biporjoy cyclone live location and updates : અરબી સમુદ્રમાં બિપરજોય નામનું ચક્રવાત ઊભું થયું છે ત્યારે હવે આ ચક્રવાત વાવાઝોડામાં પરિપર્તિત થવાની સંભાવના છે. મંગળવારે રાત્રે 11.30 વાગ્યે ગોવા નજીક પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાતી વાવાઝોડું લગભગ ઉત્તર તરફ આગળ વધીને ગંભીર ચક્રવાતી તોફાનમાં અને પછી આગામી 24 કલાક દરમિયાન ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના સવારના બુલેટિનમાં જણાવ્યું હતું.
ચક્રવાત બિપરજોયની શું છે સ્થિતિ?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણએ “પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ છેલ્લા 3 કલાક દરમિયાન વ્યવહારીક સ્થિર રહ્યું હતું. અને 7મી જૂન, 2023 ના રોજ 0230 કલાક IST પર કેન્દ્રીત હતું. અને રેખાંશ 66.0°E, ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 900 કિમી, મુંબઈથી 1,020 કિમી દક્ષિણ-પશ્ચિમ, પોરબંદરથી 1,090 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1380 કિમી દક્ષિણમાં વચ્ચે છે. ”
80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
80-90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ગેલ પવનો પૂર્વમધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પ્રવર્તે તેવી અપેક્ષા છે. બુધવાર સાંજથી તે જ વિસ્તારમાં 105-115 કિમી પ્રતિ કલાકથી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની શક્યતા છે. IMD એ જણાવ્યું હતું. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ સપ્તાહની અંદર સર્જાયેલું આ બીજું ચક્રવાત
IMD અનુસાર, ચક્રવાત બિપરજોયની તીવ્રતા, અરબી સમુદ્રમાં તેની રચનાનું સ્થાન અને તેની પછીની હિલચાલ કેરળ પર દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતને અસર કરે તેવી શક્યતા છે . ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ સપ્તાહની અંદર સર્જાયેલું આ બીજું ચક્રવાત છે. બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાત મોચાએ બાંગ્લાદેશ અને મ્યાનમારમાં ભારે વિનાશ સર્જ્યો હતો. 2021 માં ચોમાસાની શરૂઆતના સમયે ચક્રવાત યાસની રચના થઈ હતી.
ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
બિપરજોય નામના ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ બંદરો પર સતર્કતા સેવાઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બન્યું હોવાના કારણે ગુજરાતના દરિયા કાઠાં પર સંકટ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 1090 કિલોમીટર દૂર છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો