દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર એક્સાઇઝના ભ્રષ્ટાચાર કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા બાદ તેઓ આજે રવિવાર 16 એપ્રિલ, 2023ના રોજ 11 વાગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સમક્ષ હાજર થયા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછ ખતમ થઇ ગઇ છે. તે સીબીઆઈ હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ થઇ હતી.
આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના કાર્યાલયની બહાર ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી. સીબીઆઈની મુલાકાત પહેલા એક વીડિયો મેસેજમાં કેજરીવાલે ભાજપ પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે “ભાજપે સીબીઆઈને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.”
શનિવારે સમન્સનો પ્રત્યુત્તર આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ આદેશ અનુસાર સીબીઆઈ સમક્ષ હાજર થશે, તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર “માથાથી પગ સુધી ભ્રષ્ટાચારથી ખરડાયેલા” હોવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન આપ પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે દેશની રાષ્ટ્રીય રાજધાનીની સ્થિતિને ‘અભૂતપૂર્વ’ ગણાવીને સોમવારે દિલ્હી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું હતું. આપ પ્રધાને કહ્યું કે “વિવિધ મતવિસ્તારના ધારાસભ્યો વચ્ચેની આ સત્તાવાર ચર્ચા લોકોની ચર્ચા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે સત્ર બોલાવવામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આપ પાર્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં દિલ્હી સરકારના મંત્રીઓ ઉપરાંત પાર્ટીના તમામ સાંસદો પણ હાજર રહ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માન પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછ ખતમ થઇ ગઇ છે. તે સીબીઆઈ હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ થઇ હતી.
#UPDATE | Delhi CM Arvind Kejriwal leaves the CBI office after nine hours of questioning in the liquor policy case. https://t.co/6KTfu5RB8H pic.twitter.com/yHVay3w7uM
— ANI (@ANI) April 16, 2023
આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલે નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના મતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. બેઠકમાં પાર્ટી પદાધિકારીઓ, જિલ્લાધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવો અને અન્ય નેતાઓેને સામેલ થવા માટે કહ્યું છે.
AAP Delhi Convenor Gopal Rai holds emergency meeting in view of Delhi CM Arvind Kejriwal's questioning by CBI.
— ANI (@ANI) April 16, 2023
AAP National Secretary Pankaj Gupta, Mayor of Delhi Shelly Oberoi & Deputy Mayor Aale Iqbal are also present in the meeting.
Aam Aadmi Party (AAP) held a protest in Amritsar, Punjab earlier today against the CBI questioning of Delhi CM & AAP National Convenor Arvind Kejriwal in the Delhi excise case. pic.twitter.com/fg2EHQTOQB
— ANI (@ANI) April 16, 2023
AAP નેતા ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'પંજાબના મંત્રી ભગવંત માનની સાથે ધારાસભ્યો સીએમ કેજરીવાલને સમર્થન આપવા આવી રહ્યા હતા. રાજ્યની સરહદ પર 20 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલની પુછપરછના વિરોધમાં સીબીઆઇની ઓફિસ બહાર આપ પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પાર્ટીના વજીરપુરના ધારાસભ્ય રાજેશ ગુપ્તા ચક્કર આવવાને કારણે નીચે ઢળી પડ્યા અને બેહોશ થઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ये लड़ाई सिर्फ़ @AamAadmiParty की नहीं है,
— Rajesh Gupta (@rajeshgupta) April 16, 2023
ये लड़ाई है आपके बच्चे की शिक्षा की,
ये लड़ाई है फ्री दवाई की,
ये लड़ाई सिर्फ़ @ArvindKejriwal की नहीं बल्कि हर उस आदमी की है जो इस देश की तरक़्क़ी के सपने देखने की जुर्रत करे#KejriwalRukegaNahi pic.twitter.com/me5tA6PHrf
અરવિંદ કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આપ પાર્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં દિલ્હી સરકારના મંત્રીઓ ઉપરાંત પાર્ટીના તમામ સાંસદો પણ હાજર છે. પંજાબના સીએમ ભગવંત માન પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ભાજપે જોયું કે કેજરીવાલ કર્ણાટક જઈ રહ્યા છે, મધ્યપ્રદેશ પણ જઈ રહ્યા છે, છત્તીસગઢ પણ જવું જોઈએ. ગુજરાતમાં પણ તેમના માટે મુશ્કેલ બન્યું છે. આ બધું જોઈને આજે તેણે અરવિંદ કેજરીવાલનેે ફોન કર્યો. બે શાહ બેઠેલા છે, એક અમિત શાહ અને એક સરમુખત્યાર, જેઓ રોજ ઓર્ડર આપે છે.
આપ પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'જે રીતે કંસને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણ તેનો સંહાર કરશે અને તેથી કંસએ શક્ય તમામ પ્રયાસો કર્યા, શ્રી કૃષ્ણને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું પણ તેનો વાળ પણ ફેરવી શક્યા નહીં. એ જ રીતે આજે ભાજપ જાણે છે કે તેમનું પતન AAPના હાથે થશે.