, જ્યારે આનો કથિત કૃત્યનો એક વિડિયો સામે આવ્યો, જે આરોપીના પુત્ર દ્વારા તેના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. પુત્રને આશંકા હતી કે, તેના પિતા “કાળા જાદુ”ની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી તેણે ઘરમાં ગુપ્ત રીતે કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો, જેમાં સમગ્ર કરતૂત કેદ થઈ હતી.
પુત્રએ જ પીડિતાના પિતાને વીડિયો મોકલ્યો
આરોપીના 40 વર્ષીય પુત્રએ પીડિતાના પિતાને આ સમગ્ર ઘટનાનો વીડિયો મોકલ્યો, જેમણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે વીડિયો મોકલનાર પુત્ર અને આધેડ પાડોશી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે, જેણે પીડિતાના પિતાને પોલીસમાં ફરિયાદ ન કરવાની સલાહ આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના 20 થી 30 એપ્રિલની વચ્ચે બની હતી. “આરોપી અને પીડિતાના પરિવારો ખૂબ જ નજીકના હતા. આરોપીઓ ભૂતકાળમાં ઘણીવાર તેની સાથે જાતીય હુમલો કરતા હતા. સંબંધિત દિવસે, તેણે પીડિતાને કોઈ બહાને તેના ઘરે બોલાવી અને એક રૂમમાં તેના પર બળાત્કાર ગુજાર્યો.”
પીડિતાએ તેના પરિવારના કોઈ સભ્યને આ ઘટના વિશે જણાવ્યું ન હતું. અધિકારીએ કહ્યું, “જો કે, પીડિતાના પિતાને મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે અજાણ્યા નંબર પરથી એક વીડિયો મળ્યો હતો, જેમાં આરોપી દ્વારા તેમની પુત્રીનું કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું હતુ.” ત્યારબાદ, પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને જાતીય અત્યાચાર અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને આરોપીની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.
કેવી રીતે મામલો સામે આવ્યો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આરોપીના પુત્રની પૂછપરછ કરી રહ્યા છીએ, જેણે પીડિતાના પિતાને વીડિયો મોકલ્યો હતો. તેણે અમને કહ્યું કે, તે તેના પિતાની “શંકાસ્પદ પ્રવૃત્તિઓ”થી નારાજ હતો અને તેને શંકા હતી કે, પિતા ઘરમાં અંદર કાળો જાદુ કરે છે. રૂમના એક ખૂણામાં મોબાઈલ મૂક્યો અને ધ્યાનપૂર્વક તેને કપડાથી છુપાવી દીધો જેથી તેના પિતા અંદર હોય ત્યારે તેને જોઈ ન શકે.
થોડા અઠવાડિયા પછી, આરોપીના પુત્રએ તેના ફોન પર બ્રાઉઝ કરતી વખતે વીડિયો જોયો અને તેને સમજાયું કે, સગીર છોકરી તેની પાડોશી છે. તેણે તરત જ તેના પિતાને ફૂટેજ મોકલ્યા. પોલીસે જણાવ્યું હતું કે, “આરોપીની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તે તેના અપરિણીત પુત્ર સાથે રહેતો હતો. જો કે પુત્રએ તેના પિતાના કાળા જાદુની શંકાની તપાસ માટે અલગ હેતુ માટે ઘરની અંદર ફોન લગાવ્યો હતો.
આ પણ વાંચો – એકતરફી પ્રેમમાં પાગલ થયો પ્રેમી: ‘બાળપણની મિત્રએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, હત્યા કરી દીધી’
એક અધિકારીએ અમને કહ્યું, “તેમ છતાં વિડિયો શૂટ કરીને પીડિતાના પિતાને મોકલવા બદલ તેની સામે IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” પોલીસે કહ્યું કે, તેઓએ ગુનાહિત ધમકી સંબંધિત IPC કેસ નોંધ્યો છે. કારણ કે તેણે કથિત રીતે પીડિતાના માતા-પિતાને કેસમાં પોલીસનો સંપર્ક કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.