scorecardresearch
Premium

Congress: QR કોડથી કોંગ્રેસને લાખો રૂપિયાનો ફટકો, ભંડોળની અછતથી રાહુલ ગાંધી નારાજ

Congress QR Code Fake Fraud: અલબત્ત, અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આ વિશે પર કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ જ્યારે QR કોડ સ્કેન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે અન્ય કોઈ નકલી વેબસાઇટ તરફ દોરી જાય છે.

mallikarjun kharge | sonia gandhi congress |
કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, (Photo – Rahul Gandhi Facebook)

Congress QR Code Fake Fraud: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલમાં નાણાંકીય ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પાર્ટીને આગામી લોકસભા ચૂંટણી માટે પૈસાની જરૂર છે અને કોર્પોરેટ જગત પાસેથી વધારે મદદની અપેક્ષા નથી. આ કારણોસર પાર્ટીએ પોતાના નેતાઓને મદદ કરવા કહ્યું છે. હવે મદદ આવી રહી હતી, પરંતુ આ દરમિયાન એક મોટી ગેમ થઇ ગઇ છે.

કોંગ્રેસે જે પેમ્ફલેટ પર QR કોડ ચોંટાડ્યો હતો તે પેમ્ફલેટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ કારણોસર પૈસા કોંગ્રેસના ખાતામાં નહીં પરંતુ અન્ય ખાતામાં ગયા છે. એટલે કે પાર્ટીને લાખો રૂપિયાનો સીધો ફટકો પડ્યો છે.

અત્યાર સુધી, કોંગ્રેસ દ્વારા આ નુકસાન પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ જ્યારે QR કોડ સ્કેન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે અન્ય કોઈ નકલી વેબસાઇટ તરફ દોરી રહ્યું છે. વાસ્તવમાં કોંગ્રેસની વેબસાઇટ DonateINC.in છે. આના પર પૈસા આપવાના હતા, પરંતુ QR કોડ લોકોને DonateINC.co.in વેબસાઇટ પર લઈ જાય છે. હવે નકલી વેબસાઈટમાં ‘co’ વધારાની છે અને તેના કારણે ખોટી વેબસાઈટ પર પૈસા જમા થઇ રહ્યા છે.

જો કે, આ સમયે કોંગ્રેસને પણ દાનની જરૂર છે કારણ કે પાર્ટીનું માનવું છે કે હાલમાં કોર્પોરેટ જગતના મોટા ભાગના ખેલાડીઓ ભાજપને ટેકો આપી રહ્યા છે, તેથી તમામ પૈસા પણ તેમની પાસે જાય છે. આ કારણોસર, આ દાન વ્યવસ્થા પોતાને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો | મણિપુરના CMએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર લગાવી બ્રેક, સરકારે આપ્યું આ કારણ

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાનના અભાવને કારણે નારાજ છે. તેના ઉપર પાર્ટીના કેટલાક મોટા નેતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે રાહુલ વધુ નારાજ છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે નેતાઓએ પક્ષને પોતાની માતા ગણવી પડશે અને આને ધ્યાનમાં રાખીને દાન પણ આપવું પડશે.

Web Title: Congress qr code fake money fraud loksabha election donation rahul gandhi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×