scorecardresearch
Premium

Delhi Airport: ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ પોતાના હવાઈ યાત્રીઓ માટે રજૂ કરી નવી માર્ગદર્શિકા, ‘માત્ર એક જ સામાન સાથે રાખો’

Delhi IGI airport: ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ મંગળવારે યાત્રીઓને સલાહ આપી છે કે સ્થાનિક પ્રસ્થાન માટે ઓછામાં ઓછા 3.5 કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચો અને સુચારુ સુરક્ષા તપાસ માટે માત્ર એક જ સામાન સાથે લઇ જાઓ.

દિલ્હી એરપોર્ટ ફાઇલ તસવીર
દિલ્હી એરપોર્ટ ફાઇલ તસવીર

Indira Gandhi International Airport: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વધતી ભીડને ધ્યાનમાં રાખીને એરલાઇન્સે એરપોર્ટ પહોંચનારા યાત્રીઓ માટે માર્ગદર્શિકા રજૂ કરી છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ મંગળવારે યાત્રીઓને સલાહ આપી છે કે સ્થાનિક પ્રસ્થાન માટે ઓછામાં ઓછા 3.5 કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચો અને સુચારુ સુરક્ષા તપાસ માટે માત્ર એક જ સામાન સાથે લઇ જાઓ.

ઈન્ડિગોએ કહ્યું કે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોનો ભારે ધસારો છે અને ચેક-ઈન અને બોર્ડિંગનો સમય સામાન્ય કરતા વધુ લાંબો રહેવાની અપેક્ષા છે. એરલાઈન્સે પેસેન્જરોને દિલ્હી એરપોર્ટ, ટર્મિનલ 3 પર પ્રવેશ માટે ગેટ નંબર 5 અને 6નો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી કારણ કે આ ઈન્ડિગો ચેક-ઈન કાઉન્ટરની સૌથી નજીક છે.

COVID પછી મુસાફરોની સૌથી વધુ સંખ્યા

છેલ્લા દસ દિવસથી દેશમાં સ્થાનિક દૈનિક મુસાફરોની સંખ્યા 4 લાખથી વધુ છે. 11 ડિસેમ્બરે આ સંખ્યા 4,28,000થી વધુ થઈ ગઈ હતી. કોવિડ રોગચાળા પછી આ માત્ર સૌથી વધુ મુસાફરોની સંખ્યા નથી, પરંતુ ભારતમાં પણ સૌથી વધુ છે.

Web Title: Delhi airport indigo and air india have introduced new guidelines for their passengers

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×