scorecardresearch
Premium

Population Control Bill: કેન્દ્રમાં અડધા ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ અને લગભગ 100 સાંસદોને બે કરતાં વધુ બાળકો છે

Population Control Bill: રવિ કિશને શુક્રવારે લોકસભામાં વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા માટે એક બિલ રજૂ કર્યું હતું. જોકે રવિ કિશનને પોતે ચાર બાળકો છે. જો કે આ માટે તેઓ કોંગ્રેસની નીતિને જવાબદાર માને છે.

કેબિનેટ મંત્રીઓની ફાઇલ તસવીર
કેબિનેટ મંત્રીઓની ફાઇલ તસવીર

ગોરખપુરના BJP સાંસદ (BJP MP) અને અભિનેતા રવિ કિશને શુક્રવારે લોકસભામાં વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા માટે એક બિલ રજૂ કર્યું હતું. જોકે રવિ કિશનને પોતે ચાર બાળકો છે. જો કે આ માટે તેઓ કોંગ્રેસની નીતિને જવાબદાર માને છે. બિલ રજૂ કરતા પહેલા એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રવિ કિશને કહ્યું હતું કે જો કોંગ્રેસે વસ્તી નિયંત્રણ કાયદો બનાવ્યો હોત તો મને ચાર બાળકો ન હોત. પોતાના ઈન્ટરવ્યુમાં તેમણે વધતી વસ્તી માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

અડધો ડઝન કેબિનેટ મંત્રીઓને બે કરતાં વધુ બાળકો છે

28 કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ છે. જેમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, ગિરિરાજ સિંહ જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મંત્રીઓની પ્રોફાઇલમાંથી મળેલી માહિતી અનુસાર, 28 કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓમાંથી આઠને બે કરતાં વધુ બાળકો છે.

ભાજપના લગભગ 32% સાંસદોને ત્રણ કે તેથી વધુ બાળકો છે

ન્યૂઝક્લિકના અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 149 લોકસભા સાંસદોને ત્રણ કે તેથી વધુ બાળકો છે. આ 149 સાંસદોમાંથી 96 ભાજપના છે. બીજી રીતે કહીએ તો, લોકસભામાં ભાજપના લગભગ એક તૃતીયાંશ (31.68%) સાંસદો બે બાળકોના ધોરણને અનુસરતા નથી, જે સામાન્ય રીતે પરિવારો માટે આદર્શ માનવામાં આવે છે.

છેલ્લી યુપી વિધાનસભામાં ભાજપના 50% ધારાસભ્યોને બે કરતાં વધુ બાળકો હતા

જે રાજ્ય (ઉત્તર પ્રદેશ)માંથી રવિ કિશન સાંસદ છે, છેલ્લી વિધાનસભામાં ભાજપના 50 ટકા ધારાસભ્યોને ત્રણ કે તેથી વધુ બાળકો છે. જુલાઈ 2021માં પ્રકાશિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપના કુલ ધારાસભ્યોમાંથી અડધાને ત્રણ કે તેથી વધુ બાળકો છે.

તત્કાલીન ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વેબસાઇટ પર જેમની બાયો-પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી હતી તેવા 397 ધારાસભ્યોમાંથી 304 સત્તાધારી પક્ષના હતા. તે 304માંથી, 152 (બરાબર અડધા)ને ત્રણ કે તેથી વધુ બાળકો હતા.

Web Title: Control bill bjp mp ravi kishan lok sabha cabinet ministers

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×